ઘમ્મર વલોણું-૨૦
મનગમતું કે અણ ધારેલ મળી જાય એટલે મનમંદિરમાં આરતીઓ થાય. હૈયું ખુશીમાં ગરકાવ થઇ જાય. મનઘટનો ઘુઘારવ ખીલવા લાગે. એવીજ રીતે ખુશીઓના ફુવારે સૌ ઝૂમવા લાગે છે. ખુલ્લા આકાશ નીચે ઉભા રહીને ખુશીને વાદળો સાથે શેર કરું છું. ગગનમાં વિરહતા પક્ષીઓને પણ મારો રઘવાટ દર્શાવું છું. ઝૂમતો ઝૂમતો આગળ નીકળી જાઉં છું અને ખળ ખળ વહેતા ઝરણાં પાસે બેસી જાઉં છું. એ ખળ ખળ વહેતું પાણી મારી ખુશીમાં સામેલ થઇ જાય છે. મીઠા ગાન કરતું આગળ વહે છે. મારી ખુશી જોઇને વાદળા પણ રોકાઈ જાય છે અને નીચે પાણી રૂપે આવવા તત્પરતા બતાવે છે.
વાહ, ફૂલ ક્યારીઓ પાસે જતાં તો ખુશી મઘમઘી ઉઠી. એક બાજુ મનોહર ખુશ્બુનો ધોધ વહે છે, તો મારા માંથી ખુશીના ફૂવારા. કોઈએ અમારી ખુશીની ખબર પતંગીયા વૃંદને આપી દીધી લાગે છે. એક આખું વૃંદ ઉડતું ઉડતું આવીને ગણગણ કરવા લાગ્યું. અત્યાર સુધી ખુશીના કેફમાં નાચતું મન શાંત ના રહી શક્યું : કેમ તમે લોકો પણ આજે ખુબ ખુશ છો ?
આથી વળતો પ્રવાહ પણ ખુશીને છીનવી લેવા વાળો હતો. : અમે તો હર એક પળે ખુશ થઈએ; તમારી જેમ એવું ના હોય કે અમુક પળે ખુશ હોય ! અમે તો વધુ ખુશ થઈએ કે જલતી જ્યોતે પડીને બળી મરીએ કે અંત !
મારે પણ મારી ખુશીનો અંત નહોતો લાવવો “ ના રે ના મિત્રો, એય મજાના ઝૂમો અને મનભરીને રસ ચૂસો. હું પણ ખુશ છું ને તમે પણ રહો.”
આજે તેઓ મને જોઇને વધુ ખુશ હતા “ હજી અમે તો જ્યોતમાં પડીને બળી જઈએ પણ હમણા ભમરાં ય આવશે. એ તો વળી અમારાથી આગળ. ફૂલોની પાંદડીઓમાં જ પુરાઈને જીવ આપી દેશે. છતાં પણ ખુશ તો ખરા જ……!”
હજી તેઓ કશું બોલવા જતા હતા પણ તેઓ તો આગળ નીકળી ગયા.
હું પણ આગળ ગયો કે હવાની લેરખીથી ઝૂમતી વનરાઈઓ દેખાઈ. ચારે બાજુ સૌ કોઈ ખુશ જ દેખાય છે. આકાશ સામે જોઇને હું મારી ખુશી બેવડી કરવા જુમવા લાગ્યો કે મારા પગ થોભી ગયા. કાનો સતેજ થયા. “ હવે તને ખ્યાલ આવ્યો કે સૌ કોઈ તને કેમ આજે ખુશ દેખાય છે ? ”
મેં અવાજ બાજુ જોયું “ ઓહ તમે ? સારું થયું આવી ગયા. બાકીનું વાક્ય પૂરું કરો પ્રભુ. “
થોડી વાર મારી સામે જોઇને વળી બોલ્યા “ કેમ કે તું આજે ખુબ ખુશ છે ? તમે લોકો ખુશ હોય ત્યારે જ તમે આવું મહેસુસ કરો છો. અને દુખ આવ્યું કે મારા દ્વાર ખટખટાવો છો. ”
મારાથી પણ બોલાયા વગર ના રહેવાયું “ પ્રભો, એ વ્યવસ્થા તો આપની જ બનાવેલી છે ને ? “ મેં કહ્યું કે તેઓ અંતર્ધ્યાન થઇ ગયા.
મુખવાસ : માં એ દહીં વલોવીને માખણ કાઢ્યું.
અને દિલ વલોવીને વ્હાલ આપ્યું.
“આજે તેઓ મને જોઇને વધુ ખુશ હતા ” અને આજે અમે પણ ખુશ-ખુશ છીએ.
આપના પ્રક્રુતિ સાથેના તદાત્મ્યથી થતી પ્રભુ્ની અનુભૂતીની સુંદર અભિવ્યકતિથી આપે અમને
પણ પ્રભુના ખોળે મુકી દીધા!!!!
આભાર નહી, વંદન…..
આપની કોમેન્ટ વાંચીને પણ ખુશીનો આનંદ, વંદન !!
ખૂબ સરસ.આનંદ આનંદ થઇ ગયો. આરીતે હેપીનેસ બાંટતા રહો.
સાચી વાત, ખુશી ને વહેંચવાથી પણ ખુશી મળે છે !
NICE
Thank you very much !!