મ_ ન ગમતાં સંવાદ-૧૦
“ મધર ડેના દિવસે મારી પોસ્ટ કેવી લાગી ? ”
“ બહુ સારી હતી , પણ કેમ તને ખુદને એનાથી સંતુષ્ઠિ નથી ? ”
“ છે પણ કોઈ બીજું એના વખાણ કરે એનાથી વધુ આનંદ મળે ને ! ”
“ મેં પણ વખાણ કરી લીધા, હવે તો બમણો આનંદ થયો હશે ! ”
“ હા, હું મારા માં ને ખુબ પ્રેમ કરું છું. ”
“ એ તારી ફરજ છે. મતલબ આપણાં સૌની ફરજ છે કે આપણે આપણા માંબાપને ખુબ પ્રેમ કરવો જોઈએ, નહિ કે ખાલી મધર ડે પર યાદ કરીને પ્રેમ જતાવવાનો ”
“ ફેઈસબુક પર તો આખું જગત પોત પોતાની માઁને યાદ કરીને પોસ્ટ મૂકે છે ”
“ સાચું છે. હું પણ મુકું જ છું ને ક્યારેક મનમાં એવો વિચાર આવે છે કે, આ પોસ્ટ મૂકીને હું માંને યાદ કરું છું અને આખા જગને જાણ કરું છું કે હું મારી માં ને યાદ કરીને પ્રેમ કરું છું. સાથે સાથે મારો એમની સાથેનો ફોટો પણ મુકું છું. મારું દિલ ક્યારેક કોચવાય છે કે; આનાથી મારી માં રાજી થતી હશે ? ”
“ કેમ રાજી ના થાય ? કેટલા બધાં મિત્રોને આપણે જણાવીએ છીએ. પણ તું કેમ એવું વિચારે છે ? ”
“ વિચારતો નથી, જે મનમાં આવ્યું તે કહી દીધું. પણ આઈ થિન્ક જો બધા વિચારે તો તો ઘણી બધી વસ્તુનાં સમાધાન શક્ય બને ! ”
“ ઘણી વાર તો તું મને મૂંજવી નાખે છે ”
“ મારી ખુદની મૂંઝવણ પણ એમાં સામેલ ક્યાં નથી ”
“ તો તો આ બધાં આપણાં મિત્રો, મધર ડે પર પોસ્ટ મૂકે તેનું શું ? ”
“ કોઈના વિષે આપણને બોલવાનો અધિકાર નથી. આ તો તેં મને પૂછ્યું ને વાત લંબાઈ ગઈ ”