પાણી બચાવો

પાણી બચાવો

મહેલ્લામાં તમે બહાર નીકળો એટલે કોઈને કોઈ નવી વાત તો અચૂક જાણવા મળે. ઘણી વાર મને એવું થતું કે જુના જમાનામાં ન્યુઝ પેપર, રેડીઓ કે ટીવી નહિ હોય ત્યારે લોકોને સમાચાર કેમ મળતા હશે? પણ જ્યારથી મહેલ્લામાં રહેવા આવ્યા, ત્યારથી માની લીધું કે સમાચારની આપલે તો આદિકાળથી ચાલી આવી છે. એવું નથી કે સમાચારની આપ લે મનુષ્યો વચ્ચે જ થતી, પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ થતી. થોડું પણ અભિમાન કર્યા વગર ઉદાહરણો આપું છું. કોઈ પ્રાણીની લાશ જોઇને એક સમડીને ખબર પડે કે થોડીવારમાં તો જાણે સમડીએ વોટ્સ એપ પર બધાને મેસેજ કરી દીધો હોય તેમ, સમડીનું ઝુંડ એ લાશ પર તૂટી પડે.
 હકો બોલ્યા વગર ના રહે
“ ઓહ આમાં તેં શું નવું કહ્યું ? ” એ ધોરણે, હકાને માન આપીને બીજા ઉદાહરણો નથી આપતો. મારા જુના ગામમાં તળાવ તો હતું જ પણ જોડે નદી ય ખરી. અમુક અમુક ગ્રંથોમાં લખ્યું છે કે, જે ગામ પાસે તળાવ અને નદી બેય તે ગામ બારેમાસ જાકમજોળ ! અમારી એ નદી એટલે સીઝનલ નદી. ચોમાસામાં બે કાંઠે વહેતી હોય, કે બીજા કાંઠે જઈ ના શકાય. અને ઉનાળો હજી શરુ પણ ના થયો હોય ત્યાં તો એ કોરી કટ ! પુર હોનારતમાં મોરબીનો મચ્છુ ડેમ તૂટયો ત્યારે એ નદી ખુબ ગાંડી થયેલી એવું લોકો કહેતા હતા. નદીના સામે કાંઠે જવાનું તો ઠીક પણ આ કાંઠે પણ ઉભું ના રહી શકાય એટલું પાણી જતું હતું. એક નાનકડી કરુણ વાત ને સમાવ્યા વિના નહિ રહી શકું. નદીમાં પાણી એટલું જડપથી વહેતું હતું કે અંદર ઝાડના ઝાડ પણ તણાતા જતા હતા. ગામ આખું આ નજારો કે કુદરતનો કેર જોવા ભેગું થઇ ગયેલું. સામે કાંઠે થી એક ભરવાડ એના બકરીના નાના બચલા સાથે આવે. એ ભરવાડનું ધ્યાન તો નદી અને સામે ઉભેલા આખા ગામ પર. એવામાં બચલુ હાથમાંથી છૂટીને પાણીમાં જવા લાગ્યું. જોતજોતામાં તો એ પાણીમાં તણાવા લાગ્યું. એ જોઇને ભરવાડ એને બચાવવા કુદ્યો. બચ્ચું તો પાણીમાં ક્યાં ગયું ખબર ના પડી પણ એની બુમો ગામ આખું સાંભળે “ બચાવો બચાવો ”
આ વાત મેં એકવાર અમારી ટોળીને કહેલી, તો એમાંથી ખાલી અશોકને યાદ. હવે પાછા અસલ કહાનીમાં જોડાઈ જઈએ. પેપર વાંચીને હજી બાથરૂમમાં જવાની તૈયારી કરતો હતો કે હકો આવ્યો.
“ તને ખબર છે, સરકારે નવા અભિયાનનું નવું સ્લોગન આપ્યું છે ? ”
“ જો હકા સરકાર જે કંઈ કહે, તે થાય એટલું કરવું આપણી ફરજ છે, ના થાય તો કોઈને ના કહેવું એ મારી અરજ છે. ”
મેં એને કહ્યું પણ હકો તો બાઘાની જેમ મારી સામે જોઈ રહ્યો.
“ ન્યુઝ પેપરમાંય આવી ગયું છે ? ”
“ સવાર સવારમાં આજે ફ્રી થઇ ગયો છે ? ”
“ હું બહુ મોકાના ટાઈમે આવ્યો છું, તું નહાવા જાય છે ને ? ”
“ તને તો ખબર જ છે ”
“ હા, એટલું કહી દીધું હોત તો ? ”
“ હા, કહે તો શું ? ”
“ આજે રજા છે તો બધાએ તળાવની પાળે મીટીંગ રાખી છે જલ્દીથી આવીજા. દિનો મારી રાહ જોઇને ઉભો છે, જો જે વાર ના કરતો. તું નહાવા જાય છે ? એવું મેં કેમ કહ્યું તે પણ તળાવની પાળે જાણવા મળશે. ” કહીને હકાની સવારી તો નીકળી ગઈ.
“ બહુ ઉતાવળ હોય તો તળાવે જ નાહી લઈશ ” એમ બોલ્યો પણ હકો તો તળાવે પણ પહોંચી ગયો હોવો જોઈએ, એમ માનીને હું નહાવા ગયો. મને ખબર હતી કે મીટીંગમાં કોઈ દમ નહિ હોય છતાં જટપટ હું ત્યાં ગયો. ત્રણ ચાર એકસાથે બોલ્યા “ આ આવી ગયો રીત્યો ”
“ શું વાત છે આજે સવાર સવારમાં ….? ”
“ આ મનો રાતનો મુંજાય છે, એને રાહત અપાવ ”
“ કેમ શું થયું મના ? ”
“ સરકારે નવું અભિયાન ઉપાડ્યું છે પાણી બચાવો. ”
“ હાં તો ”
“ પહેલા મને બોલી લેવા દો.પછી મનાને સાંભળજો. હું પાછો ભૂલી જઈશ કે મારે કશું કહેવું હતું ” અશ્કો વચ્ચે કુદી પડ્યો.
“ હા ભાઈ પહેલા એનો તાગ કાઢો. ”
“ હા ભસ અશ્કા ” ટીનાએ બુમ પાડીને કહ્યું.
“ નદીનાં કે તળાવનાં પાણીમાં કોઈ ડૂબતું હોય તો બચાવો બચાવો બુમ પાડે રાઈટ ? ”
“ ઓબવિયસલી યસ ” હકાએ પહેલી વાર ઈંગ્લીશમાં કહ્યું. એટલે નરીયા એ તેને ઊંચકી લીધો.
“ બચાવો બચાવો…..એમ બુમો ના પાડતો હકા ” હકાને નીચે મુકતા ટીનો ખંધુ હસ્યો.
“ અરે તમો લોકો જે વાત કરવાની છે એજ કરો ને ” મેં વચ્ચે કુદી પડ્યો.
“ કેમ લ્યા, આજે પહેલી વાર આવું થયું છે ? ” જીલાએ તો મારી બોલતી બંધ કરી દીધી.
“ બસ હવે બધા ચુપ રો અને અશ્કાને કહેવા દો, બાર વર્ષે બાવો જો બોલ્યો છે તે ” દિનો ગરજ્યો. જોકે દિનાની વાત સાચી હતી, અશ્કો બહુ ઓછું બોલતો.
“ એજ કે પાણીમાં ડૂબીએ તો આપણે બચાવો બચાવો બુમ પાડીએ, પાણી કોનામાં ડૂબ્યું છે કે પાણી બચાવો પાણી બચાવો ? ” અશ્કે આગળ વધાર્યું. આ વાત અમારી બાજુમાંથી પસાર થતાં મહેલ્લાના એક બુજુર્ગને કાને પડી.
“ તમે બધા ભલે તોફાનીયા હોય, સમજુ પણ છો ” અમે લોકો તો સ્ટેચ્યુ બની ગયા. તેમણે આગળ ચલાવ્યું
“ આપણે તો ભગવાનની મહેરબાની છે કે મોટું તળાવ છે અને આપણું ટાઉન નાનું છે કે ડેમનું પાણી ખૂટે તે પહેલા વરસાદ એને ભરી દે છે. જાવ, જ્યાં પાણીની તંગી હોય ત્યાં જઈને જુઓ. લોકો એક એક ડબલા પાણી માટે ઉજાગરા કરે છે. ” કહીને તેઓ જતા રહ્યા.
“ સારો વર મળે તે માટે છોકરીઓ જાગરણ કરે; પણ પાણી માટે જાગરણ કરવાનું પહેલી વાર સાંભળ્યું ” જીલાએ કહ્યું.
“ અરે ભાઈઓ એવું નથી, પાણીની ખુબ તંગી છે. પાણી ને સાચવીને વાપરવું ” જેમ્સ બોન્ડ જીગાએ કહ્યું.
“ પાણી થોડું સજીવ છે કે એને વાગે. ઉલટાનું કુવામાં બરાબર ભૂસકો ના મારીએ તો પાણી આપણને વાગે. ” નરીયાએ કહ્યું.
“ અરે ગાંડા લોકો, પાણીને જરૂર હોય એટલું જ વાપરવાનું, સેવિંગ કરતા હોય ત્યારે નળ ચાલુ નહિ રાખવાનો, મોઢું કે હાથ ધોતા ધોતા પાણીનાં નળને જરૂર મુજબ ખોલ બંધ કરવો. અને જેટલું પાણી પીવું હોય એટલું જ લેવું. વાસણ ધોતી વખતે પણ પાણીને ધીરેથી વાપરવું વિગેરે ” અત્યાર સુધી ચુપ રઘો બોલ્યો
“ તો ચાલો આજથી નક્કી કરીએ કે પાણીનો બગાડ નહિ કરીએ; કોઈ કરે તેને રોકીશું. ”
“ એમ ટીપાં પાણીમાં તો વળી શું ફેર પડે ? ” જીલો બોલ્યો.
“ જીલા, ટીપે ટીપે સરોવર ભરાય કહેવત ભણવામાં આવે છે, યાદ છે ? ”
“ હા સાલું, હવે ખબર પડી કે ભણવામાં આવે તે કયાંક ને કયાંક કામમાં આવેજ છે ”

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s