રિસાઈ ગયું
નથી આ દંભ કે નથી કોઈ સંગ પ્રીત
મનાવ્યું મન ને જોઈ સૌ મુખે સ્મિત
શું કામ વલોવાવું હવે બનવું ખચિંત
હળી મળી સંગ સાથ કરું રુડી વાત
બધું કર્યું એકઠું ત્યાં હાસ્ય રિસાઈ ગયું
મનના સંશયો જે કરી ગયા હતા ઘર
ઢંઢોળી સઘળા રીસામણા કર્યા રે દૂર
કચવાટ ક્યાં સુધી રાખી કેવું અંતર ?
મન સાથે પ્રીત જોડી કરવો રે આદર
મનડું માન્યું ત્યાં દલડું રિસાઈ ગયું
હેત અને પ્રેમ થી વ્હાલા જગ જીતાય
તીરથ અને મનોકામના કેવડી વર્તાય
કચવાટ ને છોડવા મારું મનડું મુંજાય
ભક્તિ ને વાતે ઘણું ચિતડું હરખાય
ભ્રમણા ભાંગી ત્યાં ભક્તિ રિસાઈ ગઈ