ઘમ્મર વલોણું – ૬૬

ઘમ્મર વલોણું – ૬૬

દિવેટ ને દિવડામાં મૂકીને એમાં તેલ પૂર્યું. દીવાસળી પેટાવીને દિવેટના અગ્ર ભાગે રાખી કે એ દિવેટમાંથી અનોખી જ્યોત પ્રગતિ ઉઠી. મનને એકાગ્ર કરીને બે હાથ જોડીને હરિ સ્મરણ કરવા બેઠો કે; એકાગ્ર મન વિચલિત બની બેઠું. હા, વાત પણ ખરી હતી કે, અત્યારે જે સ્થળે ભગવંતની મૂર્તિઓ બિરાજમાન છે ત્યાં પહેલા કંઈજ નહોતું. જોડાયેલા હાથે જ ભગવાનની ક્ષમા માંગીને નક્કી કર્યું કે ઘરથી થોડે દૂર એક મંદિર છે ત્યાં જાઉં. હજી તો મંદિરના પગથિયાં પર પગ મુકું કે, અંદરથી એજ અવાજ આવ્યો; જે ઘરના મંદિર માં પૂજા વખતે આવેલો. ફરી દૂર થી ભગવાનની મૂર્તિ સમક્ષ બે હાથ જોડ્યા અને માથું નામાવીને માફી માંગી. વિચાર તો ખરો હતો કેમ કે, પોતે નાનો હતો ત્યારે એ મંદિર નહોતું. વૃંદાવન થી વ્હાલો નાનો હતો ત્યારે જ નીકળી ગયેલો તો થયું કે; લાવ હરિદ્વારના ઘાટ પર કે વારાણસીના ઘાટ પર ઘણા પ્રાચીન મંદિર છે ત્યાં જાઉં. ના ના … સોમનાથ, રામેશ્વર કે બદરીધામ જાઉં. વિચારોના વંટોળમાં મારા પગ એવા તો ફસાઈ ગયા કે; કઈ દિશામાં જવું! ” વત્સ, મને યાદ છે કે એક વાર તે કોઈને કહેવત કીધેલી; જિસકા ઢૂંઢા ગલીગલી વોહ ઘર કે પિછવાડે મિલી. સલાહ આપવાની, કોઈને સમજાવવાના મનાવવાના બીજા ને પણ એ જ પોતાને માટે કેમ નહિ? તું ભલે મારે માટે ગમે ત્યાં જવા મથતો હોય. પણ હું તો હરેક ક્ષણે તારી નજર સામે જ છું.” એ પડઘમ અવાજે મારા જોડાયેલા હાથને મુક્ત કરાવ્યા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s