ઘમ્મર વલોણું-૩૯

ઘમ્મર વલોણું- ૩૯

ઘરમાં બાળકોનું રીડિયા રમણ, ટીવીનો ઘોંઘાટ, હુંસાતુંસી કરતા ઘરનાં લોકો. કલબલ કલબલ કરતા પક્ષીઓ. ઘુરકિયું કરતા કુતરા અને કલબલ કરતી કાબરો ! ઘરમાં રહીએ તો ઘોંઘાટ અને બહાર જઈએ તો કોલાહલ. મગજની શાંતિ હણાઈ જતી લાગી.

શું કરવું ?

વિચાર કર્યો કે બહાર જઈએ તો કદાચ થોડીક શાંતિ મળે. વિચાર આવ્યો કે એનો અમલ એટલો જ જલ્દી કર્યો. શેરીના કોલાહલથી વટીને ગામ બહાર આવ્યો; તો ત્યાં ય શાંતિ ના જણાઈ. થયું કે તળાવ કાંઠે જઈને બેસું તો દિલ ને ચેન મળશે. તળાવના શિતળ અને નિર્મલ જળ આવકારતા હતા. ત્યાંજ સમીપ જઈને બેસી ગયો. થોડી પળો માં તો દેડકા આવીને ડ્રાંઉં ડ્રાંઉં કરવા લાગ્યા. જળમાં માછલીઓ તરતી દેખાઈ કે અવાજ કરતા બગલાઓ એની ઉપર તરાપ મારતા દેખાયાં.

ઓહ ! લાગ્યું કે અહીંથી બીજે ક્યાંક જવું જોઈએ. સમુન્દર પાસે તો જવામાં શાણપણ એટલે નથી કે એના ઘુઘવાટા મારતા મોજા જ એક ધ્વનિ પેદા કરે છે તો ! ને ઉપરથી પવનના ફૂંફાડા !!

ઝુલતા પાકના છોડવાની સમીપે જવામાં કદાચ શાતા મળશે, એમ માનીને સીમાડો વટાવી ગયો. લીલુડા વાઘા પહેરીને સીમે શણગાર સજ્યા છે. પાકના છોડવાઓ લળી લળીને સલામો ભરી રહ્યાં છે. મોતીઓની જેમ ચમકતા અનાજના દાણાઓ મનને લોભાવે છે. એકદમ નજીક જઈને હજી મન તૃપ્ત કરવાનાં કોડ જાગ્યા. ત્યાંતો રુમઝુમ રુમઝુમ કરતુ પતંગિયાનું ટોળું આવ્યું. ચીં ચીં ચીં કરતી ચકલીઓ દોડી આવી. હોલાં ને સુડાના ઝુંડો, અવાજ કરતા ઉડે છે. હજી તો હું કશુંક બોલવા જાઉં કે લહેરાતા પાકમાંથી એક અભેદ્ય અવાજ આવ્યો.

“ શાંતિ તો સ્માશનમાં પણ નથી. છોકરાઓ થકી તો ઘર ભર્યું ભાદર્યું રહે, પ્રાણીઓ તો શેરીને ગમાણોની શોભા છે. અવનવું જાણવા તમે ટીવી વસાવ્યું. મનોરંજનને હાથવગું કરવા એની આદત પાડી. હોલા, તેતર ને તમરાં તો સંગીતના પૂર્તિ ! પવનની પૂરવાઈ તો હેલે મોજ ચડાવતી કેફ આપે. રુમઝુમતાં પતંગિયાં મનમોહક ગાન કરીને દિલ જુમાવે છે. પ્રેમાળ પક્ષી સંગીત સાથે મન બહેલાવે છે.

જો આ બધામાં પણ તને શાંતિનો ભંગ થતો લાગતો હોય તો….હું તને આગળ નહિ કહું. શાનમાં સમજે તો સમજ નહિ તો; થાકીને ફરી એજ અશાંતિમાં ભળી જવાનો છે એની મને પાક્કી ખાતરી છે ”

પછી થી એ અશાંતિ તો મને પ્રિય લાગવા લાગી ગઈ છે !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to ઘમ્મર વલોણું-૩૯

  1. vimala કહે છે:

    કોલાહલ ભરી શાંતિ = સાચી શાંતિ.

  2. પિંગબેક: ઘમ્મર વલોણું-૩૯ – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s