કાના
આ મોતી સા બીન્દુડા વીણી ભરું છાબડી
ખોબલે ને ખોબલે હું ભરીશ એને થાબડી
જતન કરી રાખ્યા જેહ હેતથી રૂડા વધાવી
વ્હાલે પરોવીને નવલી તારી માળા બનાવી
ખીલી ઉઠી જો પ્રભાતે ને વેરતી કુંજે સ્મિત
મઘમઘી ઉઠ્યું છે મારું વનરાવન કેરું હેત
ચૂંટી ચૂંટી ને એને વીણું સખી હૈયે મલપતી
જોઈ લે જે તું માધવ હું વાત કોઈને ના કેતી
હસમુખડી થઈ છોડે આજ ખીલી છે કળીઓ
તારી પ્રીતે થઇ ઘેલી ભલે વધે છો વેરીઓ
માળા પહેરાવીશ તને ફૂલડે વધાવીશ કાના
મુખ ના ફેરવીશ ભલા કરે રાધા અછોવાના