ઘમ્મર વલોણું-૩૨


ઘમ્મર વલોણું-૩૨

ભલા, તને કોઈ શરમ જેવું તો હોતું જ નથી છતાં પણ કહેવા મજબુર થવું પડે છે !

શિયાળાની હાડ કડકડાવતી ઠંડી પડી અને અમે લોકોએ શરીરે ગરમ વસ્ત્રો લપેટેલાં. તો પણ અમારા શરીર ધ્રુજતા હોય તેવી તસવીરો જોઈને તને દયા આવી ગઈ !

તારું અનુમાન સાચું હશે કે અમે લોકો એ કડકડતી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોથી સજ્જ થઈને બહાર નીકળતા. શરીરનો આકાર સંકોડી જતો. હડપચી ડગમગી પણ જતી. દંત પંક્તિઓ એકબીજા સાથે અથડાતી.

સમયમાં ફુરસદ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમે તાપણાં સળગાવીને અંગો શેકી લીધેલા તે પણ તને કોઈ એ જાણ કરી હશે. પણ વ્હાલા, હવે તો અમારા અંગો એકદમ સામાન્ય છે. નથી કોઈ કડકડતી ઠંડી કે નથી એવો આકરો વાયુ. ગરમ વસ્ત્રો પણ સ્વચ્છ કરીને પાછા એમની જગ્યાએ મૂકી દીધા છે. તાપણાંનું કોઈ નામ પણ નથી લેતું.

ગરમીની રાહ જોતા ત્યારે કોષો દૂર એના ભણકારા પણ નહોતા સંભળાયા.

અરરે રે…..લોકોની આ હાલત જોઈને તને જરા પણ દયા નથી આવતી ? નાહવા માટે ગરમ પાણીની જરૂર ના પડે એ દલીલ થી અમને સંતોષ નથી….ગરમ દાહ આપતો તારો ગુસ્સો તો કાળજા ય બાળી દે છે વાલીડા !

ત્યારે કરેલી વિનંતી અત્યારે પુરી કરવા આવ્યો છે એમ કહીને ઉપરથી ઉપકાર પણ કરે છે, એવું બોલતા જરા પણ શરમના ભાવ નહિ ! આને ઘોર અત્યાચાર નહીતો બીજું શું કહેવાનું ? ઠંડીમાં રૂડા ગરમ વસ્ત્રો પહેરી લેતા ને સુરક્ષિત બની જવાતું. પણ આ ગરમીથી બચવા વસ્ત્રો દૂર કરી લેતા તો ડામનો આહકારો આવી જાય છે ! તને નિર્દયી કહેવો કે પાશવી ?

“પુરી થઇ ગઈ વાત? બધી ભડાશ બહાર નીકળી ગઈ ?” એમ બોલીને ઉનાળાએ મને આગળ બોલતો અટકાવી દીધો.

“આને ભડાશ કહે છે?”

“હા, કારણ કે શિયાળામાં ઠંડી પડે તો પણ કકળાટ કરવાનો…ચોમાસામાં બહુ વરસાદ પડે તો પણ કકળાટ! હવે બહુ ગરમી પડે છે તો પણ…. ”

“અચ્છા તો…”

“મારી વાત હજી પુરી નથી થઇ…. એક મિનિટ માટે વિચાર. અન્ન માટે વલખા મારતા લોકોને યાદ કર…જોકે તને તો અત્યારે મારા પર આકરા પ્રહારો કર્યા સિવાય બીજું કશું નહિ સૂઝે ”

હું હજી તો મારા સ્વબચાવ માટે બોલવા જતો હતો કે એક શીતળ હવાની લહેરખી મારા કપાળ પર રમવા લાગી કે હું ફરી લખવા લાગી ગયો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to ઘમ્મર વલોણું-૩૨

  1. vimala કહે છે:

    કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી સામે ફરિયાદ કરતા રહેવાની માનવ સહજ  પ્રક્રુતિ સાથે
     “હું હજી તો મારા સ્વબચાવ માટે બોલવા જતો હતો કે એક શીતળ હવાની લહેરખી મારા કપાળ પર રમવા લાગી કે હું ફરી લખવા લાગી ગયો.” જેવા વાક્ય દ્વારા પ્ર્ભુની અપરંપાર કૄપાની અનુભુતી કરાવી દીધી.

  2. પિંગબેક: ઘમ્મર વલોણું-૩૨ – ગુજરાતી બ્લોગ જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s