હું અને મારી દુનિયા
મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.મારી રચનાઓ વાંચવા બદલ ખુબ આભાર !!
રીતેશ મોકાસણા
દોહા, કતાર.

થોડું મારા વિષે :
પિતાશ્રી : સવજીભાઈ
માતુ શ્રી : સમજુબેન
પત્ની : કલા
બાળકો : પુત્રી – પલક , પુત્ર – કલ્પ.
ગામ : જન્મભૂમિ-ભાડુકા….વતન-સાયલા…..કર્મભૂમિ-સુરત.( હાલ દોહા, કતાર-મિડલ ઇસ્ટ)
વ્યવસાય : નોકરી , શેલ જી.ટી.એલ. રીફાઇનરી Qatar Shell GTL LTD. (રોયલ-ડચ,બર્મા-શેલ )
કાર્યક્ષેત્ર : લેબોરેટરી
ભાડુકા એ સાયલા તાલુકાનું એક નાનકડું ગામ છે.ગામની શોભા અનેરી છે.ગામની ભાગોળે મોટું તળાવ છે ને તળાવની પાળ પર મોટા મોટા ઝાડ છે.એક બોરડીના ઝાડ નો અમે ખુબ ઉપયોગ કરતા.બોરડીના મીઠા બોર મનને હજી પણ લલચાવે છે.ગામથી થોડે જ દુર નદી છે.જે નદી આગળ જઈ ખંભાતના અખાત ને મળે છે.જેના પર સુરેન્દ્રનગર પાસે ધોળીધજા ડેમ આવેલો છે. તળાવ અને નદી માં ન્હાવાનો ખુબ આનંદ માણેલો. હજી પણ ભારતમાં આવું ત્યારે જન્મભૂમિ ની મુલાકાત લેવાનું ટાળતો નથી.બાળપણના સ્મરણો હજી પણ વાગોળવાનું મન થાય છે.ને જયારે પણ બાળપણના એ મધુરા દિવસો યાદ આવે ત્યારે તે ભીની માટીની ખુશ્બુ દુર પરદેશ માં પણ મનને લોભાવે છે ત્યારે દોડી જઈ તેમાં આળોટવાનું મન થાય છે.મને આજ પણ યાદ છે કે આકાશમાં દુર વિમાન નો અવાજ આવે એટલે આંખો વાદળોમાં ખોડી રાખીને અવાજ બંધ ના થાય ત્યાં સુધી વિમાન દેખાય કે ના દેખાય પણ જોઈ રહેતા.ક્યારેક વિમાન દેખાતું ત્યારે હું મારા મિત્રોને કહેતોકે એકવાર પણ હું વિમાન માં બેસીશ,ત્યારે બધા મને પાગલ ગણી મારી હસી ઉડાવતા. જયારે આજે, એક દિવસ ભગવાનની કૃપાથી હું ચાર વર્ષ સુધી રીતસર વિમાન માં અપડાઉન જેમ ભારત માં આવતો જતો દર દોઢ મહીને.બારીમાંથી દેખાતા ઉડતા વાદળો સાથે હું સંદેશો મારા એ મિત્રોને મોકલતો કે ‘ હું પાગલ નહોતો ‘ એક આત્મ વિશ્વાસ નો શ્વાસ લઈને.
પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ પિતાએ ધંધો વિકસાવવા સાયલા સ્થળાંતર કર્યું ને ગામડાનું જીવન ગુમાવ્યાનો વસવસો થયેલો ને સાથોસાથ વધુ ભણવાની જીજીવિષા એ જીવન નો રસ ઘેરો બનાવ્યો. ઉચ્ચ શિક્ષણ અમદાવાદ હોસ્ટેલમાં રહીને લીધું. બારમાં ધોરણ સુધી ગુજરાતીમાં ભણ્યા પછી કોલેજ માં ઈંગ્લીશ મીડીયમ માં ભણવાનું કેટલું અઘરું થઇ પડેલું તે ઘણી વાર રોમાંચ લાવેછે.પણ મનમાં અઘરી ને વિકટતા નો મનમાં કીડો સળવળતો એટલે અમુક ખાસ મિત્રો ગુજરાતી મીડીયમ માં હોવા છતાં મેં ઈંગ્લીશ મીડીયમ માં ભણવાનો નિર્ધાર કર્યો. સી. યુ. શાહ સાયન્સ કોલેજમાં ગ્રેજયુએશન પૂરું કરીને,મનમાં કોઈ પણ દવા બનાવતી કંપની માં નોકરી કરવાનું મક્કમ કરી ને પિતાને ખુશ ખબરી આપી પણ મારી ખુશી લાંબો સમય ના ચાલેલી.ક્યારેય પણ પરદેશ જઈને કમાવાના સપના જોયા નહોતા. કે નતો કદી એના માટે પ્રયત્ન કરતો. કદાચ મારા નસીબમાં પરદેશ જવાનું લખેલ હશે એટલે શેલ કંપનીમાં મિત્રના કહેવાથી એપ્લાય કર્યું ને નસીબની બલિહારી અને પરમેશ્વરની કૃપાથી કતાર દેશમાં વસવાટ કરવાનું મુનાસીબ બન્યું.
લખવાની પ્રેરણા દશમાં ધોરણથી થયેલી.એકવાર બારીમાંથી વરસાદ વરસતો જોઈ રહ્યો હતોને કાવ્ય લખાઈ ગયું ‘મેઘ તારા આવવાથી’.ને આજ સુધી લખવાની ધગશ દિલમાં ધરબાયેલી છે જે આજ દિન પર્યંત વહી રહી છે.મારા દિલમાં છુપાયેલો સાહિત્યકાર શ્રી મુનશી,પન્નાલાલ પટેલ,મેઘાણીજી કે કલાપી ,વગેરે જેવા મુર્ધન્યો ને આભારી છે.મારી દ્રષ્ટીએ હ્રદયના આવેગ ને તેના થકીના મંથનની ઉપજ એજ સાહિત્ય.અત્યારે મને સાલ યાદ નથી પણ ઘણા વર્ષ પહેલા જય હિન્દ ની રવિપૂર્તિમાં મારી એક લઘુનવલ સિલેક્ટ થયેલી.કદાચ કોઈ ને યાદ હોય તો ‘ બેઘડી સંગ’ નામનો એક વિભાગ આવતો તેમાં મારી કૃતિ ‘ઓ બેવફા ‘પ્રસિદ્ધ થયેલી.ગુજરાત સમાચાર માં એકવાર મારી કૃતિને ઇનામ મળેલું પણ તે પ્રસિદ્ધ થઇ કે કેમ તેની મને જાણ નથી કારણ કે પછી કોલેજમાં અંગ્રેજી માધ્યમ માં ભણવાનું હોઈ બધીજ લખવાની પ્રવૃત્તિને ત્રણ વર્ષ માટે બાજુ પર રાખવાની ફરઝ પડેલી,સાથોસાથ ક્રિકેટ ને વોલીબોલ રમવાનું પણ. કતાર આવ્યા બાદ, નવીનતમ રમત લૉન ટેનિસ રમવાનું નિયમિત રીતે ચાલુ થઇ ગયું.
નાનો હતો ત્યારે ચાંદામામા મેગેઝીન વાંચતો ને પછી લાઈબ્રેરીમાં પુસ્તક ઘેર વાંચવા માટેનું ખાતું ખોલાવી લીધું. અડુકિયો દડુકિયો , છકો મકો બકોર પટેલ માંથી સમય બદલાતા નવલિકા, સાહસ , શૌર્ય ને નવલકથાઓ નો દોર આજ પર્યંત ચાલુ રહ્યો.મારા પર નરસિંહ મહેતા,મીરાબાઈ, કબીર,પાનબાઈ,કાલિદાસ, મેઘાણી, સુન્દરમ , કલાપી, રવીન્દ્રનાથ ટાગોર,પન્નાલાલ, ધૂમકેતુ, દયારામ, નર્મદ જેવા અનેક સાહિત્યકારોનો પ્રભાવ રહ્યો છે.જયારે કંઈપણ વાંચવાનું ના મળે ત્યારે મારી પોતાની કૃતિઓ વાંચુ છું ને એ બહાને કોઈ ત્રુટી જણાય તો સુધરી પણ જાય.હું એમ કહુકે મારો આત્મા હંમેશા સાહિત્યમાં રસપ્રચુર રહ્યોછે તો તે અતિશયોક્તિ નથી.મન માં એક અફસોસ છે કે આજ પર્યંત મારી એક પણ નવલકથા પુસ્તકના રૂપે પ્રગટ થઇ નથી.ભગવાનને પ્રાર્થના કરુછું કે છેલ્લા શ્વાસ પહેલા એટલી મદદ કરજે.
મારા ગુરુ :
મારી દ્રષ્ટીએ ગુરુ એને માની શકાય જેના થકી જ્ઞાન પ્રાપ્ત થયું હોય.હું ખુબ નાનો હતો ત્યારે ઉમેદગીરી નામના મહંતે કાનમાં કશું કહેલું ને ઘરના લોકો એ એવું કહેવામાં આવેલું કે ઉમેદગીરી મારા ગુરુ છે.હું એમને શત શત પ્રણામ કરુછું. પણ મને જેમના થકી જ્ઞાન નો થોડો પણ ઉદય થયો તે મારા ગુરુ શ્રી અનંતરાય રાવલ કે જે મારા વર્ગ શિક્ષક હતા.મને અક્ષરજ્ઞાન આપવામાં મોજેપુરી સાહેબનો અથાગ ફાળો છે.હું ચાર વર્ષનો હતો ,મારા મોટાભાઈ નિશાળે જતા તો હું પણ રોઈને એમની સાથે રોજે જતો. જયારે હું ચાર વર્ષનો થયો ત્યારે મારી ભણવાની ધગશ જોઇને મોજેપુરી સાહેબે મારી ઉંમર એક વર્ષ વધારીને મને પહેલા ધોરણ માં બેસાડી દીધેલો.
મારા આદર્શ :
નાનો હતો ત્યારથી હંમેશા વિકટતાને પડકારનો સમાનો કરવાની ખેવના ની સાથોસાથ ધગશ પણ ખરી.ધીરુભાઈ અંબાણી જેવા મહાન વ્યક્તિઓ કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું તેમને હંમેશા માનથી જોઉં.હું એવો કોઈ મહાન માણસ નથી એક સામાન્ય અદના આદમી કે જેની ગુજરાતમાં તો ઠીક પણ મારા એરીઆમાં પણ કોઈ સ્થાન નથી.અત્યારનો યુગ એટલો ફાસ્ટ છે કે બધા જાણે છે તેમ.મારા મોટાભાઈ ભણતા ત્યારે પુસ્તક વાંચીને પરીક્ષા આપતા.ત્યાર પછી ગાઈડ,અપેક્ષિત ને હાલ તો લાસ્ટ મોમેન્ટ રીમેડી.કેટલું પરિવર્તન !! ભવાઈમાંથી નાટક,સિનેમા ને ટીવીથી યુ-ટ્યુબ.તસ્દી લઈને રીફર કરવાનો જમાનો હવે નથી.મારો બ્લોગ બનાવી મારે લખવું છે તો મારા વિષે કંઇક લખવાની ધગશને રોકી શકતો નથી.મનમાં આવેલી વસ્તુ પાછળ શક્ય બને ત્યાં સુધી મથી રહું.કદી પણ મનમાં નેગેટીવ વિચારોને ઘુસવા નથી દેતો.પ્રભુની કૃપાથી મારા આદર્શોને જ વળગી રહીને જીવવાની કોશિશ કરું છું.
જીવનમાં કંઇક કરી લેવાની કે બતાવવાની ભાવના જીવન ને વધુ જીવવા મજબુર કરેછે. સ્વાર્થ,ઈર્ષ્યા,ગુસ્સો,સેવા,ભક્તિ,હરીફાઈ,માફી કે ધગશ આ બધા ગુણો બધાના જીવનમાં થોડા વત્તા અંશે સમાયેલા હોયછે.શ્વાસ લેવા માટે વિચારવું નથી પડતું કે નથી કોઈ યોજના બનાવવી પડતી.મારી દ્રષ્ટીએ સ્વાભાવિક ઘટનાઓ ને વહેતી રાખીને તેને જાળવી રાખવા જેવું એકપણ ડહાપણ નથી.મનના મનોરથ ને સપના પુરા કરવા કોઈની લાગણી ના દુભાય તેની કાળજી રખાય, કોઈને પણ તેના થકી ખોટ ના જાય, કોઈનો ભોગ ના લેવાય અને મારું સન્માન જળવાય તે માટે હંમેશા ભગવાન ને પ્રાર્થના કરું છું. મીઠા સપના જોવા કોને ના ગમે ? કદાચ પાગલ માણસ પણ ક્યારેક સપના જોતો હશે. સપના ની દુનિયા માં વિહરવાની મઝા કંઈક ઓર જ હોય છે. દરેક માણસ કોઈને કોઈ મંઝીલ બનાવી ને ત્યાં પહોંચવા માટે બધા પ્રયત્નો કરી ચુકે છે. નાનો હતો ત્યારથી ઘણા સપનાઓ જોયેલ.ઘણા સિદ્ધ થયા ને હજી ઘણા બાકી છે. પરમેશ્વર ની કૃપાથી ચહેરા પર સદાય સ્મિત ફેલાયેલું હોય ને સમય આપણી ઈર્ષ્યા કરતો હોય ત્યારે જીવન ધન્ય માનવું.
મિત્રો, વડીલો અને ભગવાનની અસીમ કૃપાથી મારી પહેલી બુક એક નવલિકા સંગ્રહના રૂપમાં પ્રગટ થઇ ગઈ છે. મારો આનંદ શેર કરવા માટે બે શબ્દો લખું છું. આગળ મેં લખેલું કે ” મન માં એક અફસોસ છે કે આજ પર્યંત મારી એક પણ નવલકથા પુસ્તકના રૂપે પ્રગટ થઇ નથી.ભગવાનને પ્રાર્થના કરુ છું કે છેલ્લા શ્વાસ પહેલા એટલી મદદ કરજે.” મારી પ્રાર્થના ભગવાને સાંભળી છે. મારું પ્રથમ પુસ્તક નવલિકા સંગ્રહ ‘તારલિયા ભાગ-1 ‘ પ્રકાશિત થયેલ છે. જેના માટે હું શ્રી ચંદ્રવદન મિસ્ત્રીજીનો આભાર માનું એટલો ઓછો છે. મારું બીજું પુસ્તક ‘ મારી ઉંમર તને મળી જાય ‘ પણ પ્રકાશિત થયું. જેનું વિમોચન જાણીતા કથાકાર રામાયણી શ્રી પૂજ્ય મોરારી બાપુના હસ્તે થયું છે. જે મારા માટે હર્ષ અને ગૌરવની લાગણી છે. અને હવે તો વિશ્વાસ પણ દ્રઢ થતો જાય છે કે હજી પણ મારા બીજા પુસ્તકો પ્રકાશિત થશે.ભગવાન પર મને અસીમ શ્રદ્ધા છે.મારી હર એક મુશ્કેલ ઘડીમાં મને મદદ કરતા રહે છે.શત શત વંદન ! હરિની અમાપ કૃપા દ્રષ્ટિથી મારું ત્રીજું પુસ્તક સાચો શણગાર પ્રકશિત થયું. અમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ પુસ્તક આપને વાંચવું હોય તો મળી જશે.
મારી નવલકથા ‘ મારી ઉંમર તને મળી જાય ‘ પુસ્તક રૂપે પ્રકાશિત થઇ એજ સાથે; પુસ્તક પ્રેરિત ગુજરાતી ફિલ્મ ઓલવેયઝ રહીશું સાથે રિલીઝ થઇ. મારે માટે એ સૌભગ્ય ની વાત છે કે મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ અને પ્રથમ નવલકથા એકસાથે લોન્ચ થયા. પહેલી ફિલ્મની સફળતાએ ભગવાને બીજી પણ ગુજરાતી ફિલ્મ બનાવવવની શક્તિ અર્પી. જેના થકી એક વર્ષ બાદ 2017માં મારી બીજી ગુજરાતી ફિલ્મ બોસ હવે તો ધમાલ રિલીઝ થઇ. મારી ત્રીજી ગુજરાતી ફિલ્મ ચાહત રીતે રિલીઝ પણ નહોતી કરી ત્યાં મારા માટે એક ઔર ફિલ્મ ડિરેક્ટ કરવાની ચેલેંજ. આથી મારી બીજી ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ હાથતાળી ને સરળતાથી સેન્સર સર્ટિફિકેટ મળી ગયું. આ ફિલ્મ ને જુલાઈ કે ઓગષ્ટ મહિનામાં રિલીઝ કરવાની ગણતરી છે. કેમ કે એના રિલીઝ બાદ તરત જૂન મહિનામાં શૂટિંગ કરેલી નેક્સ્ટ ફિલ્મ કન્યા પધરાવો સાવધાન નિર્માણ પામી રહી છે.
પગલે પગલે ચિત્કાર નવલકથા પૂરી કરેલ છે જે મારી ડ્રીમ નવલકથા છે. આશા રાખું કે એને પણ ન્યાય મળે. ગર્વ નથી કરતો પણ એટલું ચોક્કસ કહીશ કે આ નવલકથા વાંચ્યા પછી તમે કશું નવું વાંચ્યાનો અહેસાસ કરશો.આપ સૌના સ્વપનો પણ ભગવાન પુરા કરે એવી દિલથી પ્રાર્થના કરું છું. સૌનો ખુબ ખુબ આભાર !!!!!!!!
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
Like this:
Like Loading...
દરેક માણસ કોઈને કોઈ મંઝીલ બનાવી ને ત્યાં પહોંચવા માટે બધા પ્રયત્નો કરી ચુકે છે. નાનો હતો ત્યારથી ઘણા સપનાઓ જોયેલ.ઘણા સિદ્ધ થયા ને હજી ઘણા બાકી છે. પરમેશ્વર ની કૃપાથી ચહેરા પર સદાય સ્મિત ફેલાયેલું હોય ને સમય આપણી ઈર્ષ્યા કરતો હોય ત્યારે જીવન ધન્ય માનવું.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Dear Ritesh,
It was nice of you to visit my Blog Chandrapukar & I am happy that you are NOW following it.
I hope you like the Posts as Kavyo, Tunki Vartao, Suvicharo Etc.
I invite you to read the Posts on MANAV TANDURASTI..you can do that by clicking on that Category on the Right hand side of the Main Page.
Read your Biodata….I am happy to note your high ideals…Your Faith in the Divine is your driving force in your journey on this Earth. My prayers are always for you & your Family.
See you REVISIT my Blog & I will be happy to read a COMMENT for any OLD Posts !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you & your Readers on Chandrapukar
Thanks for your wish and kind words , i hope to be liked my creations I visited your blog need much time to refer ..bod bless you all.
બ્લોગ જગત ઉપર તમારુ સ્વાગત છે…
તમારો પરિચય વાંચી રહ્યો હતો ત્યારે લાગ્યુ કે મારો જ ભૂતકાળ કોઇ અહી લખી રહ્યુ છે…બ્લોગ બહુ સારુ માધ્યમ છે લખવા માટે અને રચાતા સાહિત્યને સાચવવા માટે.
લખતા રહેજો અને સારુ વાંચતા રહેજોતેવી શુભેચ્છા સાથે બે એક આડવાત..લખવુ એ એક કળા છે અને સારુ લખવુ તે કેળવણી..હેતૂસઃ લખાણ એ સિધ્ધિ છે જે નિયમિતતા થી પ્રાપ્ત થતી હોય છે.
શુત શત શુભેચ્છાઓ
વિજયભાઈ , મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર, આશા રાખું કે મારી કૃતિઓ સર્વે માણે. ખુબજ સુભેચ્છાઓ સાથે ..રીતેશ
શ્રી રિતેશભાઈ,
તમારે આંગણે મજા આવી….ગામડાનું સૌંદર્ય ને એના સંસ્કાર તમે યાદ રાખ્યા છે….સમય કેવો બદલાતો જાય છે !! આપણે બદલાઈ જતા નથી તે આપણા વડીલોના આશીર્વાદ…..ધન્યવાદ.
વે.ગુ.ને તમે સ્વીકારો છો તે માટે પણ ધન્યવાદ.
મુ. જુગલ કિશોરજી , ‘ મારું આંગણ ‘ આ પાના ને નામ આપીને તેમાં ચાર ચાંદ લગાવી દીધા છે,ઘણો આભાર આપણી કોમેન્ટ બદલ,સંસ્કાર એ જીવન નું સિંચન છે. વડીલોને માં બાપના આશિષ જીવનનું ભાથું છે. આશા રાખું કે
When someone writes an post he/she keeps the idea of
a user in his/her mind that how a user can know it.
So that’s why this piece of writing is outstdanding. Lia … Thanks!
Yep, thanks for kind words and hope to revisit my blog often .
વેબગુર્જરીમાંથી અહીં આવી પહોંચ્યો. બ્લોગ ઉપર પાના ફેરવ્યા અને અહીં હાજરી પુરાવેલ છે.
ખુબ અભાર આપનો..ને મારા બ્લોગ ને રીફર કરીને કોમેન્ટ આપવા બદલ , મુલાકાત લેતા રહેશો ..
વોરા સાહેબનો આભાર તો વેબગુર્જરી પણ માને છે……– જુ.
ચોક્કસ, વોરા સાહેબની પ્રતિભા ને તેમના વિચારો અવર્ણનીય છે… મુ. જુગલકીશોરજી, વેલની શોભા એક એક પાન થકી હોય છે. દરેક વાચક કે મુલાકાતીને હું ખુબજ બિરદાવું છું. જયારે દિવસના સરેરાશ 30 જેટલા મુલાકાતીઓ મારા આંગણને દીપાવે છે ત્યારે મન પુલકિત થઇ ઉઠે છે…….આભાર
Fantastic words and explanation you have here but I was curious if you translate to send me in email I’d really love to understand in english. Thank you!
Thanks for your compllimentsand concerns..will try to send you when i get free enough time….plz revisit my blog often….thanks
આદરણીયશ્રી. રીતેશભાઈ
આપનો બ્લોગ ખુબ જ મજાનો છે,
આપના નિખાલસ વિચારો તથા સુંદર રચનાઓ વાંચીને
ખુબ જ આનંદ થયો સાહેબ
ડોક્ટર કિશોર પટેલ સાહેબ, મુરબ્બી શ્રી , ઘણો આનંદ થયો આપની મારા બ્લોગ ની મુલાકાત બદલ અને તમારો પ્રતિભાવ મારા માટે બહુ ઉચ્ચમુલ્ય છે.આપનો ખુબ આભાર આવીજ રીતે મારા આંગણ ને શોભાવી ને ચાર ચાંદ લગાવતા જશો.
રીતેશભાઇ,
આપનો સુંદર બ્લોગ વાંચ્યો, ખૂબ આનંદ થયો. બ્લોગ જગતમાં આપનું સ્વાગત.મારો બ્લોગ “શબ્દ સથવારે”ની મુલાકાત લ્યો છો, લેતા રહેશો.
આભાર
ઇન્દુ શાહ
ઇન્દુબેન , મારા બ્લોગને પાવન કરવા બદલ આભાર. ચોક્કસ તમારા બ્લોગની મુલાકાત લેતો રહીશ ને તમે પણ આમજ ઉત્સાહ વધારતા રહેશો.
ખુબ સુંદર બ્લોગ ….. સાહિત્ય રસથાળ નો આનંદ લેતા રહીશું …
મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર, આશા રાખું કે મારી કૃતિઓ સર્વે માણે. ખુબજ સુભેચ્છાઓ સાથે ..રીતેશ
tamara vishe jaani ne aanand thayo… lakhta raho…
Thank you dear, aamaj mulakat leta rahesho.
Wish you all the best for more creative writing.
Thank you very much and same to you !
Uncle such a nice blog. Keep it up.
Thank you prashant, god bless !!
મને તમારો પરીચય પણ એક વાર્તા વાંચતા હોય તેવો લાગ્યો. તમારા લોહીમાં સાહીત્ય માટેનો અનેરો પ્રેમ ભ્રમણ કરે છે. સાયન્સના સ્ટુડન્ટ હોવા છતાં સાહીત્યનો રસ જાળવી રાખ્યો છે. ઓફ શોરમાં હોવાથી ડ્યુટી આવર્સ પછી સારો એવો ટાઈમ મળતો હશે. સી.યું.શાહ કોલેજના રેલ્વે ક્રોસિંગની બાજુમાં જ મારી “બ્લુ સ્ટાર”ની ઓફીસ હતી અને મણીનગરથી આવજાવ કરવા બસ સ્ટોપ તમારી કોલેજનું હતું. “સુરતીલાલો” છું એટલે જ મારો બ્લોગ “સુરતીઉધીયું” બનાવ્યો છે. સૂરત દરેક લોકોને દિલથી આવકારે છેં અને લોકો સુરતને પોતાનું વતન બનાવી દે છે.
શ્રીમાન વિપુલભાઈ, ખુબ આભાર. તમારા શબ્દોએ મને આશ્રમ રોડ પર ફરતો કરી દીધો. મેં 77 માં પણ અપડાઉન કરેલ છે.તમારા બ્લોગની મુલાકાત લીધેલી છે પણ હમેશા એવું ફિલ કરું છુ કે ઊંધિયા પાસે બટેકાનું શાક કઈ વિસાતમાં ? હરિ ઈચ્છા થશે તો ક્યારેક મળીશું.મારી જોબ ઓફ-શોર નથી પણ છતાં થોડો સમય મળે છે. ફરી પધારશો.
રીતેશભાઈ, આપના બ્લોગની મારી પહેલી જ મુલાકાત છે. બસ ગમી ગયો. અવાર નવાર બ્લોગમામ ઘૂસી અને ન વંચાયલું વાંચી લઈશ. પારકી ભાષાના પ્રદેશમાં જ આપણી ભાષાની માયા લાગે.પીયરના કૂતરાની જેમ જ સ્તો.આપને પણ મારું હાર્દિક આમંત્રણ.
પ્રવીણ શાસ્ત્રી.
http://pravinshastri.wordpress.com
આપનો ખુબ આભાર.મારા બ્લોગ ગામના દરવાજા હમેશા ખુલ્લા રહે છે. સર્વેના પ્રતિભાવોથી ઉજવળ આ બ્લોગ ઉન્નત થયો છે. તમાર બ્લોગની સફર પણ રસમય રહી.અવાર નવાર પધારતા રહેશો.
આપના બ્લોગની આજે મુલાકાત લીધી ખરેખર બહુજ સુંદર બ્લોગ.
ખુબ આભાર આપનો,અવાર નવાર મુલાકાત લેતા રહેશો.
Congrats Ritesh for your blog. keep it up. I can say in one word ” Its a worth reading”.
Thank you very much Gopesh
Pass my regards to your family ..Happny new year !!!!
ભુતકાળ વાગોળવામાં ખુબ આનંદ આવે છે. એમાં પણ મેળવેલી સિધ્ધિઓ જીવનને આગળ જવા પ્રેરણા પુરી પાડે છે. આનંદ થયો. ધન્યવાદ.
ખુબ આભાર આપનો સાહેબ….અવાર નવાર મુલાકાત લેતા રહેશો.ભૂતકાળ ને વાગોળવો એટલે બબલ ગમ ચાવીને લોકો મજા માણે તેવી વાત છે.
I have visited your Blog for the first time and very much intersted and decided to visit frequently your efforts are very much appreciated for Gujarati readers, Thanks……………..
Dear Maheshbhai,
Welcome to my blog!! Thank you very much for your kind words, i m always inspiring from reader and thier comments.i’m trying my best to extraxt words from my heart to people.
“અક્ષરનાદ” દ્વારા આપનો પરોક્ષ પરિચય તો હતો જ . આજે આપના “બ્લોગ” પર આવીને વિશેષ આનંદ થયો. મળતા રહીશું .
આપનો ખુબ ખુબ આભાર મારા બ્લોગની મુલાકાત લેવા બદલ.અક્ષરનાદ આપણી ઓળખ નું માધ્યમ છે,હું તમને ચોક્કસ ઓળખું છું અને અવાર નવાર મુલાકાત લેતા રહેશો.આશા રાખું કે તમારી દરેક વીજીટ સંતોષ જનક રહે !Thank you once again.
Awesome blog! Is your theme custom made or did you download it from somewhere?
A theme like yours with a few simple adjustements would really make my blog jump out.
Please let me know where you got your design. Thank you
Thanks for visiting my blog ! i captured some pictures from google and some of from diffrent sites.Then i made it zipped.It’s not thatt much difficult dear.
Nice blog with attractive design and normal but sweet graphics
Thanks for your concern
ભાઈશ્રી રીતેશ,
તમારા ત્યાંનાં દોહા – ક્તારનાં કવયિત્રી રબાબ મહેરના કાવ્યનું મેં કરેલું રસદર્શન બંને વર્ઝનમાં વાંચી શકાશે.
નીચે અંગ્રેજી વર્ઝનનો લિંક આપ્યો છે. ત્યાંથી ગુજરાતી વર્ઝન ઉપર જઈ શકાશે.
એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન
An Exposition of a Poem: ‘A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess
http://musawilliam.wordpress.com/2012/09/12/348-an-exposition-of-a-poem-a-publicity-whore-by-rabab-maher-a-talented-muslim-poetess-2/
વલીભાઈ,
આપનો ખુબ આભાર,રસિક કાવ્યનું નિરૂપણ અને આગવી શૈલીમાં વાંચ્યું મજા આવી.
સુન્દર બ્લોગ છે
Thank you for visiting my blog, and encouraging me in such kind words…Welcome always.
Dear Riteshbhai. It was a pleasure to read your treasure of literature. I feel proud of you. Keep it up.
Bhavin,
Thank you very much for your kind and encouraging words.
ખુબ સરસ બ્લોગ છે! અભિનંદન
Thank you very much
NÉÉàÉàq °Ê°lÉà»É¾¥É¾ÉÊ Hàà~É ÊlÉ Ö~É
વિનોદકાકા, આ ફોન્ટ અહી વંચાતા નથી…મારા બ્લોગ પર બે શબ્દો લખવા બદલ આભાર.
પ્રિય રીતેશ ભાઈ
ભાઇ, તમને આતાની ગુજરાત યાત્રા વાંચવી ગમી એથી મને આનંદ થયો.
એક નિખાલસ કબુલાત : બ્લોગની દુનિયામાં મને લાવનાર સુરેશ જાની સાહેબ, એમને મને કહેલું કે એક 92 વર્ષનો યુવાન ડોસલો બ્લોગ ચાલવી શકે તો હું કેમ નહિ ? આતા, હું તો તમારા પુત્ર સમાન છું તમારામાંથી પ્રેરણા મને મળેજ છે.તમારો આભાર ને સાથો સાથ પ્રણામ !
શ્રી રીતેશભાઈ,
બહુ સરસ બ્લોગ લખો છો આપના પાસે સાહિત્ય નો રસથાળ છે આપ પીરસતા રેહજો અમે માણતા રહીશું.
મસ્ત
આપનો ખુબ ખુબ આભાર…..સાહિત્ય ને તો પીરસીએ તો જ સારું..તાજું રહે ને તાજા રાખે.
You post very interesting posts here.
Thank you very much
શ્રી રીતેશભાઈ
દિલની સચ્ચાઈથી વહેતી આપની વાતો સાચે જ ગાઢ અસર કરે છે…આપને ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રીયુત રમેશભાઈ,
આવીજ રીતે ઉંફ ભર્યા પ્રતિસાદો આપતા રહેશો…આપનો ખુબ ખુબ આભાર.
There are really too few Gujarati writer left who can write nicely, You’re really one of them. I like the simplicity you have put in your blog. I’m looking forward to read all future post. And let me ask one question..how can you write this much with Gujarati letter, it’s too tough.
Dear Kishan,
Thanks for vising my blog and your kind words for me. I am glad to hear from you, that, you likes my creation. I’d say about to writing, its a very easy for me to use google trans let.You may go to my one of page how to write in Gujarati ? Regards,
No, I was complimenting you. It’s my pleasure to read your blog.
You are always welcome dear !! 🙂
રીતેશભાઇ,
આપનો બ્લોગ ખુબ સુંદર છે. કૃતિઓ ગમી. અવારનવાર મુલાકાત લેતો રહીશ. અમારી સાહિત્ય સરિતાના મિત્રો આપના બ્લોગના વખાણ કરે છે.
નવીન બેન્કર ( હ્યુસ્ટન)
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને હજી પણ લેશો તે જાણી ઘણી ખુશી થઇ. સાહિત્ય સરિતાના દરેક મિત્રોને મારા પ્રણામ સાથે ધન્યવાદ. મુ. શ્રી ચીમન પટેલે મારી ઓળખ કરાવી તે બદલ હું એમનો પણ ઋણી છું. આશા રાખું કે મારી કૃતિઓ તમને અને બીજા દરેકને ગમે. પધારતા રહેશો.
પિંગબેક: ( 948 ) શ્રી રીતેશ મોકાસણા અને એમની ગુજરાતી ફિલ્મ “ઓલ્વેઝ રહીશું સાથે ” – એક પરિચય | વિનોદ વિહાર
ભાઈ રીતેશ,
આપનો અને આપની ફિલ્મ નો પરિચય ખુબ આનંદ સાથે આજે મારા બ્લોગ વિનોદ વિહાર માં પોસ્ટ કર્યો છે એની લીંક.
https://vinodvihar75.wordpress.com/2016/09/02/948-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F/
શ્રીમાન વિનોદભાઈ, લાગણીવશ !! ખુબ ખુબ ધન્યવાદ ! 🙂
આજે પ્રથમ વખત આ બ્લૉગની મુલાકાત લીધી. તમારી જીવન રેખા રસપ્રદ લાગી. મને તમારો સાહિત્યપ્રેમ ગમ્યો. શુભેચ્છાઓ!
આપની મુલાકાત બદલ આભાર. અવાર નવાર આપની મુલાકાત માટે હાર્દિક સ્વાગત છે
વર્ડપ્રેસ ખોલતાં વેકેશન પુરુ થયું એ વાર્તા વાંચ્યા પછી બ્લોગ ઉપર આવ્યો અને પ્રતીસાદ વાંચતો હતો.
પાંચ વરસ પછી ફરીથી પ્રતીસાદ આપી હાજરી પુરાવું છું. એટલે વેકેશન પુરુ થયું અને હાજરી પુરાવેલ છે…
વોરા સાહેબ, આપ સમાન મિત્રો તો મારી હુંફમાં વધારો કરો છો. દિલથી વંદન !!