ઘમ્મર વલોણું – ૬૭

ઘમ્મર વલોણું – ૬૭

” નફ્ફટ બનીને ફરી આવી ગયો? ” હજી તો મેં ભગવંતની મૂર્તિ સમક્ષ હાથ જોડીને આંખોજ બંધ કરી હતી કે હું હલબલી ઉઠ્યો. એ શબ્દોને પ્રતિભાવે મેં કહ્યું ” ભગવંત કોઈ ભૂલ થઇ?”

” તું જે કોઈ ભૂલ કરે કે અઘટિત પગલું ભરે, એનાથી મને કોઈ ફર્ક પડશે ખરો?” સાંભળીને મારી આંખો તો ખુલી ગઈ અને જોઉં તો ભગવંત સ્મિત કરીને મારી સામે જોવા લાગ્યા. મારે હવે શું જવાબ આપવો. મૂઢ બનીને બેસી રહ્યો. ના મારાથી હાથ જોડાયા કે ના વંદન પોથી.

” તમે લોકો દુઃખથી પીડાતા હોય, રોગથી સબડતા હોય, દર્દથી કણસતા હોય, ધન વૈભવથી મુંજાતા હોય, પીડાથી પીડાતા હોય ત્યારે જ મને યાદ કરો છો અને મારા શરણે દોડી આવો છો” ” આ બધાનો એક જ વિકલ્પ છે તમારું શરણ! ” બોલીને મેં ફરી હાથ જોડીને ભગવંતને ભજવા લાગ્યો. આંખો ખુલી તો હજી ય એ સ્મિત ચારેકોર ફેલાઈ રહયું હતું.

Posted in પ્રકીર્ણ | Leave a comment