ઘમ્મર વલોણું-૫૮
કેલેન્ડરે જુના વર્ષના કપડાં ઉતારીને નવા વર્ષના કપડાં પહેરી લીધા. આથી મેં પણ વહેલી સવારે ઉઠીને શરીરને સાબુ વડે સાફ કર્યું. કોરા ટુવાલથી પાણીને શોષી લીધું. શરીરે સુગંધી દ્રવ્યો લગાવીને નવા કપડાં ધારણ કર્યા. તનમાંથી છૂટતી એ મધુર સોડમથી મન ખુશહાલ બની ગયું. નિત્ય ટેવ મુજબ સવારે ઉઠીને, નાહી પરવારીને પહેલું કામ; ભગવાન સામે બેસીને મસ્કા મારવાનું. યા તો કોઈ આજીજી કરવાની. આટલા વર્ષો બાદ ભગવાન પણ મને સારી રીતે જાણી ગયા છે.
રૂમને પણ ખુશ્બુદાર બનાવવા ધૂપસળી સળગાવી. જેવી ધૂપસળી સળગી કે રૂમ આખો ખુશ્બુમય બની ગયો. આસન પાથરીને ભગવાન સામે બેસી ગયો. બે હાથ જોડાયા અને આંખો ટેવ મુજબ બીડાઈ ગઈ. જૂનું વર્ષ ગયું તેનો શોક કરવો કે નવા વર્ષની વધામણીમાં ખુશ રહેવું? મનમાં એક વાત થામીને બેઠેલો કે આજે પણ ભગવાન કશું ને કશુંક પ્રસાદી રૂપે આપશે જ ! આથી મનમાં જ પહેલા હરિ સ્મરણ કર્યું. આંખોની દ્રષ્ટિ કેન્દ્રિત કરીને મનની લગામ થાય એટલી હાથવગી કરી. આજે નવું વર્ષ શરુ થતું હતું; આથી નક્કી કર્યું કે કોઈ ફરિયાદ નથી કરવી. તો દિલ માંથી કશું પણ નહિ માંગવાનો શૂર આવ્યો. તો શું કરવું?
મારામાં એટલી અડગતા નહોતી કે બે પળ પણ મનને નાથી શકું. ત્યાંજ મનમાં વિચાર આવ્યો જેનો અમલ કરી જ દીધો.
” હે ભગવાન, હું જેમને ઓળખતો હોય અને તે જેમને ઓળખતું હોય એ બધાંને નિરોગી રાખજે ” હજી આગળ પણ હું કહેવા જતો હતો કે મનના એ શુરે મને રોકી લીધો. થયું કે થોડી વારમાં જ પ્રતિકાર આવશે પણ મારા હાથ જોડાયેલાજ રહ્યા અને ભગવન્ત પણ કદાચ મારી સામે નીરખી રહ્યાં હશે !
” હે ભગવાન, હું જેમને ઓળખતો હોય અને તે જેમને ઓળખતું હોય એ બધાંને નિરોગી રાખજે ”
પરિચીતના પરિચીતોની શુભકામના ઇચ્છતી હ્રદયની સુંદર -વિશાળ ભાવના.
વિમલાજી, પ્રણામ સાથે ધન્યવાદ !