ઘમ્મર વલોણું – ૬૦

ઘમ્મર વલોણું -૬૦

કૂણાં અને કોમળ ડૂસકાંને મેં કેટલીયે વાર જન્મતા પહેલા મારી નાખેલા છે. એ સઘળા ડૂસકાંઓની પીડાને મેં ગર્ભપાત સમયે અહેસાસ કરતા નાજુક ગર્ભની સાથે ઉપમાવી છે ! એ નાજુક ગર્ભનું રોપણ તો માનવ થકી જ હતું. તો મારા સઘળા ડુસકા માટે જવાબદાર પણ માનવ જ છે ! એ બધું માનવા અને મનમાં ઠાંસી લેવા છતાં અનેક વાર મેં એ અનુકરણ કર્યું છે. સંજોગો અને વિષમ પરિસ્થતિ મારા વિચારો પર એટલો કાબુ જમાવી લે છે કે હું અને મારી મજબૂરી બેઉ મજબુર થઇ જઇએ છીએ. આવી દરેક પળે, મારું મન મારી સાથે ઘર્ષણ કરવા બાજી જાય છે. તો મારી પણ દરેક વખતે સ્વ બચાવ સાથેની દલીલો, મન ને શાંત પણ પાડી દે છે!
મેં પણ એ ડૂસકાંને રહેંસી નાખવાના શોખ નથી પોષ્યા. હું મારા અસ્તિત્વને જાણું છું. ડૂસકાંઓનો જન્મ થતા મારી વિવશતા, લાચારી અને નબળાઈ પ્રગટ થાય. મેં તો આ બધું સ્વીકારી લીધેલું છે, પણ મારા અસ્તિત્વ સાથે જે જોડાયેલા છે એનો વિચાર માત્ર આ બધું કરવા સ્ફુરે છે. મન જયારે શાંત પડે ત્યારે વળતા પ્રહરે હું પણ એની સાથે જજુમું છું અને ખાતરી અપાવતા વચનો ધરી દઉં છું. એ મને મારી વાસ્તવિકતા બતાવે છે તો હું એવી પણ દલીલ કરી લઉ છું કે, સમય અને સ્થતિમાં જયારે સ્થિરતા આવશે ત્યારે હું તો શું પણ સર્વ માનવ મહેરામણ નેસ્ત નાબૂદ થઇ જશે.
કોણ જાણે આજે તો નથી ક્યાંયથી કોઈ ભેદી અવાજ આવતો કે નથી તો મનના આવેગોને શાંત કરી આપતી એ છબી !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to ઘમ્મર વલોણું – ૬૦

  1. Vimala Gohil કહે છે:

    ” ઉપમાવી છે ” અનોખો શબ્દપ્રયોગયો..
    પીડાના ડૂસકાંઓને જીરવી જવાની જહેમત દેખા દે છે.

  2. agnichakra2013 કહે છે:

    Sent from Yahoo Mail on Android

Leave a comment