મામા
ઘણા સમય બાદ આજે તે પોતાના ગામમાં આવ્યો હતો. ધીમું મધુર અને કાલું કાલું હાસ્ય સાંભળીને તે ઉભો રહી ગયો. થોડી વારમાં એ અવાજ એકદમ નજીક આવી ગયો અને એ બાજુ યુવકે જોયું તો એની આંખોમાં એક અનોખી ચમક ઉપસી આવી. નાના એવા ભુલકાએ પેલા યુવક સામે જોયું.
પછી તો મૌન એ વાતોની આપલે કરી લીધી.
“મમ્મી કોણ છે ?” પેલા ભુલકાએ એની મમ્મીને પૂછ્યું.
” મામા ” યુવકે જ સામેથી પોતાની ઓળખાણ આપી. આથી એનો પુત્ર એની સામે જ જોઈ રહ્યો કે એની મમ્મીએ પેલા યુવક સામે મૂક ભાષામાં જોયું અને જવાબ આપ્યો …
” હા, મામા છે ” અને તે સ્ત્રી પુત્રની આંગળી પકડીને ફરી ચાલવા લાગી.
” ત્યારે પરિસ્થિતિએ મામુ બનાવેલો તો આજ ખુદ જ મામા બની જવામાં શાણપણ હતું ” એમ મનમાં બોલીને યુવક પણ ચાલી નીકળ્યો
નોંધ: આ તદ્દન કાલ્પનિક સ્ટોરી છે
“આ તદ્દન કાલ્પનિક સ્ટોરી છે ” તો પણ એમાં સબંધોની વ્યવહારિક વાસ્તવિકતાનું શાણાપણ છલકે છે. સુંદર કલ્પના.
આપનો ખુબ ખુબ આભાર 🙂