શરીરના ઘણાં અંગો એવા છે જે ગમો કે અણગમો પ્રકટ કરે છે. મન ત્યારે પ્રફ્ફુલિત થાય છે કે જયારે તે ગમતું અનુભવે. વનરાઈઓની વચ્ચેથી નીકળવાનું મને ગમે. આથી મનને રાજી કરવા માટે ઉપડી ગયો. મનને તો હું નાથી શક્યો નથી. એ જે વિચાર કરે કે દોડે, મારે એના તાબે થયા વિના છૂટકો નહોતો. સંગીતની પીન મગજમાં આવીને અટકી ગઈ. સંગીતની દેવી તો માં સરસ્વતી ! સાધના કર્યા વગર જ મળી જાય તે માં ની અપાર કૃપા.
“ માતે, મારા વંદન સ્વીકારી ને મને ધન્ય બનાવો ! ”
“ ધન્ય તો તું છે જ, આ માનવ દેહ પામીને. ”
“ માનવ છું ને એટલે જ વધુ તૃષા ઉદ્ભવે ”
“ કહે, હું વળી તને કઈ રીતે ધન્ય કરી શકું ? મારી પાસે તો વીણા સિવાય કશું નથી. ”
“ એજ જોઈએ મારે, તમે તો સંગીતના દેવી. મને સંગીત અર્ધ્ય કરીને કૃતાર્થ કરો. મારા ગુરુ બનીને મને સંગીત શીખવો. ” હું બે હાથ જોડીને વિનવી રહ્યો.
“ સંગીતની દેવી હું જરૂર છું પણ મેં એવી કોઈ મોનોપોલી સાચવી નથી. જે કંઈ છે તે તો મેં સમગ્ર સંસારને અર્પણ કરી દીધું છે. ”
“ સમગ્ર સંસાર ને ? “”
“ હા વત્સ, પહાડોને વાદીયોમાંથી વહેતા પવનમાં મેં રાગ ને મુકયા છે. ખળ ખળ વહેતા ઝરણામાં સંગીતના શુર રેડ્યા છે. વરસાદની હેલીમાં શૂરો વરસાવ્યા છે. પ્રાણીઓ અને પશુઓમાં મેં વિવિધ રાગો મુકીને એમાં ધ્યાન દોર્યું છે. આ ઉડતા પતંગિયામાં ધીમું સંગીત આપીને લોકોને મનભાવન ઝૂમતાં કર્યા છે. ”
“ દેવી… ”
“ મને ખ્યાલ છે કે તું પોતાને માનવ અને લાલચુ કહીને મારી પાસે વધુ વાનાગી માંગીશ. સાંભળ વત્સ, સંગીત પર કોઈનો ઈજારો નથી. ગમે તે એનો ઉપયોગ કરે છે અને કરતા રહેશે. તને સંગીત શીખવાનો શોખ છે. સરે ગ મા ના શુર જાણવાની તાલાવેલી છે પણ બીજા એ સાંભળીને કાન પર હાથ દબાવી દે છે. ”
“ હા પણ મને તો સંગીત શીખવા માટે અનહદ ગાંડપણ છે ”
“ આ સંસારમાં જ્યાં ને ત્યાં સંગીત વેરેલું છે; જાતે જ શોધી લે. એક તાર મળ્યો કે બીજા શૂરો હાથવગા થઇ જશે. અને જાતે શીખવામાં જે સંતોષ મળશે તે અનુપમ હશે ! ” કહીને તેઓ તો અંતર ધ્યાન થઇ ગયા.
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!