ઘમ્મર વલોણું-૨૩

ઘમ્મર વલોણું-

નક્કી કર્યું કે ઝાડ નીચે બેસીને થોડો વિશ્રામ કરી લેવાથી તનમાં સ્ફૂર્તિ આવશે. ઘાસના તણખલા લઈને દાંત ખોતરવા લાગ્યો. દાંત સાથે એવો કયો તંતુ કે ચેતા જોડાયેલ છે કે જે મનને કાર્યરત કરે છે ? મન ને ફરી એક વાર છંછેડી નાખ્યું. એટલું સારું થયું કે તે હજી અર્ધ જાગ્રત હતું. આથી વધુ કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ઇશારાથી મને પૂછ્યું કે શું છે ? કોઈ મોટા પંડિતને પ્રશ્ન પુછવા માટે પોતાનામાં પણ થોડી પંડિતાઈ હોવી જોઈએ કે નહિ ?

વાત તો સ્ફૂર્તિ લાવવાની હતી પણ મનને છંછેડવાથી એ શકાય નહિ બને; એમ માનીને દાંત ને વધુ ખોતર્યા. ઉંચે જોયું કે એક પક્ષીનું વૃંદ ઉડતું દેખાયું; અનાયાસે ઉભું થઇ જવાયું. ફર ફર કરતા બધા ઉડે છે ને હવામાં અંગડાઈઓ લે છે. વળી કોઈ એક જગ્યાએ નીચે ઉતરીને પાણીમાં ચાંચ બોળીને તૃષા છીપાવે છે. બે ત્રણ દાણા મળ્યા કે વળી ગગન વિહારે નીકળી પડયા. કોઈ પણ પાછું ફરીને જોતું નથી. કોઈ કોઈના માટે રોકાતું નથી. તો પણ બધાનો તાલમેલ કે લયબદ્ધતા તો જળવાયેલા છે ! થોડો આગળ વધ્યો; સુરજ દાદાનો તાપ માથે જીલ્યો કે વળી પેલા ઝાડની શીતલ છાંય ગુમાયાના અફસોસે વળી ત્યાં બેસી ગયો.

વળી બીજું ઘાસનું તણખલું લઈને દાંત ખોતરવા લાગ્યો. હજી પેલો પ્રશ્ન તો અણ ઉકેલિત અવસ્થમાં લટકતો હતો. દાંત સાથે એવો કયો તંતુ કે ચેતા જોડાયેલ છે કે જે મનને કાર્યરત કરે છે ?  હજી તો એ પ્રશ્ન ને ન્યાય આપવા માટે વિચારું કે વળી અનાયાસે ઉભું થઇ જવાયું. ઝાડની બાજુમાંથી મદમસ્ત વિહરતા પશુઓનું ટોળું પસાર થયું. ગાતા આવડે કે ના આવડે છતાં મસ્તાન બનીને જુમતા જુમતા જાય છે. પોતે તો એ ટોળા સામે જોઈ રહ્યો અને અવલોકી પણ રહ્યો. પણ એ ટોળું તો બસ એમની જ ધૂનમાં ચાલ્યે જાય છે. આવડા મોટા મહામાનવને જોઇને કોઈ કદર નહિ ? નથી કોઈ હરીફાઈ કે નથી કોઈ ઉચ્ચ નિચ્ચનો ભેદ ! સૌ પોત પોતાનો રસ્તો કરી લે છે.

થોડી વાર પહેલા જે પક્ષીનું ટોળું ગયું અને આ પશુઓનું ટોળું જાય છે એમાં બે વાતની સમાનતા દેખાઈ. એક તો કોઈ પાછળ જોતું નથી અને બીજું કે કોઈની રાહ જોતું નથી. ફરી વિશાળ ગગનમાં નજર કરી કે પખીઓનું ટોળું ઉડતું દેખાયું. નજર ને નીચે લાવ્યો ત્યાં તો પેલું પશુ વૃંદ દેખાતું નહોતું ! ઉંચો હાથ કરીને મેં બુમ પાડી….. “ અરે ઓ ઉડનારા….મને પણ સાથે લઇ જાઓ. મારે પણ ઉડવું છે. અને મારે પણ ગગન વિહાર કરવું છે. ” થોડી વારમાં હવામાંથી શબ્દો રૂપી તીર એવું આવ્યું કે મારા હાથ નીચા થઇ ગયા.

“ પછી તારા ઘરનું શું ? ”

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s