મિત્રતા

મિત્રતા

એકથી બાર વર્ષની અવસ્થામાં બનેલ મિત્રતાને હું પવિત્ર મિત્રતા ગણું છું. સાથે રમે, મસ્તી કરે, મોજમજા અને ઝઘડે પણ ખરા. ફરી બીજા દિવસે એજ ચક્ર ચાલે. કોઈ ઊંચ નિચ્ચનો ભેદ નહિ કે નહિ અમીરી ગરીબીનો ભેદ ! હું જયારે નાનો હતો ત્યારે, બધા મિત્રો ભેગા મળીને એક જ રમત રમતા. એવું નહિ કે અડધા પકડ દાવ રમે ને અડધા આમલી પીપળી રમે. રમતાં રમતાં લડી પડતા, પણ એવું નહોતું બનતું કે રમવાનું છોડી દેતા. રમવાનું હોય કે લડવાનું કોઈ ગંદુ રાજકારણ નહિ. બધા ઘરેથી ખાવાની વસ્તુ લઇ આવે અને ભેગા મળીને ખાવાનું.
સાથે તમે મોટા થયા હોય, ઘણી રમતો રમવાનું શીખ્યા હોય. ઘણું નવું જાણ્યા હોય, એમની પ્રસંશા પામેલા હોય. એવા બધા મિત્રો વચ્ચેથી વિદાય લેવાનો પ્રસંગ કેટલો અકળાવનારો હોય છે તે અનુભવ્યો હોય તે બતાવી શકે. મારી જેમ ઘણાંને આવા અનુભવ થયા હશે. હું તો એવા મિત્રો સાથે મોટો થયેલો છું કે જેમને સ્કૂલે જવું એટલે માથાનો ઘા ! તે લોકોએ કૃષ્ણ અને સુદામાના પાઠ પણ નહિ ભણેલા. હું એ પ્રખ્યાત કવિતા બધા ને ગાઈ સંભળાવતો, અને તેઓ ખુશ થઈને એવું માનતા કે હું ખુબ હોશિયાર છું.
વિદાયની પળો મને આજે પણ યાદ છે. મારા બધા મિત્રો મને મળવા માટે ચોકમાં એકઠા થયેલા. જેમ મારા મિત્રો હતા તેમ મારા ભાઈ-બેન અને માબાપના પણ મિત્રો હોય. અમારા ફેમિલીને વિદાય આપવા માટે આખું ગામ રડેલું, એમ કહીશ તો અતિશયોક્તિ નહિ ગણાય. મેં સૌથી વધુ રડતા મારા દાદીને જોયેલા. એક પ્રસંગ જે મારા દિલના ખૂણામાં સચવાયેલો છે તે કદાચ જીવનનો સૌથી ઈમોશનલ પ્રસંગ છે.
અમે લોકો શહેરમાં જવા માટે પ્રસ્થાન કરવાના એક દિવસ પહેલા, હું બધા મિત્રોને મારી ખુશી વહેંચતો હતો. એમાંથી વાલજી ( અમે એને વાલો કહેતા) તે મારે માટેથી એટલો બધો ઉદાસ હતો કે મને એની કોઈ નોંધ નહોતી. મને કદી એવું નહિ લાગેલું કે મારી એની સાથેની મિત્રતા એટલી પવિત્ર હશે ! હું સાંજે જમીને ફળિયામાં બેઠેલો કે તે આવ્યો, કદાચ તે મારા જમવાનું પુરી થવાની રાહ જોઈને જ બેઠો હોય.
“ મારી સાથે ચાલને, પછી આવતો રહેજે”
હું કશું પણ વિચર્યા વગર એની સાથે ગયો. એના ઘરના વાડામાં મને લઇ ગયો. મને ઉભો રાખીને એ ઘરમાં ગયો અને એક થેલી લઇ આવ્યો.
“ આમાં ઘણી લખોટીઓ છે, બે ત્રણ સારા ભમરડા પણ છે અને માચીસની છાપું. તારે જેટલુ જોઈએ એટલું લઈલે.” કહીને એને થેલી પહોળી કરી દીધી. હું તો એકદમ દિગ્મૂઢ, શું બોલું કે શું રિએક્શન આપું ?
“ વાલા, શેરમાં તો આવી રમતો નહિ રમતા હોય, પણ તું મને શું કામ આપે છે ? આ બધો તારો જીતેલો ખજાનો છે. ”
“ એક કામ કર, આ આખી થેલી તું રાખી લે, પણ ભાડુકા છોડીને ના જઈશ. તારા વગર મને રમવાનું નહિ ગમે ”
હું કશું પણ લીધા વગર નીકળી ગયેલો. ત્યારે તો ગામડામાંથી સિટીમાં જવાની ખુશીમાં મેં કશું વિચારેલું નહિ. પણ જયારે ગામ છોડીને રોડ પર ટ્રક ચડી કે વાલાની ઉદારતા અને મારા પ્રત્યેની લાગણી એ હું આંસુઓને રોકી નહોતો શક્યો. ત્યાર બાદ તો મેં ઘણા ગામો બદલ્યા. સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, બોર્ડિંગ સ્કૂલ અને કંપનીઓના સહવાસે ઘણાં મિત્રો બન્યા. દેશ છોડીને પરદેશમાં આવ્યો તો 30 થી વધુ દેશના મિત્રો મળ્યા.
આ મિત્ર પુરાણ લખીને મારા મનોરથ પુરા થયા એવા મારા સર્વે મિત્રોના પોત પોતાના મનોરથ પુરા થાય એવીજ હું ભગવાનને પ્રાર્થના કરું છું.

HAPPY FRIENDSHIP DAY TO ALL MY FRIENDS, AROUND THE WORLD ! LOVE YOU !!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to મિત્રતા

 1. Vimala Gohil કહે છે:

  મૈત્રી દિવસની યાદો ભરી શુભકામના. લાગણી ભરી સ્મરણયાત્રા.
  દરેકના જીવનમાં એક “વાલો” હોય જ છે, જે દિલના નાનકડા ખૂણે સંતાઈને બેઠો હોય છે;
  જે માત્ર મૈત્રી દિને જ નહી પણ અંદર બેઠે અવાર-નવાર ટહુકો કરતો રહે છે, ને આપણને મોર જેવો થનગનાટ કરાવી જાય છે.
  પછી આપણને ન્રુત્ય ભલે ના આવડતું હોય!!!! તોય નાચી લેવાય છે!!!
  ફરી-ફરી આજના દિવસે મિત્રતા સભર શુભેચ્છઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s