ઘમ્મર વલોણું-૨૮

ઘમ્મર વલોણું-૨૮

દિવસ ભરના કામોને આટોપીને સાંજનું જમણ પૂરું કીધું. થોડીક હળવી પળો બાદ ઉઠી જવાયું અને પગલાંને એક એવો આદેશ મળ્યો. એ આદેશ તો જાણે એવો હતો કે એમાં મારું સ્વમાન હણાતું નહોતું. એક વિશાળ ખંડમાં દાખલ થયો. સામેજ બહુકર અને માથે રત્ન જડિત મુગુટ ધારી માંની મૂર્તિ બિરાજમાન છે. દીવડાના અજવાળામાં માંનું મુખ એકદમ દીપાયમાન અને સોહામણું લાગે છે. તેમનું આવું દિવ્યરૂપ જોઈને મારા બે હાથ જોડાઈ ગયા; અને માથું વંદના ભાવ સાથે નમાવ્યું. મનમાં થયું કે હમણાં માંનો એક હાથ લાંબો થશે અને મને આશિષ આપીને ઉજાગર કરશે. ધૂપ સુખડ, ચંદન અને ધૂપસળીઓ પોતાની જાતને બાળીને; પોતાની મહીં છુપાયેલી ખુશ્બૂને ફેલાવે છે. ધૂપસળી અને ગૂગળનો ધૂપ આખા ખંડમાં એક ખુશ્બૂદાર ધોધ વહાવે છે.

આવાં મનભાવન અને પવિત્ર વાતાવરણમાં થોડી વાર રહ્યો કે દિલમાંથી ભક્તિ અને સ્તુતિ ભાવો તરવરી રહ્યાં. જીભ પાર માઁને વિનવતાં, ભજતાં અને મનાવવાના શુરો વહી રહ્યા. સ્તુતિના ધીમા શુરો એ મનભાવન ખુશ્બુ સાથે વહી રહ્યા છે. પળો તો એવી વહી રહી છે કે આનાથી વિશેષ પળો હોઈ જ ના શકે ! નવરાત્રીમાં તો માઁની હયાતી સર્વત્ર હોય અને હું તો સાક્ષાત એમની મૂર્તિ સામે હાથ જોડીને એમના આશિષ લેવા તલપાપડ ! સઘળા ગુનાઓ અને પાપનું પાયશ્ચિત કરવામાં જરાપણ પાછો નહિ પડવાના નીર્ધાર સાથે અડગ ! સ્તુતિઓમાં સઘળું વર્ણન કીધું હાથ જોડાયેલા રાખ્યા અને માથું નમેલું. ભક્તિના પાવન પ્રસંગ એવા નવરાતમાં તો માં જનની પોતાની અપાર અમી દ્રષ્ટિ રાખેજ એવા ભાવો સાથે તો મનના વિશ્વાશો દ્રઢ્ઢ છે.

ખંડમાં પથરાયેલ પૂર્ણિમાનું અજવાળું અને ધૂપની મનભાવન સોડમ લઈને કોઈ પણ મૂર્તિમાં જીવ આવી જાય. જ્યારે આ તો માં જનનીની મૂર્તિ હતી અને સોળે શણગારથી સજ્જ. મારી આંખો તો હજી માઁની મૂર્તિ સામે મીંચાયેલી જ છે કે એ બંધ આંખો સામે એક એવું અજવાળું ફેલાયું કે આંખોની સભાનતા વિષે શક થયો. હજી તો હું મારી જડતાને ફંફોસું છું કે મારા કાન એકદમ સચેત બની ગયા. આંખો તો હતી એટલી તાકાતથી બીડાઈ ગઈ. હૃદય તો ધબકે છે કે કેમ ? એ ખબર ના પડી. અંગ તો જાણે શિથિલ બનીને જડાઈ ગયું છે. એ શબ્દો મારા કાનને વીંધીને અંદર રુદિયાને હલાવવા લાગ્યા.

અવાહમ ના જાનામિ,ના જાનામિ વિસર્જનમં

પૂજા ક્રમ ના જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વરી

આવું જ કહેવા માંગે છે આ જગત. બારસો ખોટા શબ્દો બોલીને, બાર મહિના પાપ કે જૂઠું આચરણ કરો છો. બાર મહિને એક વાર, ખાલી બાર મિનિટ સ્તુતિઓ કરવાથી હું રીજી જાઉં એટલી ભોળી તમે મને બનાવી દો છો ” એ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યાં. મેં આંખો ખોલીને મૂર્તિ સામે જોયું તો માં જનનીનું પ્રસન્ન મુખારવીંદ જોઈને મારી પ્રસન્નતા બમણી થઇ કે મુંજાતો હતો એ નક્કી ના કરી શક્યો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s