બેસ્ટ ઓફ લક !

બેસ્ટ ઓફ લક !

બે કામ સારાં કરીએ અને બાર કામમાં બુદ્ધિ ના વાપરીએ ! અમારી ટોળી એટલે એવી નહિ કે એકલા ટીખળ કરીને જ પ્રખ્યાત થવું. અમારા મહેલ્લા વાસીઓ નું કહેવું છે કે અમારા જેવા તોફાનીયા બીજે ક્યાંય જોવા ના મળે ! મૉટે ભાગે અમે એ બધાની વાતોનું દુઃખ નહોતા લગાડતા. પણ અમારા ય શરીરમાં એક દિલ હતું, તો ક્યારેક ખોટું પણ લગાડી બેસતાં, હવે કંઈ કહેવું છે ! અગાઉ મેં કહ્યું છે તેમ, અમે લોકો બાજુના ગામમાં ક્રિકેટની મેચ રાખતાં. અમે ગામમાંથી પસાર થઈએ કે એ ડાયલોગ ત્યાં પણ સાંભળવા મળેલો. અને એમાંય તો એક વડીલે તો અમારું ઉપરાણું પણ ખેંચેલું ! “ ડફોળો જુઓ, શહેરના છે; પણ કેવા ડાહ્યાં ડમરા મેચ રમીને જતા રહે છે. ”
આ સાંભળીને અમારો મનીયો તો એવો ખુશ થઇ ગયેલો કે; ખુશી ને ખુશીમાં એનો એક પગ ગટરમાં પડી ગયેલો. એ વખતે અમારા લોકોએ એને ખુબ સાહજિક લીધેલું. અમારામાંથી કોઈપણ એ જોઈને હસેલો નહિ.
જોકે આવી બધું વાતો તો હું દર વખતે કરતો જ હોઉં છું. તો આ વખતે એવી ઈચ્છા છે કે કંઈક નવું લખું. આગળ લખતાં પહેલા થોડું કહી દવ, જે જરૂરી છે. હું આવું નવું કહેવાની કે લખવાની વાત કરું કે દિલો મારી પર કાયમ અકળાય.
“ એક ની એક વાત તો કરે રાખે છે તો એવું બોલ્યા વગર લખ તો શું વાંધો આવે ? ”
જોકે મને ય મગરે વરદાન આપ્યું છે કે; જા તારી ચામડી ને મારી ચામડી સરખી. હાં, થોડો આગળ વધુ ; અમે લોકો બધાં ભણવામાં ખુબ હોશિયાર હતાં. અને ખાસ તો એક બે સિવાયના કોઈના ઘરે અમારા ટીચરોની ફરિયાદો પણ નહિ આવી હોય.( અપવાદ તો બધામાં હોય ) અમારી ટોળીમાં એક ખાલી વજો એક જ ભણેલો નહીં. જો કે એ વાત જુદી હતી કે એ ગણેલો બહુ હતો. ભણો એટલે પરીક્ષા આપવી ફરજીયાત છે; એ શિક્ષણ ખાતાએ નક્કી કરેલો નિયમ. તો અમારી ટોળીપુરાણના શાસ્ત્ર મુજબ, ઉપલા વર્ગમાં ( ધોરણમાં) જવા માટે પરીક્ષા આપવી જરૂરી છે. પછીથી મળેલા અહેવાલ મુજબ શિક્ષણ ખાતાએ પણ અમારી ટોળીના નિવેદનને માન્ય રાખેલું. અને સૌ શહેરી જનોને જણાવેલું કે અનુકૂળતા હોય તો એવું બોલો તો કોઈ ગુનો નહિ લાગુ પડે. જો કે પછીથી એના અનુસંધાનમાં એક બીજો પરિપત્ર બહાર પાડવો પડેલો, કે પરીક્ષામાં પાસ થવું પણ ફરજીયાત !
આખું વરસ અમે દફ્તરો ઉપાડી ઉપાડીને સ્કૂલે ગયા હોય, ને જેવી પરીક્ષાની તારીખ આવે કે બધા ફોર્મમાં આવી જઈએ. તમને બધાને એવું લાગ્યું ને કે અમે લોકો પરીક્ષા આપવા બહુ ઉતાવળા ? તો મિત્રો એવું નહોતું. પરીક્ષાઓ આવે એટલે તરત વેકેશન આવે…
અમે પરીક્ષા આપવા જઈએ કે અમુક લોકો તો ખબર નહિ અમારા મોઢાનાં હાવભાવ જોવા બહાર આવી જતાં કે અમને શુભ કામનાઓ આપવા. “ ઓલ ઘી બેસ્ટ ” એમ બધાં અમને કહેવા ઉભા જ હોય. કોઈ “ ઓલ ઘી બેસ્ટ ” કહે, એટલે અમારે એમને પગે લાગવાનું. એ અમારા મહેલ્લાનું સંસ્કારપણું હતું. દરેકને બધાં શક્તિ એટલી ભક્તિથી “ ઓલ ઘી બેસ્ટ ” કહે.
એક દિવસ હકો છાનોમાનો આવીને મને કહે “ રીતુ, આ ‘ ઓલ ઘી બેસ્ટ ’ નો અર્થ શું થાય ? ”
મેં કહ્યું “ આપણે પરીક્ષા આપવા જઈએ, એ વખતે બધા બોલે એ ને ? ” હકાએ હા પાડી એટલે મેં ઉમેર્યું.
“ એ તો મનેય નથી ખબર ” પણ મારો જવાબ સાંભળીને એનું મોઢું તરડાતું જતું માલુમ પડ્યું એટલે મેં આગળ ચાલુ રાખ્યું “ મારા ખ્યાલ મુજબ, આપણ બધા પેપર બેસ્ટ જાય એમ બધાં આશીર્વાદ આપે છે ”
“ હાઈશ, ચાલો મારા ચાર પાંચ પેપર સારા નથી જાય એવા ” એમ બોલીને હકો તો નાચવા લાગ્યો. મેં પણ એના હરખને ઉભરાવા દીધો.
એક વસ્તુ મને એ નથી સમજાતી કે, મહેલ્લાના બધા લોકો કોઈ ઈંગ્લીશ મીડીયમમાં ભણ્યા નથી કે નથી તો ઇંગ્લીશમાં વાતો કરતા. પણ આ દરેક પરીક્ષાર્થીને “ ઓલ ઘી બેસ્ટ ” તો ઈંગ્લીશમાં જ કહે. આઈ મીન, એ લોકો ગુજરાતીમાં કેમ શુભ કામનાઓ નહિ આપતા હોય ? આ વાતને મેં અમારી મિટિંગમાં રજુ કરેલી, તો અમારા મિત્રોએ વાતને એમ કહીને ઉડાવી દીધી કે: જે મળે તે લઇ લેવાનું એ આપણો નિયમ નથી ?
કોને ખબર, સમય જતાં મારી મનમાં મૂંજાતી વાત, લોકોએ કોણ જાણે સમજી હશે કે એમણે ઓલ ઘી બેસ્ટના બદલે હવે બેસ્ટ ઓફ લક કહેવાનું ચાલુ કર્યું છે. તો એ વાત પણ મેં મારી ટોળીની મિટિંગમાં જણાવી. બીજું કોઈ તો કોઈ ના બોલ્યું પણ વજો મારી ઉપર તૂટી પડ્યો.
“ રીત્યા, આ શું બેસ્ટ ઓફ લક અને ઓલ ઘી બેસ્ટ કહેવાનું ? ”
“ કેમ ભાઈ મારી ઉપર…..?  ” મેં મારો બચાવ કરતા કહ્યું.
“ અરે તમે બધાએ પરીક્ષાઓ આપેલી છે તો તમે તો વિચારો. તનતોડ વાંચ્યું હોય, આંખો ચોપડીઓમાં ખુપાડેલી હોય. માથે પરીક્ષાનું ટેંશન હોય. અને બધા એમને બેસ્ટ ઓફ લક અને ઓલ ઘી બેસ્ટ કહીને ઓર માથે મારે. ” વજો તો રીતસર ધ્રુજવા લાગ્યો.
“ અરે તું તો ભણ્યો નથી..ને શા માટે મગજ નું ….? ” અશ્કો અકળાયો.
“ અશ્કા, એને બોલવા દે. બોલ વજા બોલ ” મેં એને આગળ બોલવા માટે કહ્યું.
“ પરીક્ષા આપવા જતા કોઈ પણ વિદ્યાર્થીને તમે બેસ્ટ ઓફ લક અને ઓલ ઘી બેસ્ટ કહો એટલે તેઓ ને તમે યાદ દેવરાવો છે કે તેઓ પરીક્ષા આપવા જઈ રહ્યાં છે. એનાથી એ લોકો સ્ટ્રેસ પણ અનુભવે કે નહિ….. ? ” એ હજી કંઈક બોલાવા જતો હતો પણ એની ભેંસ દૂર નીકળી ગઈ એટલે એ ભાગ્યો.
“ અલ્યા આ વજલાને અને ઓલ ઘી બેસ્ટને શું લેવા દેવા ? ” એના ગયા બાદ નરીયો બબડ્યો
“ એને જેની હારે લેવા દેવા છે, એના માટે તો એ ભાગ્યો ” હકાએ વજાનો પક્ષ લીધો. એ પક્ષમાં જે મર્મ છુપાયેલો હતો તેની કોઈએ નોંધ ના લીધી.
“ વજો ખોટો તો નથી. એ ભલે ભણ્યો નથી પણ ગણ્યો જરૂર છે એ આજે તેને સાબિત કરી દીધું ” ટીનાએ વજા તરફી કહ્યું.
“ અલ્યા બધાં લોકો ઓલ ઘી બેસ્ટ કે બેસ્ટ ઓફ લક બોલે, એતો સારી વસ્તુ ગણાય પણ… ” જીગો બોલતાં બોલતાં અટકી ગયો.
“ તમને એવું નથી લાગતું કે અત્યારે ભણતા બાળકોનું શોષણ થઇ રહયું છે ? ” નવલાએ કહ્યું કે જીલો કૂદી પડ્યો
“ સાચું છે ટીચર લોકો…… ”
“ અરે બધા પેરેન્ટ અત્યાચાર કરે છે; પોતાનાંજ બાળકો પર ” મૂંગો બેઠેલો ધમો પણ કૂદી પડ્યો.
“ હા, હજી તો બાળક બધાનાં નામો માંડ યાદ રાખતાં શીખ્યું હોય કે; મૂકી આપે સ્કૂલે ” મેં પણ ઝુકાવ્યું.
“ હાસ્તો… એ લોકો જિંદગીમાં કોઈ દિવસ ફર્સ્ટ ક્લાસે પાસ નહિ થયા હોય ને; છોકરાવ એંશી ટકા લાવે તો પણ એમને ઓછા લાગે ! ”
આમ અમારી મિટિંગમાં આ સળગતો મુદ્દો ઉછળ્યો. જોકે અમે લોકો ગમે તે બોલીએ કે બરાડા પાડીએ; શું અસર પડે ?
અમે તો આવી ને આવી ધીંગા મસ્તી કરતાં હોય કે પેટમાં ભૂખ લાગેલી હોય આથી છાનામાના પાછા પોત પોતાના ઘરે જતા રહીએ. જેમ અત્યારે હવે મિટિંગ પુરી કરીને જઈએ છીએ.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

3 Responses to બેસ્ટ ઓફ લક !

  1. પિંગબેક: બેસ્ટ ઓફ લક ! – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s