રઘો રઘવાયો થયો

રઘો રઘવાયો થયો

રઘુ ભલે એનું સાચું નામ હતું. પણ એના બે લાડ ભરેલા નામથી એનો વટ પડતો. એક તો રઘલો અને બીજું રઘો! રઘો એવો હતો કે, એ ક્યાં અને કોની સાથે રમતો હોય એનું અનુમાન કરવું અઘરું હતું. જો કે અમે લોકો ય બહુ એનું ખોટું ના લગાડતા. એ નવાગઢમાં રમવા જાય, રામપરાની પોળ બાર જાય કે ભલે અમારી સાથે તળાવની પાળે રમતો. એનો સારામાં સારો ગુણ એ હતો કે, કોઈ પણ એની ગમે તેટલી ફીરકી વીંટે કે દોરી ખેંચે; એ જરા પણ ગુસ્સે ના થાય. સાંભળીને એવું સ્મિત કરે કે એના માટે હું કંઈ બોલી શકું તેમ નથી.

ઘણા દિવસે રઘો આજે મારી સાથે રમવા આવ્યો હતો. એની કોઈને ખુશી નહોતી, મને પણ નહોતી. આતો મારે આજે એને નાયક બનાવવો હોય તો એના વિષે લખું તો જ મજા આવે ને! પહેલા તો એ જેવો આવ્યો ને એવી બધાએ, એની ખેંચવાની ચાલુ કરી. જો કે બધાને મોકળું મેદાન એટલે મળી ગયું કે, એ આજે શર્ટની નીચે સ્વેટર અને શર્ટની ઉપર ટીશર્ટ પહેરીને આવ્યો હતો. તમે લોકો હસ્યા પહેલા એ વિચારો કે, આને કઈ સ્ટાઇલ કહેવાય? હું માનું છું કે ખુબ ઠંડી પડે છે, પણ આવું? એને જોઈને ઠંડી પણ શરમાઈ ગઈ! એમાંય વળી નરીયાએ તો સ્વેટરને ખેંચીને બહાર પણ કાઢ્યું. દિનો અને ટીનો બેય તો હસી હસીને બેવડ વળી ગયા. તો જીલાએ મને પૂછ્યું કે આમાં એવી તો શું વાત છે?

“ જીલ્યા, તું શું કામ ટેંશન લે છે? જો રઘલા સામે જો ”

“ હું એજ તો જોવું છું “

“ એના પેટનું પાણીય હલતું નથી ને તારી જીભનું પાણી કેમ હલે છે? ” લો બોલો, એમાં મારાથી ડિજિટલ યુગનમાં નવી કહેવત બની ગઈ.

રઘલો આવી નવી સ્ટાઈલમાં સજધજ થઈને આવેલો એમાં અશ્કો બચી ગયો. કેમ કે અશ્કો આજે જેકેટ ઊંધું પહેરીને આવી ગયેલો. બધા મળીને રઘલાની ખેંચતા હતા એમાં એને કાળજી પૂર્વક જેકેટ સીધું પહેરી લીધું. જો કે એ મારો પ.પૂ.ક.ધૂ. મિત્ર હકો જોઈ ગયો. અને તરત બોલવા જતો હતો કે મેં એને ખેંચીને શાંત પાડ્યો, એમાં હું ગબડી ગયો.

ઠંડીના લીધે અમે લોકોએ આજે કોઈ અલગ રમત રમવાનું નક્કી કરેલું. રઘલો આવ્યો એમાં અમારી રમત થોડી ડીલે થઇ ગઈ. તોયે જીગલાએ કરડાકીને કહ્યું.

“ અલ્યા હવે રમવાનું કે છે કે? નહિ તો હું આ હાલ્યો “

“ તે ઉપડ …. ” ધીરેથી વજાએ કહ્યું.

“ અરે એમ નહિ ચાલો હવે રમીયે એમ ”

“ ઓકે તો હવે તુંજ કહે કે કઈ રમત રમીશું? ” ટીનાએ એને પકડ્યો.

“ ઈંગણી ઠીંગણી રમીયે તો! ” હા, મઝા આવશે ” દિલાએ સાથ પુરાવ્યો.

“ બધાએ બગીચે નહિ જવું પડે? ” હકાએ ઈન્ડાયરેક્ટ વિરોધ નોંધાવ્યો.

“ એક વાત છે ” બોલીને જીલો ચૂપ થઇ ગયો

“ તું તો રહેવા જ દે. એક વાત કહીને ઘણી બધી કહી દે છે ” ધીરાએ જીલાને ચૂપ કરી દીધો.

બધાં એક બીજા સામે જોવા લાગ્યા એટલે મને ખ્યાલ આવી ગયો કે તોપ મારી સામે મંડાવાની છે. હું તળાવ બાજુ જોઈ ગયો અને આગળ ઓન અને શું બોલશે તે માટે કાનને બધા લોકો સામે કેન્દ્રિત કર્યા

“ અલ્યા હકલા, તારા ખાસ દોસ્તારે આ સ્ટાઇલ ક્યાં પિક્ચરમાંથી શીખી છે? ” આશ્કાએ મારી સામે જોઈને તિર છોડ્યું કે હકો એને મારવા દોડેત; પણ મેં એનો પગ પકડી રાખેલો હતો.

“ અશ્કા, તારે શું કામ છે એ ભસીશ? ”

“ મારે નહિ બધાનું કામ છે. એમ માન માગ્યા વગરનો કહે ને કે કઈ ગેઇમ રમીશું? ”

મનેય કયારેક આમ માન મળતું તે ગમતું. આથી હું પણ મારા મન ને પંપાળતો, મનોમન દશ વીસ ગ્રામ હરખાઈ લઉં.

અમારી ટીખળ ટોળીમાં બધા નંગે નંગ હતા, પણ બોલવાનો, હસવાનો, ગુસ્સે થવા કે વિરોધ કરવા માટે સ્વતંત્ર હતા. મેં બધાને સીટી પઝલ રમવા માટે સૂચન કર્યું. અંતે સર્વાનુમતે નક્કી થયુ કે, પઝલ ગેઇમ રમવી. આજની પઝલ ગેઇમ એવી હતીકે, એમાં કોઈ એક, સિટીનું નામ બોલે અને જે છેલો શબ્દ આવે; એના પરથી બીજાએ એ શબ્દ થી શરુ થતાં સિટીનું નામ બોલવાનું. એક વાત આજે જણાવું છું કે પહેલો દાવ કોનો એ, અમે કેવી રીતે નક્કી કરતા. ઘણા ખરા ગામે બધા હાથને અવળો-સવળો એમ ધરીને પછી એક કે બેકી એમ ગણીને નક્કી કરે. અમે લોકો કયારેક એક વ્યક્તિ ઊંધો હાથ રાખે ને બધા એમાં પોતપોતાની આંગળી અડાડે. જેની આંગળી પકડાઈ જાય તે આઉટ અને પહેલો દાવ. પણ એનાથી વધુ અમે લોકો તાસ પાનાંનો કરતા. જેનું પાનું સૌથી હલકું તેના પર દાવ.

આજે દાવ આવ્યો દલા પર અને એણે અમારા ગામથી જ બોલવાનું ચાલુ કર્યું. ટીનાએ લીંબડી. અશ્કાએ ડાકોર, મેં રાજકોટ, હકાએ તોરણીયા, જિલ્લાએ અમદાવાદ, દિનાએ દ્વારકા, જીગાએ કોઇમ્બતુર, નરીયાએ રાજકોટ કીધું ત્યાં દલો એના ઉપર તૂટી પડ્યો આજે દાવ આવ્યો દલા પર અને એણે અમારા ગામથી જ બોલવાનું ચાલુ કર્યું. ટીનાએ લીંબડી. અશ્કાએ ડાકોર, મેં રાજકોટ, હકાએ તોરણીયા, જીલાએ  અમદાવાદ, દિનાએ દ્વારકા, જીગાએ કોઇમ્બતુર, નરીયાએ રાજકોટ કીધું ત્યાં દલો એના ઉપર તૂટી પડ્યો. ફરી સોરી કહીને દલાએ રાયપુર, ટીનાએ રોહતક, અશ્કાએ કલાવડ, મેં ડાકોર, તો ફરી નરીયા પર ર આવ્યો. એટલો ગુસ્સે થયો કે એ કશુંક બબડવા લાગ્યો. કોઈને કંઈ સમજાણું નહિ પણ ટીનાએ એની સામે જોયું કે ફરી બેસી ગયો ને ર પર વિચારવા લાગ્યો. રાવળપિંડી કહ્યું કે જીગાએ મારી સામે જોયું. તો મેં એને ઇશારાથી સમજાવ્યો કે તું તો પહેલા રાઉન્ડમાં બોલ્યા વગર નીકળી ગયો છું. તો એ ચૂપ થઈને ડીસા બોલ્યો.
“ અલ્યા આ જીગલો પહેલા રાઉન્ડમાં કશું નહોતું બોલ્યો ” રઘાએ બરાડો પાડ્યો
ઘણા બધા સિટીના નામ આવી ગયા હતાં એટલે દિનાને હવે થોડી તકલીફ પડે તેમ હતું. અને એમાં જીગાએ એને સાથ આપ્યો
“ નરીયા …. તારા ફાધર ( ઈશારો કરીને ) લાકડી લઈને આવતા હોય તેવું લાગે ”
એટલે એ તો ઉઠીને ભાગવા લાગ્યો. દિનાએ ટીનાને પણ ઉઠાડ્યો
આ જોઈને રઘાએ વિકરાળ રૂપ ધારણ કર્યું
“ હવેથી હું એકલો રમીશ પણ તમારા બધા સાથે તો નહિ જ રમું ” એમ બોલીને ધૂંવા પૂંવા થતો તે નીકળી ગયો. પછી કહેવાની જરૂર છે કે અમારી મિટિંગ પણ પુરી ??

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

4 Responses to રઘો રઘવાયો થયો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s