ઓર્ગેનિક લોચા !

ઓર્ગેનિક લોચા !

ધમો એ નવું નામ છે. અરે અરે ભડકો નહિ; આજ સુધીનાં હાસ્ય લેખોમાં નવું નામ છે. ધમો, નહિ તો અમારા મહેલ્લાનો કે નહિ તો, જીલા જેમ એકલા અટુલા મકાનો વાળો. આમાં બહુ સંપેન્સ વાળું નથી પણ ધમો ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રમવા આવેલો ખેલાડી. રમવામાં એ કોઈ સચિન, સેહવાગ કે શ્રીસંત જેવો બાહોશ નહિ; કે નહીતો એનું વ્યક્તિત્વ નિરાળું. પણ છતાં અમારામાં એ લોકપ્રિય થઇ ગયેલો. ખાસ કરીને દિનો એનો ખુબ ચાહક !
આ ધમાનાં નામને લીધે અમારા મહેલ્લામાં ઘણી ધમાલ થયેલી. નિત મુજબ અમારી તોફાની ટોળી સાંજનાં ટાઈમે તળાવની પાળે ગપ્પા મારતી. એમાં ધમાનો સબ્જેક્ટ; અમે બધા એવા કઈ ઠોઠ નહિ સબ્જેક્ટ વિષે ડિસ્કસ કરીએ. અને એવું ડિસ્કસ કરીએ એનું જરાપણ અભીમાનેય નહિ  ! દિનાને એના પર જબરું માન,આથી એણે જ વાત ખોલી.
“ ધમાનું નામ શું હશે ? ”
“ ધમો ” ખંધુ હસીને ટીનાએ કહ્યું.
“ તારું નામ ટીનો છે ? ”
“ હા ટીનો જ તો ” તળાવમાં કાંકરો ફેંકીને બોલ્યો.
“ ઓહ..અલ્યા દિલા, તારું નામ દિલો છે ? ” એણે દિલાને જ પૂછી લીધું.
“ ના, દિલીપ…કેમ ? ”
“ હમ તો ધમાનું પણ એવું કંઈક નામ હશે ને ?  ” દિનાએ ફોડ પાડ્યો.
“ ઓત્તારી …હવે મને સમજાયું કે દિનાને શું તકલીફ છે. આપણે ક્રિકેટ મેચ રાખીએ તો એનું નામ લખવાનું ફાવે. ”
અત્યાર સુધી હું બધાની સામે જોઇને ડાફળિયા મારતો. મારે પણ કંઈક બોલવું જોઈએ એમ માનીને બોલ્યો.
“ દિના, હવે વાત તેંજ ખોલી તો આગળ વધાર. ”
“ હું એમ કહેતો કે એનું નામ શું હોઈ શકે ? ”
“ અલ્યા આ તો હતા ત્યાને ત્યાં આઈ ગયા. થોડુક આગળ વધોને ” બરાડીને જેમ્સ બોન્ડ જીગો બોલ્યો. ( અમુક સુત્રોએ આપેલી માહિતી મુજબ તે સાંભળીને હકો છેક પગ પલળે ત્યાં સુધી પાણીમાં આગળ જતો રહેલો. ટીનો એને ઘસડીને પાછો લાવેલો)
“ તું જ કહે શું નામ હોઈ શકે ” દિનાએ મને ફસાવ્યો.
મેં જે જવાબ આપ્યો એનાથી દિનો તો ઠીક પણ કોઈ ખુશ ના થયું. એમાં ઘણા લોજીક લાગ્યા. જો એ ગામડાનો હોય તો ધરમશી, મિડલ ટાઉનનો હોય તો ધર્મેન્દ્ર અને મેગા સીટીનો હોય તો ધર્મેશ !
ઓહોઓ…એક નાનાં એવા નામ માટેથી લેખ થોડો લંબાઈ ગયો. હવે ધમા ને જ કેન્દ્ર બિંદુ બનાવીએ.
ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હોય એમાં અમુક શબ્દો ખુબ વપરાય. ( થોડું વધારે નથી થયું ને ? ) જેમ કે સીધો રહેજે, આ એની સ્ટાઈલ છે, બહુ ગાબડા પાડે વિગેરે. પણ દોસ્તો એ સમયે એક નવો શબ્દ આવેલો “લોચો”. હવે અમારા સુરતમાં તો લોચો એક વાનગી છે. હકો એકવાર મારા ઘરે આવેલો. મારી બદલી સુરત થયેલી અનેને હકાને પ્રમોશન મળેલું. એક ખાનગી વાત કહી દઉં કે; હકાને પ્રમોશન મળ્યું એટલે સામેથી મને પાર્ટી આલવા સુરત આવેલો. સવારે, અમારા સુરતી રીવાજ મુજબ હું ગરમા ગરમ લોચો હકા માટે લઇ આવ્યો. એની ડીશમાં ગરમ ગરમ લોચો આપ્યો અને હકાએ થોડો ચાખ્યો ને કહે
“ રીત્યા, ભાખરી નથી બનાવતા ? ”
“ કેમ ? ” મેં પૂછ્યું
“ ઢોકળા બનાવવામાં લોચો મારેલો છે. ”
“ અરે હકા, આ લોચો જ છે અહીનો પ્રખ્યાત લોચો. ”
ત્યાર બાદ હકો મહેલ્લા જઈને બધાને કહેતો ફરતો કે  “સુરતમાં લોચા ય પ્રખ્યાત હોય બોલો”
બીજા બધા જે માને તે પણ અમારો હકો તો એમજ માને છે કે કોઈએ બનાવવા હતા ઢોકળા અને લોચો મરાઈ ગયો એટલે નામ આપ્યું લોચો.
ક્રિકેટ ટુર્નામેન્ટમાં લંચ એટલે અમે બધા પ્લેયરો ને મળવા જઈએ. અમે કપિલ કે ગાવસ્કરને ના મળી શકીએ પણ ધમા જેવા ને તો મળી શકીએ ને ! ( જો કે એ વાત અલગ છે કે હું ઘણી વાર કપિલદેવને મળેલો છું. ) લંચમાં કોઈ સલાડમાં કાકડી અને ટામેટા લઇ આવેલું. એ ભાઈએ હરખમાંને હરખમાં બધા વચ્ચે સલાડ મુક્યો “ લો આજે બધા પ્રેમથી આરોગો ઓર્ગેનિક ફૂડ ”
આ સાંભળીને અમારો હકો કહે “ અલ્યા ભણવામાં તો ઓર્ગેનિક આવતું, માંડ એમાંથી છૂટ્યા ત્યાં આ ફૂડ પણ ઓર્ગેનિક ? ” અને તે ભાગ્યો. ટીનાએ એને પકડીને રોક્યો; પણ મને એની ખબર. હકાને ચુપ કર્યો પણ ધમો કોઈ કાળે ચુપ ના થાય.
“ આ ઓર્ગેનિક જ છે એનું કોઈ પ્રૂફ ખરું ? ”
“ અરે, હું પોતેજ એનું પ્રૂફ ” પેલાએ છાતી કાઢીને કહ્યું.
“ તું એમ ના માન, હું પણ સાયંસ ભણેલો છું; સળગાવ જો. ”
“ અરે તારે ના ખાવું હોય તો ના ખા; એને બાળવાની વાત રહેવા દે. ”
વાત તો જો કે બહુ આગળ નહિ વધેલી. પણ અમારો દિલો ધમાને ખુબ માને; એટલે એ પૂછ્યા વગર ના રહી શક્યો.
“ ટીના, બીજુતો ઠીક પણ કાકડી ને ના ખાવી હોય તો ફેંકી દેવાની વાત તો સમજ્યા. પણ આ સળગાવવાની વાત કઈ હજમ ના થઇ. ”
“ એ તો હું પણ વિચારું છું, પણ મને એમ કે આપણે ક્યાં મેચ રમીએ છીએ તો તકલીફ. ”
“ આપણે નથી રમતા પણ ધમો તો રમે છે ને ”
મૂછ ના હોવા છતાં મૂછમાં હસતો જીલો વચ્ચે કુદી પડ્યો.
“ તમે લોકો જપાજપી ના કરો, હમણા માર્કેટમાં ઓરેગેનીક ફૂડની બોલબાલા છે. ”
“ બોલબાલા ભલે રહી પણ સળગાવવાની વાત કેમ ? ” ટીનાએ પણ રીતસરની જીદ પકડી. મને લાગ્યું કે હવે મારે એન્ટ્રી મારવી પડશે. ત્યાજ જેમ્સ બોન્ડ જીગો બોલ્યો
“ ભલે હું સાયંસ નથી ભણ્યો પણ મને એટલી ખબર કે ઓર્ગેનિક કેમિકલને સળગાવીએ તો ધુમાડા વાળી જ્યોત થાય; પણ આતો કાકડીની વાત છે.”
ઘણી ધમાલો બાદ પણ ટીનાનો સવાલ હજી તળાવની પાળે અટવાય છે. બધાનાં મુખ પર એક જ વાત કે કેમિકલ લોચા તો સાંભળેલા પણ ઓર્ગેનિક લોચા પહેલી વાર !!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

7 Responses to ઓર્ગેનિક લોચા !

 1. Greenmoksha કહે છે:

  Would like to read it in English or hindi. Looks interesting

 2. Vimala Gohil કહે છે:

  લેખનું શિર્ષક નજરે ચડતા પહેલો વિચાર આવ્યો કે ચલો જોઇએ(વાંચીએ) તો ખરા કે આજે રિતેશભાઈએ
  કેવા-કેવા લોચા માર્યા છે????

  બીજી એક વાત કે આજે ટોળકી ના “રીત્યા” ની ઓળખાણ થઈ.
  ઘણા વખતથી થતું કે આ હકો,જીગો,દિલો બધા તો છે પણ
  આમાં ક્યારેય “રિતેશ્યો” કેમ નથી? હવે સમજાયું કે …. છે ભાઈ છે!!!!
  મજા આવી ગઈ.
  હા,,પણ તોય તે જેમ ટીનાનો સવાલ હજી તળાવની પાળે અટવાય છે.તેમ અમારા મન મગજમાં પણ ઘુમરાય છે કે ધમાના નામ્નો લોચો ક્યારે પીરસાશે???

  • રીતેશ મોકાસણા કહે છે:

   ઓહ..બહુ મોટો લોચો મારી દીધો..રીત્યાની તમને ખબર પડી ગઈ….ઠીક છે આજ નહિ તો કાલે ખબર તો પડવાની જ હતી.( ઘણા લેખોમાં રીત્યાનું નામ આવેલું છે ) અહિયાં ઘણા લોકો મને રીતુ પણ કહે છે

 3. aataawaani કહે છે:

  ટીના અને દિલાના સંવાદો ગમ્યા આ નવીનતા આપણને બહુજ ગમી ટાઈમ મળે એમ લખતો રેજે અને સૌ નું મનોરંજન કરાવતો રહેજે બાપો મારો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s