મારે CM થવું છે !

મારે CM થવું છે !

હજી તો હું તૈયાર થઈને ઓફિસે જવા નીકળું કે મારા સને મને રોક્યો “ પાપા, વન અંકલ લુકીંગ ફોર યુ. ” મને થયું કે નક્કી હકો હશે. “ સારું હું હકા અંકલને મળતો જઈશ. ”
“હકા નહીં, મોટા અંકલ” કહીને તે એના મિત્રો સાથે રમવા માટે નીકળી ગયો
મોટા અંકલ કોણ હશે ? ઉંમરમાં તો વજો મોટો, પણ એ તો બીજી શેરીમાં રહે. હમ…ટીનો હશે… આજકાલના છોકરા ઊંચાઈમાં વધુ માને, એ ગણિતે મેં પણ ટીનાને ધારી લીધો. બેગ લઈને બહાર નીકળ્યો કે ટીનો મારી રાહ જોઈને ઉભેલો.
“ આજે સાંજે પાળે મિટિંગ રાખવાની છે” જેવો હું નજીક ગયો કે ટીનાએ કહ્યું.
“ કોઈ વાંધો નહિ બધાને કહી દે, હું આવી જઈશ.”
“ એય બહુ ભાવ ના ખા, બધાને કહી દીધું છે. આવી જજે, પાછો ઓફિસે રોકાઈ ના જતો”
“ ઓકે ટીના, બાય…..સાંજે મળીએ આપણા અડ્ડા પર, યાને કી તળાવની પાળે, લીમડાના ઝાડ નીચે. ” કહીને હું નીકળી ગયો.
જોકે મને ટીના સાથે ઉભા રહીને બધું જાણવાની ઈચ્છા હતી. તાબડતોડ મિટિંગ !
નહિ કોઈ જાણ કે નોટિસ.
કંઈ ને કંઈ તો હશેજ. બાકી આ ટીનીયો, કદી સવાર સવારમાં આવે નહિ. ટીનો અમને નાના હતા ત્યારે ખુબ કામમાં આવેલો છે. કોઈ ફળ તોડવા હોય કે ઝાડ પર ચડવા માટે ટેકો; ટીનાનો મોટો ટેકો.
ઓફિસે પણ આખો દિવસ એકજ વિચાર મનમાં ઘુમરાયા કર્યો કે આજે શું હશે ?
ઘરે આવીને જેવો તેવો ફ્રેશ થઈને તળાવની પાળે ઉપડ્યો. હું ગયો ત્યાં તો બધા મારી રાહ જુએ. હું ગયો ત્યાર પહેલાનું દ્રશ્ય (ફ્લેશ બેક)
“ટીના, હવે બક ને કે, તેં શા માટે બધાને ભેગા કર્યા છે ?” હકાએ પૂછ્યું.
“હા ટીનિયા, બધા આવી તો ગયા” દલાથી પણ ના રહેવાયું.
“હા યાર હવે તો હદ થઇ. ” જીગાએ કહ્યું.
“જીગલા, સવાર સવારમાં સાંભળવી છે? …ને ટેકો દઈને બેસ ને” એમ કહીને ટીનાએ તોયે સંભળાવી દીધી.
“અલ્યા સાંજ થઇ” દિલાએ ટાપશી પુરી.
“કોઈએ કહેવત બનાવી હોય એને માન આપવાનું કે નહિ ? (મારી એન્ટ્રી) લ્યો રીત્યો આવી ગયો.”
ટીનાએ મને જોઈને કહ્યું કે અમારી આખી ટોળીમાં ઉત્સાહ આવી ગયો. બધા એટલા માટે ઉત્સાહમાં નહોતા આવ્યા કે, મને બહુ ઈજ્જત આપતા.
“ટીના વાતને હવે તળાવની પાળે ઘુમાવ્યા વિના કહેવા માંડ” હકો અકળાયો.
“વહાલા નગરજનો, પ્રથમ તો હું સૌને આવકારીને અભિવાદન કરીશ. આપ સૌએ આપનો કિંમતી સમય મને આપીને મારા પર ઉપકાર કર્યો છે. મારા પર આપે જે વિશ્વાસ મુક્યો છે, તેનો બદલો હું જરૂર વાળી આપીશ.(સાતસો રૂપિયા ઉછીના લઇ ગયો તે આપી દે પહેલા-એમ કોઈ એ ધીરેથી કહ્યું.) અને…..”
“એય આપણે કોઈ નાટકનું રિહરસલ નથી કરતા” જીલો ખિજાયો.
“એને બોલવા દો….કયારેક જ થેન્ક યુ કહેનારો આવું સરસ બોલે છે. ”મેં બધાને શાંત પાડ્યા.
પછી બધાને ખ્યાલ આવ્યો કે ટીનો આજે કેમ આટલો બધો લાગણીશીલ અને પ્રજામય ? એનો કહેવાનો મતલબ એવો હતો કે, તાજેતરમાં આનંદીબેને રાજીનામુ આપ્યું; તો CMની જગ્યા ખાલી પડી છે. અને એને CM બનવું છે.
“તને કોઈ નેતાગીરીનો એક્સપિરિયન્સ ખરો ? ” જિલ્લાએ ઘા બોલિંગ કરીને ટીનાને ડઘાવ્યો.
“સ્કૂલમાં ઉપરા ઉપરી ત્રણ વાર હું મોનિટર રહી ચુક્યો છું. કોલેજમાં GS માટે ઉભો રહેલો. સામે વાળી પાર્ટીએ મને મનાવ્યો બાકી તો GS હોત કે નહિ ? ” ટીના એ થોડા પુરાવા આપવા ટ્રાય કરી.
“એ વાત અલગ છે ટીના, આ કોઈ ક્લાસ કે કોલેજ નથી. ”
“અરે એક પણ છોકરો ચહકતો ખરો ? કેમ દિલા તું બોલતો નથી? ”
“હા યાર એ વાત તો સાચી છે, અમે બંને એક ક્લાસમાં હતા”
અમે બધાએ ટીનાને સમજાવ્યો પણ તે તો આજે રીતસરની જીદ લઈને બેઠો હતો. એમાં અમે વાતો કરીએ ને પટેલવાડની પોળનો રાકલો વાત સાંભળીને ઉભો રહી ગયો; અને ટાપશી પુરી ને નીકળી ગયો.
“ટીના, તું આમ તો હાલ ખરો”
રાકેશ એટલું બોલ્યો એમાંતો અમારો ટીનો આવી ગયો જબરો ફોર્મમાં. કુદકા મારી મારીને લીમડાની ડાળે વળગે.
“બસ હવે CM બનીને બતાવીશ” ની લવારીએ ચઢી ગયો.
આ બધામાં મને એક તુક્કો સુઝ્યો. મને કંઈ સુઝે એટલે એનો અમલ કરી જ દઉં ? જરા પણ અભિમાન રાખ્યા વગર.
“ટીના,તું CM બનીને પહેલું સ્ટેપ કયુ લે ? ”
“ગુડ કવેશ્ચન; પહેલા તો આનંદીબેને જે કામોમાં થોડી કચાશ રાખી તે પુરા કરી દવ. એક તો જે ટોલ ટેક્ષ પ્લાઝા પર હજી ય ટેક્ષ લેવાય છે તે બંધ કરી દઉં અને બીજું કે પાટીદારો પર જે કેશો પેન્ડિંગ છે તે બધા માફ ને સાફ”
“કેમ તું પટેલ છે એટલે ટીના ?”
“તું વચ્ચે સળી કર્યા વગર નહિ રહી શકે?” જીલો જીગા પર અકળાયો
“તું આગળ ચાલુ રાખ ને, CM બનીશ એટલે પાછળ લોકો બોલવાના તો ખરા” હકાએ આજે ટીનાનો પક્ષ લીધો. મને લાઈટ થઈ ગઈ કે કેમ હકો આજે ટીનાના પક્ષે.
“ત્રીજું કામ એકદમ જોરદાર કરું. જેટલા નેતાઓ વિધાનસભામાં જેટલા કલાક હાજરી આપે એ મુજબ એ લોકોને પગાર” અમે બધાએ તાળીઓથી વધાવી લીધો.
“ રહો રહો, હજી બીજું મહત્વનું સ્ટેપ એ લઉં કે, જે લોકો રીટાયર થાય એમને રાહત આપી દઉં. રીટાયર બાદ કોઈ એક્સ્ટેંશન નહિ, આટલી બધી બેરોજગારીમાં વળી રીટાયર એક્સ્ટેંશન કેવું ? ”
“સાચી વાત છે, એટલી ઉંમર નોકરી કરી તો બહુ થયું. વાહ વાહ ટીના વાહ, તું તો ખરેખર CM બનવાને લાયક છે”
“લાયક નહિ, બની ગયો ભાઈ ટીનો બની ગયો” નરીયાએ ટીનાને ઊંચકી લીધો
“આ બધાએ તને સપોર્ટ કર્યો છે એનો હું આઈ વિટનેસ અને ઈયર વિટનેસ પણ ખરો.” મેં કહ્યું એમાં જીગો રઘવાયો થયો અને રઘો મુંજાવા મંડ્યો.
“આઈ વિટનેસ તો ઠીક પણ ઈયર વિટનેસ ?? ” બંને તાડુકીયા. (નોંધ: આજ રોજ એક નવા શબ્દની શોધ)
“અલ્યા ડફોળો, એટલું ઈંગ્લીશ પણ નથી આવડતું ? ” હકો બેઉ પર ગીન્નાયો.
“હકા, લેટ મી એક્સપ્લેન. આઈ વિટનેસ મતલબ આપણી સગી આંખે જોયેલ હોય તે અને ઈયર વિટનેસ મતલબ સગા કાને સાંભળેલ હોય તે સાક્ષી” મેં કહ્યું એટલે બધાં પાછાં માની યે ગયા
“દોસ્ત એકવાત તો માનવી પડશે, ટીનાએ આજે CMની છપ્પરફાડ એક્ટિંગ કરી. ” રઘાએ કહ્યું
“ફાડું રઘલા, તારે મારું કેન્વાસીંગ ના કરવું… ”ટીનાએ રઘાને શાંત કરવા માટે કહ્યું પણ જેમ્સ બોન્ડ જીગાએ એને ચૂપ કરી દીધો.
“ટીના, તારા ફાધર, દોડતા આ બાજુ આવે છે ને હાથમાં લાકડી છે”
“હું જાઉં છું જરા સાચવી લેજો” કહીને ટીનો તળાવના અંધારામાં અલોપ થઇ ગયો.
અઠવાડિયા પછી ટીનાના શરીરમાંથી CM બનવાનું ભૂત નીકળી ગયેલું અને જેમ્સ બોન્ડ જિગાનાં લેટેસ્ટ પરિપત્ર મુજબ ટીનાના ફાધર તો લાકડી લઈને એમના કામે નીકળેલા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

4 Responses to મારે CM થવું છે !

  1. સુરેશ કહે છે:

    આજે પહેલી જ વાર તમારા બ્લોગ પર લટાર મારવાનું મન થયું , અને આ વાર્તા હાથ ચઢી ગઈ અને એની શૈલી પર ઓવારી ગયો. આમ જ લખવાનું ચાલુ જ રાખજો.
    સર્ફિંગ લગભગ બંધ છે, અને ફરી આવી ન શકું તો માઠું ન લગાડતા.

  2. aataawaani કહે છે:

    વાર્તાના કસબી રિતેશ તારી વાર્તાઓ આકર્ષક હોય છે મને બહુ ગમે છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s