ઘમ્મર વલોણું – ૪૬
“ તને નવાઈ લાગે છે ને કે બહેરા કેમ કરીને સાંભળતા હશે ? તારી નવાઈ વ્યાજબી છે વત્સ; બહેરા એને જ કહેવાય જે સાંભળી ના શકે. તો શું તેં એ સ્વીકારી લીધેલું છે કે બહેરા લોકો સાંભળી જ ના શકે ? ઠીક છે, અને તેં એ પણ સ્વીકારી લીધું છે કે મૂંગા લોકો ગાઈ જ ના શકે ? તને આવા સવાલો કરીને મૂંઝવું છું કેમ? ”
“ મને બોલવાની તક તો….” મારી વાત કાપીને ફરી તેઓ એ બોલવાનું ચાલુ કર્યું.
“ મૂંગા લોકો ના બોલી શકે ના ગાઈ શકે. અને ઘણા ખરા મૂંગા તો સાંભળી પણ ના શકે. આ વસ્તુને સર્વ લોકોએ સ્વીકારેલું, જાણેલું ને માનેલું છે. છતાં પણ હું એ જ વસ્તુ પૂછીને તને બોર કરતો હોય તો એ ભ્રમ કાઢી નાખજે. હવે તને એ નહિ પૂછું કે આંધળા લોકો દેખી પણ શકે કે કેમ ?
પ્રથમ તો હું એ કહીશ કે મૂંગો વ્યક્તિ બોલે છે, એ ગાય છે. માનવામાં નથી આવતું ને ? એ બોલે છે તે આપણે જોઈ શકીએ છીએ. પણ સમજી શકતાં નથી. બોલવું અને ગાવું એમાં સ્વરપેટીને પડતા શ્રમની વાત છે. બોલવા કરતા ગાવું વધુ અઘરું છે. તો બહેરા લોકો કેમ ગાઈ શકે ? એ પ્રશ્ન તને થશે જ; અને થવો જ જોઈએ.
જયારે મનુષ્યનું ગળું બેસી જાય છે ત્યારે તેની બોલાવની શક્તિ હણાઈ જાય છે. તમને રોજે ગાવાની આદત છે. ગાયા વગરની એક પણ કલાક તમારી વીતતી નથી. એ અરસમાં એ વ્યક્તિની હાલત કેવી થઇ જાય ? ગાયક પોતે જે પોતાના શોખ માટે ગાય તે, મોટેથી ગાતો નથી. પણ જો તે વ્યક્તિ મનમાં ગાય તો પોતે ગાતો જ હોય છે અને એનો આનંદ પણ માણી લે છે. મારી વાત તારી ખોપરીમાં જાય છે કે હું વિદાય લઉં?” આટલું બોલીને ભગવંત ચૂપ થઈને હું શું પ્રતિક્રિયા કરું છે તે નીરખવા મારી સામે મીટ માંડીને જોવા લાગ્યા.
“હા પ્રભો, બહેરા લોકો ગાઈ શકે…અને … ”
“ બસ…બાકીની વાતો તું મમળાવજે. શંકાના સમાધાન માટે તો તું એમ પણ મારી પાસે દોડી આવે છે. તો વધુ શંકાઓ લઈને આવીશ તો મને ગમશે…..ચાલ હું જાઉં. મગજ ને એટલું જોર ના આપતો કે મને પણ વિસરી જાય. ” હજી તો હું મારી સ્થતિને બરાબર જાણું ત્યાર પહેલા તો મારી સામેથી ભગવંત અદ્રશ્ય પણ થઇ ગયા. આગળ કઈ પણ વિચારું કે મારા મગજમા એક શ્લોક યાદ આવી ગયો.
मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं ।
यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् ॥
બહેરા સાંભળી શકે, મુંગા બોલી શકે ને આંધળા દેખી શકે એ પ્રભુકૃપા નહીં તો બીજું શું હોય?
એની જ દયા-માયા.
સાચું, એની દયા હોય તો કશું અશક્ય નથી
પિંગબેક: ઘમ્મર વલોણું – ૪૬ – RKD-रंग कसुंबल डायरो