ઘમ્મર વલોણું-૫૭

ઘમ્મર વલોણું-૫૭

વહેલી સવારે આંખ ખુલી તો, સામે અજવાસ પથરાયેલો હતો. બારીમાંથી સૂર્યના કિરણો ઘરમાં પ્રવેશીને પ્રકાશની સત્યતા પુરવાર કરે છે. મંદ મંદ વહેતો પવન મારી ચોપાસ ફરતો હતો. દિલમાંથી જે ભાવ પ્રગટ થયા તે મુખે આવીને જાજરમાન થયા. હજી પણ મારે કુદરતના વખાણ કરવાની જરૂર છે ખરી કે; જે હું ભાસી રહ્યો છું તે બધું એના થકી પ્રદાન રૂપ છે?
પ્રફ્ફુલિત મનને વધારે તાણ આપ્યા વગર હું પથારીમાંથી બહાર આવ્યો અને ફરી એ લહેજત માણવા લાગ્યો !
રાત્રે ઊંઘ આવ્યા પછી તો કોણ જાણે હું પથારીમાંજ હોય છું કે પછી બીજે? મારી આંખો બંધ થાય એટલે મારું અસ્તિત્વ તો હોય જ છે. સ્વપ્નો જોવાય છે અને તાદ્રશ્ય પણ થાય ખરા. અને જયારે આંખ ખુલે ત્યારે સ્વ અસ્તિત્વ સિવાયનું સ્વપના માંહ્યલું સઘળું દોહ્યલું ! એવો વિચાર હું લાવતો નથી કે, અગર સવારે આંખ ના ખુલે તો ? પણ એ વિચારને અવગણી શકાય તેમ નથી. જે દિવસે આંખો નહિ ખુલે ત્યારે વિચારો પણ મારી સાથે મૃત; અને દુનિયા હતી ત્યાં જ હશે ! કુદરતે બક્ષેલી બધી અમૂલ્ય ભેટો પણ ખરી જ ! આથી સૂર્ય સામે જોયું કે મુખમાંથી પ્રાર્થના સારી પડી” હે ભગવાન, વધુ એક જિંદગીનો દિવસ આપવા બદલ આભાર ” રોજ માફક હું એ ભેદી અવાજ સાંભળવા ચોપાસ કાનને ફેરવવા લાગ્યો પણ મંદ મંદ વહેતા પવનમાંથી આવતા ગુંજારવ સિવાય કશું ના સંભળાયું !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to ઘમ્મર વલોણું-૫૭

  1. Vimala Gohil કહે છે:

    “રોજ માફક હું એ ભેદી અવાજ સાંભળવા ચોપાસ કાનને ફેરવવા લાગ્યો પણ મંદ મંદ વહેતા પવનમાંથી આવતા ગુંજારવ સિવાય કશું ના સંભળાયું !” વાહ!! એ “મંદ મંદ વહેતા પવનમાંથી આવતા ગુંજારવ ” માં આપને જે ભેદી અવાજનો અહેસાસ થયો તેની લહેર અમ સુધી પ્રસરાવવા બદલ ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s