ગોવિંદ હવે તું જીદ છોડ
દેખ જો આ કાલિંદીના જળ પણ થોભી ગયા
ઉત્પાત મચાવી વમળો જળમાં ખોવાઈ ગયા
પાણી પીતાં મૃગલા કાંઠે શાંત ઉભા રહી ગયા
ગાયોના ભામ્ભરડા કાના વાયુ સાથે વહી ગયા …….ગોવિંદ હવે તું જીદ છોડ
કહીશ મારી સખીરીઓને ફરિયાદ તારી કોઈ
મટકીઓ તો આપશે ઓઝો એની નવાઈ નઈ
મઈં માખણ નો મેરુ ખડકી દેશું લેજે તું જોઈ
જો જે આ રાધડી રીસાણી તો ફરી કહેતો નઈ…….ગોવિંદ હવે તું જીદ છોડ
કાલા વાલા વાંસળી કાજેના મેલી દેશું વ્હાલા
કદંબ કેરા ઝાડવે મળવાના અભરખાય ઠાલા
દિલોના દરવાજે તંબુ તનના મહેલો સૌ ગ્વાલા
જો જે આ આંખડીઓ વહી તો ફરી કહેતો નઈ…….ગોવિંદ હવે તું જીદ છોડ
મથુરા શેરે રહેવાના ય હશે ગિરધર કોડ ઘણા
મોટેરી એ બજારુ ઉભરે કીડિયારું માનવ તણા
ગોબર ધૂળથી કંટાળી ને કરવા તારે ઉઠમણાં
જો જે આ જીભડી સિવાઈ તો ફરી કહેતો નઈ…….ગોવિંદ હવે તું જીદ છોડ
મુખવાસ: કોઈના પ્રભાવમાં જીવવા કરતા આપણા સ્વભાવમાં જીવવું વધુ સારું