આત્મા સંમેલન-૨

આત્મા સંમેલન-૨

વિશાળ સમિયાણો બંધાયો છે. ગરમ હવા અને ઠંડી હવાના બે વિભાગ પડેલા છે. અલગ અલગ ઝોનના આત્માઓ વારા ફરતી આવે છે. અડધું મેદાન ભરાઈ ગયું છે, અને હવે તો આવનાર આત્માઓની હાજરી બમણા વેગે આવવા લાગી છે. સંમેલન અતિથી વિશેષ વિધાતાજી આવી ગયા છે. સંમેલનના હોસ્ટ દેવી સરસ્વતીને બોલવા જેવું લાગ્યું કે; માઈકને ટેસ્ટ કરીને બોલવાનું ચાલુ કર્યું.
“ આજના સંમેલનની આમંત્રણ પત્રિકાના લખાણ મુજબ, જે કોઈ ભારત સિવાયના દેશના વિદેશી આત્મા આવ્યા છે તેમને નમ્ર અપીલ કે અહીંથી પ્રસ્થાન કરે. અખિલ બ્રહ્માંડ નારી આત્મા સંમેલનનું વિશાળ આયોજન બહુ ટૂંક સમયમાં થશે. જેમાં આપને સૌને પણ આમંત્રણ અપાશે. બીજી નમ્ર અપીલ એ છે કે અમુક પુરુષ આત્મા પણ આવેલ છે તો મહેરબાની કરીને પ્રસ્થાન કરે. હાજર અત્રે પધારેલ નારી આત્માગણ સંમેલન સરસ રીતે પૂરું થાય તે માટે સહયોગ આપે. ખાસ કરીને હમણા વાતો બંધ કરીને ! ”
એ એનાઉન્સ બાદ તો પુરુષ આત્મા તો ભાગી ગયા પણ અમુક વિદેશી નારી આત્મા જવા તૈયાર નહોતા. આથી ટેરેસાને એમની પાસે મોકલ્યા. તો જાણવા મળ્યું કે એ લોકો ટેરેસાને કેમ ? એવું કારણ આપીને હટતા નથી. ટેરેસા એ તો ભારતમાં આવીને એવા લોકોની સેવા કરી છે કે, લોકોના દિલની સાથોસાથ ભારત માતાના દિલમાં પણ એમને કાયમી વસવાટ મળેલો છે. છતાં હજી એક બે આત્મા મચક આપતાં નહોતા. એકાદ આત્માનું એવું કહેવું હતું કે તેઓ બ્લડથી હિન્દુસ્તાની છે. એક ખૂણામાં બેઠેલ હીડીમ્બાથી રહેવાયું નહિ. વિકરાળ રૂપ ધારણ કર્યું કે બે ત્રણ તો એવી ભાગી કે એમને જોઇને બે-ત્રણ ભાગી ગઈ. “ ભાગ ઓયે, અહિયાં ખાલી નારી આત્મા છે: પણ એના પતિ ભીમને ખબર પડી તો આવી બન્યું ”
દુરથી દેવી સરસ્વતીએ હિડિમ્બાને ધન્યવાદ કહ્યા.
ગાંધારી બોલી “ કોઈ મને એ કહેશો કે હવે સંમેલન ક્યારે ચાલુ થશે ? ”
“ ચુપ રે, તારે આંખ પર પટ્ટી છે કાન પર નહિ ! ” કોઈ એકે ગર્જના કરી કે ગાંધારી ચુપ થઇ ગઈ.
“ તેં મર્યા પછી પણ આંખે પટ્ટી બાંધવાની પ્રતિજ્ઞા કરેલી ? ” કોઈ એકે પૂછ્યું.
“ મને એવું કંઈ યાદ નથી….એટલાં વર્ષો પટ્ટી રાખી છે તો હવે પટ્ટી વગર નથી ફાવતું ”
હવે તો આત્મા મેદની ખીચોખીચ ભરાઈ ગઈ છે. આયોજક શતરૂપા ખુશખુશાલ દેખાય છે.
“ અત્રે પધારેલ સર્વે નારી આત્માનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સંમેલનનો મુખ્ય એજેન્ડા એ છે કે, પહેલો આત્મા સંમેલન યોજાયો હતો. નારીઓના આગ્રહને ધ્યાનમાં રાખીને સંમેલન યોજાયું છે. મારી વ્હાલી બેનોને અને દીકરીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે શાંતિ રાખે. અંદરો અંદર બોલીને કે પૂછીને ઘોંઘાટ ના કરવો…… ”
“ તમને શતરૂપા ના બે હાથે કરેલી વિંનતી ઓછી પડતી હોય તો હું બાર હાથ જોડીને વિંનતી કરું છું. ” જગદંબા વચ્ચેથી બોલ્યા કે મેદનીમાં હાસ્યનું ઝરણું વહી ગયું.
“ સોરી, હું હાંડવાનું કુકર મુકીને આવી છું…..તરત આવી… ” કહીને એક બાઈ ભાગી. આજુબાજુમાં હસીનું મોજું ફરી વળ્યું.
એક ખૂણામાંથી અવાજ આવ્યો ” કોઈ કહેશો કે અમને શું કામ બોલાવ્યા છે ? ”
“ શાંતિ શાંતિ….બસ હવે રઝીયાજી આવી જાય એટલે ચાલુ કરીએ. ”
“ કેમ એની રાહ જોવાની ? ”
“ એ નારીએ, નારી જગતનું માથું ગર્વથી ઊંચું કરેલું. દિલ્હીની ગાદી પર કાવાદાવા વચ્ચે પણ એટલી નાની વયે રાજભાર સંભાળવો એ કોઈ નાની સુની વાત નથી. ”  અહલ્યાબાઈ બોલી.
“ તો શું ? ”
“ શાંતિ શાંતિ….રઝીયાજી આવી ગયા છે, હવે ચુપ પ્લીઝ ”
અમુક બાઈઓ આવીને રઝીયાને પંખો નાખવા લાગી.
“ અહિયાં તો બધી નારીઓને સરખું સન્માન છે, તમે ભલે ઘરે ધણી પાસે પગ દબવારાવ્યા હોય ”
“ એ બધું છોડો, શતરુપાજી, તમે સૌથી વડીલ છો. એ કહો કે ચા નાસ્તાનું કોણ જુએ છે ? ”
સાંભળીને તે ઓ એ કોઠારીની પત્ની તૃણા સામે જોયું તો એમણે એવી વક્ર આંખો કરીને ઘુરકીયું કર્યું કે  “ અહી તો જપ લેવા દો. ”
“ કંઈ ચા નાસ્તો તો જોઈએ ’લી. ” એક સુરતી નારીએ આક્રોશ કાઢ્યો. કે ગણગણાટ ચાલુ થઇ ગયો.
“ હું નહોતી કહેતી, એકલી નારીઓને બોલાવવી એટલે કોઈ વાંધો નહિ પણ એમને હેન્ડલ કરવી ખુબ અઘરી. ” એક નારીથી બોલાઈ ગયું.
“ તે તું ક્યાં નારી નથી બરી..? ” એક નારી તાડૂકી; કે વળી શાંતી છવાઈ ગઈ.
“ હવે કોઈએ ચા તો શું શ્વાસ પણ માંગ્યો છે તો ય એનું આવી બન્યું. ” તાડકા ઉભી થઈને ચિલ્લાઇ. નારી ગણમાં એક ભયનું વાદળું ઘેરી વળ્યું.
“ તાડકા તું વચ્ચેજ ઉભી રહે. ” શતરૂપાએ કહ્યું. કે તાડકાએ તો ખડગ લઈને વચ્ચે વિકરાળ રૂપ ધારણ કરીને ઉભી રહી ગઈ.
એક નવી આવેલ નારી બોલી ઉઠી “ સાઈડ પ્લીઝ, કશું દેખાતું નથી….. ” તેને તાડકા નડતી હતી.
“ કોને નથી દેખાતું ? આગળ આવી જા બેબલી. ” તાડકાએ નરમ બનીને એને એક હાથ લાંબો કરીને સૌથી આગળ લાવી દીધી. આથી સરસ્વતી હરખાયા અને એને મનોમન સાબાશી આપી.
“ સખીઓ, એક એજેન્ડા એવો છે કે જે પોતે સતી હોય અને રાક્ષસ પતિ હોય; એમને આખી જીંદગી કેમ મૂંગા રહીને ભોગવવાનું ? ”
“ એકદમ પરફેક્ટ મુદ્દો લાયા, મારી સૌથી પહેલી ફરિયાદ છે. ” મંદોદરી બોલી.
“ તો હું અને મારી દેરાણી પણ એવાજ શિકાર છીએ. ” હિરણ્યકશીપુની પત્ની કયાધુ બોલી.
“ ઓયે મારો ધણી શિકારી હતો પણ કોઈ અસ્ત્રીનો શિકાર નહોતો કરતો. ”  કોઈ એક નારીએ બુમ પાડી.
“ અલી તું શાંત રે, તને પણ મોકો મળશે ત્યારે બોલજે. તું પણ ક્યાં શિકાર થયેલી નથી ? ” પોતાને પણ ધણીએ શિકાર કરેલી છે ? એમ વિચારતી તે એકદમ ચુપ.
“ આથી જ એવા નરાધમોનો અમે કે અમારા પતિઓ એ નાશ કરેલ છે. ” જગદંબા બોલ્યા.
“ એ તો એમને એમનાં પાપની સજા મળી. પણ અમે લોકોએ સત રાખીને તપ કર્યું એનું શું ? ”
“ હવે જે થઇ ગયું છે તેનું કાઈ ના થાય પણ; એવા આત્માને કોઈ પુણ્યાત્મા સાથે ફેરો મળે એવું ગોઠવી શકાય. ” વિધાતાજી પહેલી વાર બોલ્યા.
“ પણ અમારા પતિ તો બહુ ડાહ્યા ડમરા હતા…એમ માનો ને કે અમારી આરતી પણ ઉતારતા. એનું શું ? ”
“ એ તો તમે એમને ગુલામ બનાવીને રાખતા એમ કેમ નથી કહેતા ? ” દુર્યોધનની પત્ની ભાનુમતી બોલી; કે એ ખૂણામાં શાંતિની લહેર ફરી વળી.
“ અન્યાય તો સૌ કોઈને થયેલો જ છે. ” સીતાજી એ પણ ભડક કાઢી.
“ બધાએ બોલવાની જરૂર નથી પણ એ કહો કે આનું શું કરવું ? ”
“ કિટીપાર્ટી રાખીએ, કશુંક નિર્ણય લેશું ” એક આધુનિક નારી બોલી ઉઠી.
“ કીટા કરી નાખ્યા હોય તો પછી એમાં પાર્ટી કેવી રીતે થાય ? ” એક ગામડીયણ નારી બોલી.
“ એક કામ કરીએ, એક સંઘ બનાવીએ…જેને મેમ્બર થવું હોય તે થાય. ” ઇન્દિરા ગાંધી બોલ્યા.
“ બેનબા…ઉતાવળા ના થાવ…. મારો પતિ તારા કરતા વધુ બાહોશ હતો. ” મુદ્રાદેવી બોલી કે ઇન્દિરા પણ ચુપ.
“ ઇન્દિરાની વાત મને ગળે ઉતરે છે ”
“ વાતમાં કંઈક દમ તો છે, આપણે સંગઠન બનાવીએ… ” ઘણી બધી નારીએ સાથ પુરાવ્યો.
“ ઠીક છે તો એ સંગઠન બનાવવાની જવાબદારી હું જામ્બવતીને સોંપું છું. ” દુર્ગાજી બોલ્યા.
“ ના ના મને રહેવા દો…ઈન્દિરાજી ને જ આપો…. ”
“ અરે મેં તો સુઝાવ આપેલો…” ઈન્દિરાજી ગભરાઈ ગયા.
સૌ કોઈ એક બીજાની સામે જુએ છે..કે આકાશવાણી થઇ. “ ધરતી પર એક દુરાત્માએ હાહાકાર મચાવ્યો છે…તો હે રણચંડીઓ સૌ સાબદી થઇ જાવ….”
એક પળમાંતો મેદની વિખેરાઈ ગઈ.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

10 Responses to આત્મા સંમેલન-૨

 1. jugalkishor કહે છે:

  વાહ, સરસ પ્રયોગ !! ધન્યવાદ.

 2. Namrota Mazumdar કહે છે:

  I had to ask my colleague to read it out for me and she had to translate it too more than I thought she would need to. Anyhow, well written 🙂

 3. Vimala Gohil કહે છે:

  “ મને એવું કંઈ યાદ નથી….એટલાં વર્ષો પટ્ટી રાખી છે તો હવે પટ્ટી વગર નથી ફાવતું ”
  આ તો માત્ર નુમાના રૂપે ટાંક્યુ … બાકી પુરો સંમેલન સંવાદ જચી ગયો..

  વાહ!!! ઐતિહસિક સ્ત્રી (સાથે કીટી પાર્ટી વાળીઆધુનિકા સ્ત્રી)રત્નોના સંમેલનની કમાલ કલ્પના.એ માત્ર કલ્પના નહી પણ આપના ગહન અભ્યાસ પ્રતિ અંગુલી નિર્દેશ કરે છે.
  સંમેલનના એક-એક સ્ત્રી પાત્રોની વિશેષતા એમના જ શબ્દોમાં આબેહૂબ વ્યક્ત કરી છે. કહેવું છે કે, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રીતેશભાઈ….

 4. રીતેશ મોકાસણા કહે છે:

  તમને મારા લેખ ગમે છે તેની ઘણી ખુશી છે, તમારી હર એક કોમેન્ટનો ઇંતજાર રહે છે. તમે પણ અગર લખો તો સારી રચના બનાવી શકો એમ હું માનું છું.

  • aataawaani કહે છે:

   પ્રિય રિતેશ
   વાર્તાની ગોઠવણ બહુ સરસ છે . તાડકા મન્દોદરીના સમયમાં ક્યાંથી ટપકી એતો જન્ગલમાં વસનારી .

   • રીતેશ મોકાસણા કહે છે:

    આતા, તડકા આવી તે સારું થયું, અમુક નારીઓ ખુશખુશ કરતી બંધ થઇ ગયેલી

 5. aataawaani કહે છે:

  તારી આત્મા સમ્મેલન વાળી વાતની અદભુત રચના કરી છે . આવું વાર્તાઓ તારી કુશળતામાં વધારો કરશે मेरा आशीर्वाद तेरी साथ है

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s