માથા ફરેલો મથુર

માથા ફરેલો મથુર

અમારી ટોળીને મેં ટીખળ ટોળી નામ આપ્યું છે. એકવાર દલો આવીને મારા પર તૂટી જ પડ્યો. એક બે ઘુસ્તા તો હું કંઈ બોલું તે પહેલા મને પડી ગયા. આગળ લખતા પહેલા એક ખાનગી અને બધાને લાગુ પડતી વાત કહી દવ. અમારા મહેલ્લામાં કોઈએ, બીજાને વાત વાતમાં કે ગમે તેમ ગાળ, તમાચો, ઘુસ્તો, કિક કે ધક્કો; માર્યો હોય તે જો તરત વસુલ ના કર્યો હોય તો મસ્તિસ્ક ડાયરીમાં ટપકાવી લે. જયારે મેળ આવે ત્યારે વસુલ કરી જ લે, બને તો વ્યાજ સાથે ! હું આગળની વાત લખતા એટલે અટકી ગયો કે, દલાને મારે એ ઘુસ્તા વ્યાજ સાથે વસુલ થઇ શકયા નથી એનો અફસોસ છે. અત્યારે જ ભગવાનને પ્રાર્થના કરુ છું કે મને એવો મોકો આપે કે મારી વસુલાતનો સુખદ અંત આવે !
બે ઘુસ્તા માર્યા બાદ એ બગડ્યો “ બે ત્રણને લીધે બધાને કેમ બદનામ કરે છે ? ” સાંભળીને હું તો ઓટલા સાથે મૂર્તિની જેમ જાડાઈ ગયો. બે ઘુસ્તાના દર્દે આગળ વિચારી નહોતો શકતો કે દલાને વ્યાજબી વાત ને લઈને. “ બોલ ને ? ” મને એને ઢંઢોળ્યો. ફરી એકવાર બે ઘુસ્તા મસ્તિસ્ક ડાયરીમાં બોલ્ડ અક્ષરે લખીને મેં પૂછ્યું.
“ ઘરે ઝઘડીને આવ્યો છે કે શું ? ”
“ એ બધું જવા દે પણ મને એ કહે કે; બે ત્રણને લીધે બધાને કેમ બદનામ કરે છે ? ”
“ કોણ બે ત્રણ ? અને કોણ બદનામ ? ”
પછી તો સારી એવી ચાલી. પણ દલાની વાત સાચી હતી. દલો સાચો ને એની વાતેય સાચી. અમારી ટોળીમાં દલો,ટીનો અને નરીયાને બાદ કરતા બીજા બધા શાંત હતા. જીલો એક એવી હસ્તી કે આ ત્રણમાંથી કોઈ બે હોય તો એ ય ભેગો ભેગો તોફાની બની જાય. બાકી શાંત હો !
દલાની રજૂઆત એવી હતી કે એ ત્રણ તોફાનીયાને લીધે આખી ટોળીને; ટીખળ ટોળી તરીકે હું કેમ વગોવું છું ? તો મેં એને જવાબ આપ્યો કે એ એકદમ શાંત બનીને બેસી ગયો.
“ અલ્યા ડફોળ, હું ય એ ટોળીમાંનો ખરો કે નહિ ? ”
દલો કોઈ દિવસ કોઈને નડે નહિ, મને બે ઘુસ્તા મારી ગયો તેની નવાઈ લાગતી હતી. પછી તો એને ઘણો પસ્તાવો થયો. ઘણો કરગર્યો ને માફી પણ માંગી લીધી. મેં પણ એને અભિમાન રાખ્યા વગર માફ કરી દીધો. એને માફ કરી દીધો હોવા છતાં ય પેલા બે ઘુસ્તા હજી ચરચરતા હતા. શું તમને એવું લાગે છે કે હું એ વસુલ કરી શકીશ ?
હવે આ દલાની અને અમારા મહેલ્લા વાળાની વાત કરવામાં વચ્ચે મથુર કેવી રીતે આવશે ? એને લઈને કોઈ ઉહાપોહ ના થાય તે માટે કહીજ દવ. મથુર બિલકુલ અમારા મહેલ્લાનો નહિ કે નહિ તો અમારા ગામનો ! આમતો જો કે વજોય અમારા મહેલ્લાનો નહિ પણ એ કાયમ અમારી સાથે જ હોય. એ હિસાબે અમે એને અમારા મહેલ્લાનો જ ગણતાં હતા. વજાના મામાનો દીકરો, એટલે આ મથુર ! એનું ગામ ઘણું દૂર હતું એટલે એ કયારેક જ વજાના ઘરે આવતો. વજામાં અને મથુરમાં મુખ્ય તફાવત એક જ હતો કે મથુર ભણતો હતો અને વજો કદી ભણ્યો નથી.
મથુરની પહેલી મુલાકાત અમારી ટોળી સાથે થઇ ત્યારે અશ્કો ને જીલો એક જ ક્લાસમાં. જીલાને વજાની ખેંચવામાં મજા આવે અને અશ્કો વજાથી બીવે.
મથુરને લઈને પહેલી વાર વજો તળાવની પાળે આવેલો. અમારી ટીખળ ટોળીમાં એની ઓળખાણ કરાવી. અમે લોકો બધા વાતોમાં મશગુલ હતા; અલક મલકના ગપ્પા મારતી વાતો અને ફિસિયારીઓ મારતા હતા. કોઈ કોઈ લોકો પોતાનાં પરાક્રમો બતાવીને મથુર પાસે વટ પાડવાની ટ્રાયો કરતા હતા. કોઈએ વળી હું લખું છું એમ પણ કહ્યું.
“ એમાં શું ? હું તો રોજ લખું છું. મારુ લેશન પણ હું જ કરું લઇ લવ છું બોલો ! ” મથુરે પણ પોતાની પોથી વાંચી.
“ એ નહિ બે…. ” ઘાંટો પાડીને ટીનો એને કહેવા જતો હતો કે એક તીણા અને તોફાની અવાજના ગીતે એને આગળ બોલતો રોકી લીધો
“ સાકરીયા શેરડી વાવી મથુરીએ સાકરીયા શેરડી વાવી રે લોલ……” આમ વારાફરતી અશ્કો અને જીલો ગાતા ગાતા આવતા હતા. તો એ સાંભળીને ધમો પણ, એમની સાથે ગાવા લાગ્યો. અને આ બાજુ મથુરના શરીરમાં માતા આવી હોય તેમ ધ્રૂજતો હતો. પહેલી મુલાકાત હતી અને નવો મહેલ્લો ને નવા એના નિશાળિયા. ( નિશાળિયા શબ્દનો પ્રયોગ, પ્રાસ મેળવવા પૂરતોજ કર્યો છે જેની નોંધ લેશો ) મથુર એ વખતનો ગુસ્સો બધો ગળી ગયો.
વળી બે દિવસ બાદ એ વજા સાથે આવ્યો અમારી સાથે રમવા. બનવા જોગ, અમે લોકો ક્રિકેટ રમતા હતા. મથુર પણ અમારી સાથે રમતમાં જોડાયો. જેવો અશ્કાનો દાવ આવ્યો કે એને બોલિંગ માંગી.
“ અશ્કા, એની બોલિંગ થી ચેતજે…બહુ ફાસ કરે છે ” વજાએ ચેતવણી આપી દીધી
“ હુંહ..” વજાની ચેતવણીને ગણકાર્યા વગર સુનિલ ગાવસ્કર જેમ; અશ્કે બેટને બે ત્રણ વાર જમીન સાથે ઠોક્યું. કે બાઉન્ડરીએ ઉભેલા જલાએ બૂમ પાડી.
“ અશ્કા બેટ તૂટ્યું છે તો નવું લઈશ ”
ત્યાંતો મથુરે 40 પગલાંની હાંફ ભરતો બોલિંગ કરવા ગયો. રાજધાની ટ્રેનની જેમ ધૂળ ઉડાડતો બોલ ફેંક્યો ને આ બાજુ અશ્કાએ હુક મારી. પણ મિત્રો એક સાથે કેટલી ઘટના ઘટી તે લિમ્કા બુકમાં રેકોર્ડ થઇ ગઈ. એક તો બોલની સિક્સ વાગી; છતાં બેટ્સમેન આઉટ.
આવું કેમ ? નવાઈ લાગે એવું જ છે. કેમ ? એ ખબર પડી જશે. બીજું કેચ થયો. શેનો કેચ? ગલીમાં ઉભેલ દિલાએ બેટનો કેચ કર્યો. અને વી.કી. એ સ્ટમ્પિંગ કર્યું. મહેલ્લાની આજ સુધીની ફાસ્ટ બોલિંગ થઇ. સીક્સ વાગી, બેટ્સમેન આઉટ, બેટ તૂટ્યું, એના લીધે તે આઉટ પણ થયો.
બે દિવસ પછી જેમ્સ બોન્ડ જીગો ખબર લાવ્યો કે તે દિવસે અશ્કાએ સાકરીયા શેરડી વાવી ગીત ગાયેલું, એનો બદલો મથુરે લીધો હતો. સળવળ સળવળ કરીને થાકેલો ટીનો બોલ્યો
“ એને મથુરીયો એમ કહેવાનું જામતું નથી..બહુ લાબું પડી જાય છે નહિ ? ”
“ હા યાર…તો શું કહીએ એને ? ” હકા એ સાથ પૂર્યો.
“ મથુ….. કહીએ તો કેવું ? ” જીલાએ પ્રસ્તાવ મુક્યો
અમારે તો શું કોઈનો બી પ્રસ્તાવ કે સજેશન માન્ય જ હોય ! એ ધોરણે મથુરને મથુ કહેવાનું નક્કી થયું. અમારી ટોળીમાં કંઈ બી નક્કી થાય તેની સુવાસ તરત ફેલાઈ જાય. એ સુવાસ વજા સુધી પણ ગઈ જ. મથુર તો એના સગા મામાનો છોકરો, એનાથી થોડું છુપાવે. વળી એક દિવસ મથુર વજા સાથે રમવા આવ્યો. ગમે તેમ કરીને તે, જીલાને આંટીમાં લેવા ટ્રાયો કરે.
અને તમે નહિ માનો વાતાવરણે પણ એને સાથ આપ્યો. બધા હનુમાનજીની ડેરીએ બેઠેલા કે જીલો આવ્યો. જેવો તે મથુર પાસેથી નીકળ્યો કે; મથુરે સહેજ પગ ઊંચો કર્યો. આ બાજુ જીલો અલગોટીયું ખાઈને પડ્યો. એવો જમીન દોસ્ત થયો કે બે મિનિટ ઉભો પણ ના થઇ શક્યો. ટીનાએ એને ઉભા થવામાં મદદ કરી
“ જીલા કેટલા ફૂટ થઇ જમીન ? ”
“ તારી તો… કોણે ?? કહીને જીલો બધાની સામે જોવા લાગ્યો. બધાં મનમાં મનમાં હસતાં હતાં અને મથુર દાંત પીસતો દેખાયો.
એ તો બધું તરત રાબેતા મુજબનું થઇ ગયેલું પણ એક વાત નક્કી થઇ ગઈ કે મથુરે બેય ઉપર વેર વાળ્યું ખરું.
મથુર ના ગયા બાદ જીલાને ખબર પડી કે જીલાએ તે દિવસે સાકરીયા શેરડી વાળી કવિતા ગાઈ એટલે મથુરનું માથું ફરેલું.
જો કે એમાં અશ્કો અને જીલો બેય નિર્દોષ હતા, એમને ખબર નહોતી કે ટોળી સાથે મથુર પણ હશે. તાજે તાજી ક્લાસમાં કવિતા ગવાયેલી આથી બેય ગાતા ગાતા આવ્યા ને માથા ફરેલો મથુર મનમાં ગુસ્સે થઇ બેઠો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s