ડીજીટલ દોસ્તી

ડીજીટલ દોસ્તી

ટ્રાફિકના ઘોંઘાટથી દૂર એક બગીચાના ખૂણે એકાંતમાં પરીકર બેઠો છે. ઉનાળાની બપોર જેવો માહોલ બગીચામાં છવાયો છે. કયારેક કયારેક કોઈ તમરું કે પતંગિયું આવીને પોતાની હાજરી પુરાવી જાય છે. માળી એ પાયેલા પાણીના ફુવારે માટીમાંથી આવતી મનમોહક ખુશ્બૂની પણ પરીકર પર કોઈ અસર ના પડતી હોય એવું જણાય છે. બેઠો બેઠો એ પોતાના નસીબને કોસે છે. બાગમાં ખીલેલા તાજા ફૂલો જુલી રહ્યા છે. અને મંદ મંદ ગતિએ વહેતો પવન એમાંથી આવતી ખુશ્બૂને ચારેકોર ફેલાવે છે. કયાંક આમથી તેમ ફ્ડ ફ્ડ પાંખો ફફડાવીને ઉડતા પક્ષીઓ
પણ હાજરી પુરાવે છે.ઘાસની એક ડાળી તોડીને તે દાંત વડે ચાવવા લાગ્યો. માણસ મુશ્કેલીમાં મુકાય એટલે ઘાસની ડાળીઓના ભોગ લેવાય છે યાતો ઘાસની ડાળીઓ એને મદદરૂપ થાય છે.
હવે હું શું કરું? એમ મનમાં જ બોલેછે. એના ચહેરા પર સમ ખાવા પૂરતી પણ ખુશી નથી દેખાતી. એના ઉજળા અને મોંઘા લિબાસ જોતાં માલુમ પડે છે કે એ કોઈ સુખી પરિવારમાંથી આવતો નવયુવક છે. દેખાવે સોહામણો છે. આજના યુગ પ્રમાણે મોઢા પર આછી દાઢી વધારી છે જે એની લાલસા વૃત્તિને છતી કરે છે. કેમ આટલો ચિંતિત હશે?
ચાલો એના મગજને વલોવીયે
ઘાસના તણખલાને ફેંકતા તે મોઢામાંથી હૈયા વરાળને બહાર ઓકવા લાગ્યો હે ભગવાન મારી સાથેજ કેમ આવું થાય છે? હું શાંત હોઉં તો પણ પ્રોફેસરને મારા પર ડાઉબ્ટ જાય, શાંતિથી બહાર નીકળી જાઉં તો મને બેપરવાહના મેડલો મળે છે. આ બધું તો મેં ઘણું ચલાવ્યું. પણ હે પ્રભુ, આજની મારી સ્થિત એટલી વિકટ છે કે, કોને જઈને કહેવું? હજી તો એ ભગવાનને આગળ ફરિયાદો કરવા જતો હતો ત્યાં મોબાઈલમાં રિંગ વાગી કે એ બેધ્યાન બન્યો. જોયું તો મિત્ર પરિઘનો કોલ આવતો હતો. બીજા કોઈનો પણ કોલ હોત તો, એ કટ કરી ડેત, પણ પરીઘને તો જવાબ આપવો જ પડે.
“હેલો ….” કોઈ કુવામાંથી પાણી સિંચતો માણસ શક્તિ વાપરે એટલી શક્તિ વાપરીને યુવાને કહ્યું
“કેમ આજે તારો અવાજ બદલાયેલો લાગે છે?” સામે છેડેથી પરિઘનો અવાજ આવ્યો
“આમ તો ખાસ કોઈ વાત નથી …. બગીચામાંજ છું. ….. આવ વાંધો નહિ” ફોન કટ કરીને વળી તે અવઢવમાં પડી ગયો. પરીઘને કહેવું કે કેમ તે નક્કી કરવા માટે તે આમથી તેમ ફરવા લાગ્યો. આસપાસનું વાતારવરણ એના માટે જીરો બની ગયું. હજી તો એને બહુ ચક્કરો પણ નહિ કાપ્યા હોય ત્યાં મારતી બાઇકે પરિઘ આવી ગયો.
“મારો 3 ટીબીનો પડછંદ દોસ્ત આજે કેમ 1 જીબીનો બની ગયો છે?” આવીને પરિઘે એના દોસ્ત પરીકરને ઢંઢોળ્યો. પરિઘે એને ઢંઢોળ્યો છતાં પરિકર તો હજી વિલાયેલા ને કરમાયેલા છોડની જેમ ઢળેલો જ માલુમ પડ્યો. ફરી એકવાર પરિઘે બેભાન વ્યક્તિ પર પાણી છાંટીને ભાનમાં લાવે તેમ ઢંઢોળ્યો.
“શું કહું યાર, એવી વિકટ પરિસ્થિતિનો ભોગ બન્યો છું કે ….” બોલીને તે બેય હાથે માથાને એવી રીતે પકડ્યું કે જાણે એના પર બારેય મેઘ વરસી પડયા હોય!
“તારી કવિઝનો કોઈ ઉકેલ ગુગલદાસ પાસે નથી?”
“દોસ્ત, આમાં કોઈની કોઈ આવડત કામે લાગે એવી નથી” કહીને વળી તે માયુસ બની ગયો
“તો હવે? અપ ટુ યુ”
“જો એવુ જ હોત તો મેં તને કેમ કહ્યું કે હું બગીચામાં છું?”
“તો પછી તારી હાલતને મારી સાથે શૅર કરીશ તો મને ગમશે. હું માનીશ કે મેં પણ કોઈ વાર મારા જીગરજાન દોસ્ત માટે કશુંક કરેલું. ઇતિહાસકારો ભલે એની નોંધ ના લે તો ચાલશે પણ સોશ્યલ મીડિયા વાળા તો અચૂક નોંધ લેશે. જો કે હું આપણી દોસ્તીના ચેપટર સોશિયલ મીડિયામાં પોસ્ટ થાય તે માટે નથી પૂછતો પણ, તારી અને મારી દોસ્તીને કોઈ વૉર્મ આંચ ના આવે એના માટે”
“દોસ્ત પરિઘ, (એનો હાથ પકડીને પરિકરે પોતાની છાતી સાથે સરીખો લપાવી દીધો. આ જોઈને બગીચાના જાડવા પણ 60, 70 ડિગ્રીના પરિમાણે ઝૂમવા લાગ્યા) કોઈએ મારું ફેસબુકનું એકાઉન્ટ હેક કરી દીધું છે!” બોલીને તે મૂળમાંથી કોઈએ જાડને કાપ્યું હોય અને પડે તેમ તે પરિઘ પર નમી ગયો.
“શું …???” સાંભળીને પરિઘ એકદમ અવાચક બની ગયો.” આવડી મોટી વાત તું દિલમાં લઈને ફરે છે અને તારા વ્હાલા દોસ્ત થી પણ છુપાવે છે? અરે રે કોણે આવું વરવું પરાક્રમ કર્યું એ કહે?” પરિઘ તો બોલતા બોલતા ધ્રુજી ઉઠ્યો. એની નસે નસમાં 8 8 જીબીના ઉન્માદ પ્રવાહો ફરવા લાગ્યા. આ જોઈને પરિકર પણ એકદમ બાઘાની માફક ડઘાઈ ગયો.
“મિત્ર, આનાથી વધુ બાઈટના માઠા ખબર છે. એટલેજ તો હું કોઈને કહેતો નહોતો, હવે તુંજ કહે હું શું કરું?”
“ઠીક છે આપણા બારેય ગામ કાંઈ ભંગાયા નથી. હું તને બીજું એકાઉન્ટ ખોલી આપીશ.” ઉત્સાહમાં આવીને પરિઘ ગોળ ગોળ ઘુમવા લાગ્યો
“હજી તો તારી સામે મેં અડધી દ્રાઇવ પણ ઓપન નથી કરી”
“દોસ્ત, આજે તો તારી સઘળી ચિંતાઓને ફ્રી કરી ને એકદમ એમ્પ્ટી થઇ જા” પરિઘે મિત્રનો હાથ દબાવીને આશ્વાશન આપ્યું કે ફૂલક્યારીમાંથી એક અનોખી સોડમનો ધોધ પ્રસરવા લાગ્યો
“તને ખબર છે હું એક બેંગ્લોરની છોકરી સાથે નેટ ડેટિંગ કરું છું તે? શોર્ટમાં જ કહું તો; એ છોકરી મને રૂબરૂ મળવા માટે આવવાની છે” બોલીને તે એકદમ ભાંગી પડ્યો. અત્યાર સુધી આંખોને કંટ્રોલ કરેલી તે પણ હવે મુક્ત બનીને વહેવા લાગી. આ જોઈને પરિઘ પણ હેબતાઈ ગયો.
“અરે રે આજે પહેલી વાર મને મારા ખુદ પર ગુસ્સો આવે છે” બોલીને પરિઘ આકાશ સામે જોઈને અસફોસોસના ઉભરા ઠાલવવા લાગ્યો “વાત તો વિચારી લે એવી છે પણ એટલીસ્ટ તારે એનો મોબાઈલ નમ્બર લઇ લેવા જેવો હતો.
“તારી વાત એકદમ સાચી છે, તને વાત કરીને હું સોળેક જીબી રિલેક્ષ થયો છું. અને તું પણ હળવો થઇ જા” બોલીને પરીકરે એના ખભે હાથ મૂકીને પાછળથી હગ કર્યું; કે વળી વાતાવરણમાં વૉર્મનેસ આવી ગઈ.
“ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાના ડેટા અને દરેક ઇમેઇલ કલેક્શનને આંખ સાથે સ્પર્શીને કસમ ખાઉં છું કે, જ્યાં સુધી તારી કવિઝનો હલ નહિ આવે ત્યાં સુધી એક પણ સોસીયલ મીડિયાનો ઉપયોગ નહિ કરું. આ મારી અખંડ નેટવર્થ પ્રતિજ્ઞા છે” આવી પહેલી વારની વરવી પ્રતિજ્ઞા સાંભળીને આકાશમાંથી શિર દેરક જે. સોલા એ એનેલોગ (આંકડા) વર્ષા કરી
“અરે અરે, મારે માટેથી તારે આવી આકરી પ્રતિજ્ઞા લેવાની જરૂર નહોતી”
“દોસ્તી માટે હું આટલું પણ નહિ કરી શકું? તારો મિત્ર મનનો એટલો નિર્બળ નથી. પરિકર, એક કામ કરીયે? જે એકદમ આશાન છે”
“બોલને?”
“એજ કે મેં છેલ્લા છ મહિનાથી મારું ફેસબુક યુઝર ચેન્જ નથી કર્યું. ફેસબુકમાં તમે દર છ મહિને યુઝર આઈ ડી ચેન્જ કરી શકો છો. વાહ દોસ્ત માર્ક ઝુકરબર્ગ; સો સો તોપુની સલામ છે તને!” કહીને તે એકદમ આનંદમાં આવી ગયો.
“મને કહે તો હું પણ તારી જેમ માર્ક ઝુકરબર્ગને સો સો તોપુની સલામી આપું!”
“દોસ્ત હવે તું તારી ગર્લફ્રેન્ડને મળી શકશે અને એ પણ સ્કેડ્યુલ ટાઈમે. મારું યુઝર નામ બદલીને હું તારું રાખી દવ છું. ફેસબુક મેસેન્જરમાંથી જીએફ સાથે ચેટ કરીને ટાઈમ અને વેન્યુ ફિક્સ કરી દે”
“અને હાં, પ્રોફાઈલમાં ડીપી બદલાવીશ તો તારી જી.એફ. ને ખબર નહિ પડી જાય? પછી તારી જીએફ સાથે તું કેમનો નેટ ડેટિંગ કરવાનો?” અધમણ એકનો સવાલ પરિઘ સામે રાખીને પરિકર વિસામણ અનુભવવા લાગ્યો
“દોસ્ત, ફ્રેનશીપમાં એવા સરવાળા ભાગાકાર ના કરાય. અને સાકર જેવી ગળી ખબર એ છે કે, મારી પાસે એનો વોટ્સએપ નંબર પણ છે. દોસ્ત, તારા જેવા જીગરી મિત્ર માટે હું આટલો ભોગ પણ ના આપી શકું? અને પ્રતિજ્ઞા મેં લીધી છે તો એના માટે થોડું તો શું પણ ઘણુંય જતું કરવું પડે!” બોલતા બોલતા તો પરિઘની છાતી 64 -64 જીબી ફાટફાટ થવા લાગી. સાંભળીને પરિકર તો એવો આનંદમાં આવી ગયો કે બગીચાનાં સઘળા ફૂલોની સોડમ એના નાસીકામાં પ્રવેશીને એના મન મંડપમાં ફરવા લાગી. આથમણે સુરજ દાદો આ વરવું દ્રશ્ય વધાવીને પોતાની સવારી ફરી હોમમાં લઇ જવા લાગ્યો.
દોડીને તે મિત્ર પરીઘને ભેટી પડ્યો. ત્યારે આકાશવાણી થઇ કે; આ ડિજિટલ યુગમાં આવી મિત્રતાનો જોટો નહિ જડે!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s