પનોતો

પનોતો

બાળકો ઉપર જેટલું હેત આવે એનાથી બમણું હેત પૌત્રો પર આવે. વ્હાલનો વરસાદ તો દરેક પર વરસી જાય છે. કોઈની પર વધુ તો કોઈની પર ઓછો. ડોનાલ્ડ ડ્રંક પર જે વરસાદ વરસતો હતો તે એક વાદળું હતો. અને એ વાદળું હતું આરવ. એના ઘરનાં બધાં એવું કહે છે કે આરવ અને ડોનાલ્ડ ડ્રંક; બેઉનો જન્મ એક સાથે થયેલો. બેઉનો ઉછેર પણ આજ ઘરમાં થયેલો.
ડોનાલ્ડ ડ્રંક એટલે બિલાડો. આરવના પિતાજી કાયમ બિલાડી પાળતા. એક બિલાડીની ચોથી પેઢી એટલે ડોનાલ્ડ. એની માંએ પહેલી પ્રસુતિમાં ત્રણ બચ્ચા આપેલા. થોડા વખતમાં ત્રણે મરી ગયેલા. બીજી પ્રસુતિમાં એક જ બચ્ચું અને તે આ ડોનાલ્ડ. આરવને કાર્ટુન ચેનલો જોવી ખુબ ગમતી. આથી તેણે તેના મનગમતાં કેરેક્ટર ડોનાલ્ડ પરથી બિલાડાનું નામ ડોનાલ્ડ રાખી દીધું. ડોનાલ્ડ તો આરવના હેત હેઠળ દિવસ ને દિવસે તગડો થતો ગયો. આરવ એને ખુબ સાચવતો. દિવસમાં જેટલી વાર યાદ આવે એટલી વાર એને દૂધ પાતો કે કશું ખાવાનું આપતો. આથી તે જંગલી બિલાડા જેવો બની ગયેલો. ખુબ દૂધ કે વધુ પડતા ખોરાકને લીધે એ સુઈ રહેતો. આરવ ને જ્યારે એની સાથે રમવું હોય ત્યારે તે સૂતેલો માલુમ પડે. સ્કુલેથી આવે કે તરત જુએ તો ડોનાલ્ડ સુતો હોય. દારૂડિયો દારુ પીને પડ્યો હોય તેમ સુતો રહેતો; આથી એનું નામ પડી ગયું ડોનાલ્ડ ડ્રંક.
ડોનાલ્ડને વધુ પડતા લાડકોડ એટલે મળતા કે આરવ પણ ઘરમાં ખુબ લાડકો હતો. આ ઘરમાં આરવનો જન્મ ઘણો મોડો થયો હોઈ, એને લાડકોડ ખુબ મળતા. જેનો સૌથી વધુ લાભ ડોનાલ્ડને મળતો. આથી આડોશી પાડોશી સૌ ડોનાલ્ડ વિષે એવું કહેતા કે ડોનાલ્ડ તો પનોતો પુત્ર છે. ઘણે  ખરે અંશે  કદાચ બધા ખરાં હતા. બધા છોકરા સ્કુલેથી આવે એટલે રમવા માટે કે ટીવી જોવા માટે આતુર હોય. આરવ તો સ્કુલેથી છૂટે કે સૌથી પહેલા ઘરે આવીને ડોનાલ્ડને મળે. ડોનાલ્ડ સુતો હોય તો આરવના એક અવાજે તે જાગી જાય. થોડું વહલ કરીને આરવ સ્કુલ યુનિફોર્મ બદલીને ફ્રેશ થવા ચાલી જાય. ફ્રેશ થયા બાદ એને દૂધ આપે. બિસ્કીટ, ખારી કે બીજું કોઈ ફૂડ આપીને પોતે રાજી થાય.
એ બધી વિધિ પતે કે દીવાકાકા સાથે મકાન પાછળની લોનમાં જાય.
“ આરવ બાબા, બિલાડી સાથે આટલો બધો નેહ મેં કોઈનો નથી જોયો ” કામવાળા દીવાકાકા એને લાડમાં આરવ બાબા કહેતા.
“ હશે, પણ મને એક વાત કહો કે બિલાડીના બચ્ચા સાથે રમવામાં કોઈ જોખમ તો નથી ને ? ”
“ ના રે ના, એમાં જોખમ કેવાનું ! કોઈ બિલાડીના બચ્ચા સાથે આટલું મમત રાખે તેવું નથી જોયું ”
“ કોણ જાણે કાકા, પણ મને એની સાથે રમવાનું ખુબ ગમે છે. ” કહીને આરવ ડોનાલ્ડ સાથે રમવાં લાગી જતો.
રોજે લોનમાં ડોનાલ્ડને બોલ થી રમાડતો. ડોનાલ્ડ પણ બોલ પાછળ ભાગતો. બંને એવી રીતે રમતા કે જાણે સમય પણ બેઉને રમતા જોઈ ઈર્ષ્યા કરતો. ઘણી વાર આરવના મિત્રો પણ એની સાથે રમવા આવતાં. એના મિત્રો જોકે આરવ પર ગુસ્સે થતાં. કારણ સ્પષ્ટ હતું કે, કદી આરવ એમની સાથે રમવા નહોતો જતો. પણ એ લોકોને જ આરવના ઘરે રમવા આવવું પડતું.
હવે તો ડોનાલ્ડ પણ આરવ સાથે એવો હળી મળી ગયો હતો કે, જયારે આરવ સ્કુલે જાય ત્યારે સુનમુન રહેતો. શરુ શરુમાં એના ડેડી અને મમ્મી તો આરવ, બિલાડીના બચ્ચા સાથે રમે તે પસંદ નહોતું. આથી તેઓ ડોનાલ્ડથી આરવ ને દુર કરતા. પણ જેવા તેના ડેડી અને મમ્મી ઓફિસે જાય કે ડોનાલ્ડ સાથે રમવા લાગે. જેનું પરિણામ એ આવ્યું કે આરવ અને ડોનાલ્ડ ખાસ મિત્રો જેવા બની ગયા. “ મને એવું લાગે છે કે, આપણે ડોનાલ્ડને કશે મૂકી આવો જોઈએ. ” આરવની મમ્મીએ એના ડેડીને કહ્યું.
“ આમ તો ભલે રમે એની સાથે. આપણે બેય તો આખો દિવસ ઘરે નથી હોતા. ”
“ આપણે ભલે ના હોય પણ દીવાકાકા તો એનું ધ્યાન રાખવા વાળા છે. ” એની મમ્મીએ છટક બારી બતાવી. ત્યાજ દીવાકાકા એ આવીને કહ્યું.
” શેઠ, તમે બેય તો આખો દિવસ હોતા નથી. હું તો ઘરનો નોકર છું. પ્રેમ કરવા કે પ્રેમ કરવા વાળું કોઈક તો જોઈએ ને ? ”
“ શું કરીએ દીવાકાકા ? એમ કાંઈ આવો જોબ પણ કેમ છોડી  દેવો ? ”
“ દીવાકાકા સાચું કહે છે. આપણે એને સ્નેહ અને હેત આપવું જોઈએ. આપણે નથી આપી શકતા તો પ્રેમ કોઈ બીજી દિશામાં તો ફંટાવાનોજ ! ”
“ હા શેઠ, અને મને પણ ઘણી રહતા રહે છે. v
ત્યાર બાદ તો એના ડેડી કે મમ્મી પણ આરવને ડોનાલ્ડ સાથે રમવા રોકતા નહિ. આથી આરવને ડોનાલ્ડ સાથે રમવા માટે મોકળું મેદાન મળી ગયું. ઘણી વાર તેના ડેડી અને મમ્મી જોડે બેઠા હોય ત્યાં તે ડોનાલ્ડને લઈને જતો. ડોનાલ્ડ ને તે ખોળામાં બેસાડી ને રમાડતો, ખાવાનું આપતો. આથી ઘણી વાર ખુશીમાં ને ખુશીમાં ડોનાલ્ડ એમનાં ખોળામાં પણ ચાલ્યો જતો. અને વળી આરવના ખોળામાં આવી જતો. એક દોર એવો આવ્યો કે ડોનાલ્ડ ઘરનાં બધાનો માનીતો બની ગયો.
ઓફિસે જતાં પહેલા એકવાર બેય જણ ડોનાલ્ડ સાથે ગેલ કરીને જતા. દીવાકાકાને તો એવું લાગ્યું કે ડોનાલ્ડ એક ઘરનો સભ્ય છે. તેઓ થોડા રીલેક્ષ પણ રહેતાં.
આરવ તો ડોનાલ્ડ સાથે એવો હળી મળી ગયો કે, કોઈ વિભિન્નતા નહિ !
પરિવર્તન એ સંસારનો નિયમ છે એમજ અતિની કોઈ ગતિ નથી હોતી.
સુખના દિવસો બહુ જલ્દીથી નીકળી જાય છે; એ વીધીએ ડોનાલ્ડ તો ખાઈ પીને તગડો બની ગયો છે.
એ અરસામાં સિટીમાં એક નવો રોગ આવ્યો. એ રોગ એવો હતો કે ઉંદરથી ફેલાતો હતો. પ્લેગ જેવો, પણ પ્લેગ નહિ. દિન બ દિન એ રોગથી માણસોનું મરવાનું પ્રમાણ વધી ગયું. આથી સરકારે રોગને કંટ્રોલ કરવા માટે ઘરે ઘરે ઉંદરને નાશ કરવાનું બીડું જડ્પ્યું.
આવીજ એક ટીમ આરવના ઘરે આવી પહોંચી. આરવના પેરેન્ટ ઓફીએ ગયા છે. આરવ સ્કૂલે ગયો છે. દિવાકાકા એકલા જ ઘરે છે. ઘરમાં પેસ્ટિંગ કરતા એક વ્યક્તિએ ડોનાલ્ડને જોયો. આથી બેગમાંથી બિસ્કિટ કાઢીને રાખ્યા કે ડોનાલ્ડ તો દોડી આવ્યો. આથી પેલા ભાઈએ એને પકડી લીધો. પેસ્ટિંગનું કામ પતાવીને ટીમ બહાર નીકળી કે દીવાકાકાએ જોયું કે એક ભાઈ ડોનાલ્ડને લઈને જતો હતો.
“ સાહેબ, આ તો બહુ માનીતો ડોનાલ્ડ છે. બધાને ગમી જાય એવો છે; લાવો એને ”
“ ઓ કાકા, તમને ખબર છે કેટલા લોકો મરી રહયા છે ? આને તો અમે લોકો જંગલમાં છોડી દઈશું. દેખાય છે પણ જંગલી બિલાડો ”
દિવાકાકાએ ઘણા ધમપછાડા કર્યા પણ પેલા ઓફિસરે ડોનાલ્ડને ના જ છોડ્યો
“ સાહેબ , આ તો આ ઘરનો પનોતો પુત્ર છે, કોણ જાણે આરવ બાબાની હાલત કેવી થશે ? ” એમ બોલીને વલોપાત કરતા રહ્યાં.
“ બિચારા આરવ બાબા, એકતો એના માબાપને એની સાથે રહેવાની ફુરસદ નથી. પ્રેમ કે સ્નેહની હૂંફ આપતા નથી. એક ડોનાલ્ડ હતો જેની સાથે બાબા પોતાનો પ્રેમ વહેંચતા હતા. સાહેબ પાસે પૈસા છે પણ સમય નથી. સાહ્યબી છે પણ સ્નેહ માટે ફુરસત નથી. ભગવાન…..આરવ બાબાને સહન કરવાની શક્તિ આપજે.” એમ બોલીને નીશાસો નાખતા બેસી ગયા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s