એક મિત્ર ખોયાનો અફસોસ
મારી લેખન શરૂઆત તો હું દશમાં ધોરણમાં હતો ત્યારે થયેલી. કતાર આવ્યા બાદ હું અક્ષરનાદ સાઈટ પર મારું લખાણ મોકલતો. જીગ્નેશ અધ્યારૂના સહયોગે એમાં મારી રચનાઓ પ્રસિદ્ધ થતી. મુ. શ્રી સુરેશ જાનીના સૂચને અને સહયોગે વર્ડપ્રેસમાં સાહિત્યરસથાળનો જન્મ થયો. ત્યાર બાદ તો ઘણા બધા મિત્રો અને સ્નેહીઓ મળ્યા. એમાંના એક મિત્ર એટલે હિંમતલાલ જોશી યાનેકી આતા-અતાઈ. પહેલા તો આતા સાથે ખાલી બ્લોગ ભાવે સ્નેહ હતો. એમાંથી ઇમેઇલ સુધી મિત્રતા વધી. મારી પહેલી શોર્ટ સ્ટોરીનું કલેક્શન પુસ્તક રૂપે પ્રકશિત થયું. જેની જાણ આતાને થતા એમને પણ મને પુસ્તક વિષે વાત કરી. એ દરમ્યાન મેં મારી પહેલી ગુજરાતી ફિલ્મ બનાવી. એકવાર એમને વાત કરી કે હું ગુજરાતી ફિલ્મ બનાવું છું તમારા આશીર્વાદની જરૂર છે. આતાએ મને જે આશીર્વાદ આપ્યા તે થકી મારું ફિલ્મ અને હું બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા બની ગયા. પછી તો અમે ફોન પર પણ વાતો કરતા; અમે કદી મળેલા નથી. મારા ફિલ્મના રાઇટ્સ મેં અમેરિકામાં આપ્યા તો મેં આતાને વાત કરીકે હું તમને મળવા આવું છું. તેઓ ખુબ ખુશ થયેલા. મેં અમેરિકા જવાનો પ્લાન નવેમ્બરમાં કરેલો, મનમાં હું આતાને કહેતો કે જો જો આતા મને મળ્યા વગર જતા નહિ. એમણે એમજ કહ્યા વગર મારી રાહ હમણાં સુધી જોઈ અને હું આતાને ના જ મળી શક્યો.
આતાને મળી ના શકવાનો વસવસો તો મને આખી જિંદગી કોરી ખાશે. આતા તો હવે આપણી વચ્ચે નથી પણ એમની નિખાલસતા, રમુજી સ્વભાવ અને રંગીલો મિજાજ હંમેશા રહેશે.
હરિ ૐ !!!
જિંદગી તો જીવી જાણી, વન વગડા લીધા ભમી
ગામેગામ ફરી અને સ્નેહ જગાડી નવરસ પામી
આતાજીએ તમારા પ્રત્યે જે પ્રેમભાવ વરસાવ્યો તે તમારા માટે પ્રોત્સાહક બની રહ્યો. રીતેશભાઈ! તમે નસીબદાર. અને આવા જ નસીબદાર આતાજીનો પ્રત્યક્ષ/પરોક્ષ પ્રેમ પામનાર સૌ કોઈ….. આપણા સૌ માટે આતાજીની કર્મનિષ્ઠતા પ્રેરણાના સ્રોત સમાન હતી. આપણા માટે આતાજી પ્રેરક બળ બની રહેશે.
સાચી વાત છે હરીશભાઈ ! આતા બધા માટે પ્રેરકબળ સમાન હતા.