વિશાળ આત્મા મેદની ભરાયેલી છે.બધા પોતપોતાની જગ્યા એ બેસી ગયા છે.સમગ્ર ભારતના આત્માઓ ને આમંત્રેલા છે.તો વળી કોઈ કોઈ ખાસ વિદેશી આત્માઓ ને પણ આમંત્રણ અપાયેલ છે.સૌથી વયોવૃદ્ધ આત્મા મનુના પ્રમુખ સ્થાને સંમેલનનું આયોજન થયેલ છે.લગભગ આત્માઓ આવી ગયા છે.કોઈક ખાસ આત્માઓની રાહ જોવાઈ રહી છે.જેવાકે લિંકન,ભીષ્મ પિતામહ,પિકાસો,કુંદર અને ઈન્દિરાજી.જે આત્માઓને આમંત્રણ નથી આપ્યું તેવા અપૂરતી ખુરશીઓ ને લઇ છેલ્લે ઉભા છે.અને કાર્યવાહી ચાલુ થાય તેની કુતુહલતાથી રાહ જોઈ રહ્યા છે.જેવા ભીષ્મ આવ્યા કે દુર્યોધન ગર્જી ઉઠ્યો. ‘ પિતામહ, કેમ એટલા મોડા પડ્યા જુઓ બધા તમારી રાહ જુએ છે. ’
‘ વત્સ, પ્રતીક્ષા કરતા શીખ..ઓહ ભગવાન,મારે અહીં તારી સાથે બેસવું પડશે એ ખબર હોત તો ના આવત ! ’
‘ ગંગાપુત્ર શાંત થાઓ હવે બે ત્રણ આત્માઓ સિવાય બધા આવી ગયા છે, તો ચાલુ કરીએ ?? ’
‘ અવશ્ય, પ્રણામ મુનીવર ’ દુરથી બે હાથ તેમણે જોડ્યા ને ઢીંચણ પર હાથ ટેકવીને નીચું જોઈ બેસી રહ્યા.
જેવા મનુ ઉભા થયા કે બધાએ તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું.એક આછા સ્મિત સાથે તેઓએ બધાનું અભિવાદન કર્યું. તાળીઓનો ગડગડાટ બંધ થયો કે તેમણે બોલવાનું ચાલુ કર્યું.
‘ અત્રે પધારેલ આમંત્રિત તથા બિન આમંત્રિત આત્માગણ નું હું હાર્દિક સ્વાગત કરું છું.સારસ્વત ભારત તથા અમુક વિદેશી આત્માઓને પણ આપણે આમંત્રિત કરેલા છે.શરીર ત્યાગીને આવેલા સૌ આત્મા પોત પોતાના શિવિર,સંસ્થાન કે વર્તુળમાં રહેતા હોય છે.એકબીજાને વાત કે વિચાર દર્શાવવાનો સમય નથી મળતો.પૃથ્વી પર જયારે સૌ લોકો સભા કે શિબિરો ભરે ત્યારે આપણા મનમાં સંશય થાય તેવા મુદ્દાઓને અનુસરીને આજ આપણે સૌ એકત્રિત થયા છીએ.સૌથી પહેલા હું આનંદ માથુર નો આભાર પ્રકટ કરીશ કે જેઓએ આ વિશાળ છાવણી અને બેસવાની વ્યવસ્થા કરેલ છે.અહી પધારેલ આત્મા ગણ અલગ અલગ પ્રાંત, દેશ, કસ્બા કે રાજ્યોમાંથી આવેલ છે.જેથી ભાષા ને માણી શકવા માટે એક વિશેષ પ્રબંધ કરેલ છે.પાછળ અને સામે જે બે મોટા પડદા દેખાય છે તેમાં જે કોઈ બોલશે તેનું વિસ્તરણ અને રૂપાંતરણ થશે. તે માટે હું એન્ગલ બર્ટ,સ્કોટ માર્ટીનવિલે, આર્યભટ્ટ તથા લેરી પેગે જેઓ નો ખાસ આભાર માનુ છું.પ્રકાશ અને રોશની માટે હું થોમસ એડીશનનો આભાર માનું છું.સર્વ માંગલ્યે માંગલ્ય સર્વે આત્માની અર્ભ્યુતે।તો કૃપા કરી સવાલો ના પૂછવા. વધારે સમય ના લેતા એટલું કહીશ કે જે આત્મા પૃથ્વી પર હતો ત્યારે કોઈની મનની અભિલાષા અપૂર્ણ રહી ગઈ હોય તેઓનો આત્મા,અસ્થિત કે અતૃપ્તિનો ભાવ લઇ ઘૂમે રાખે છે તેઓને માટે બોલવાની તક અને મનોભાવોને વ્યક્ત કરી મુક્તપણે વિહરવાનો માર્ગ મોકળો કરવાનો એક અથાગ પ્રયત્ન છે. દરેક આત્મા થોડા કે મહદ અંશે અતૃપ્ત હોય જ,જે એક યથાર્થ સત્ય અને નિર્વિકાર છે.પણ અણી ના સમયે મૃત્યુ કે અણીના સમયે કાર્ય અટકીને મહત્તાને મહદ અંશે ગૌણ બનતી જોવી કે નષ્ટ થતી જાણવી.સૌથી પહેલા બુજુર્ગ આત્માઓ ને વિનવીશ કે તેઓ પોતાના વ્યક્તવ્ય રજુ કરે ! ફરી એક વાર સૌનો હૃદય પૂર્વક આભાર. ’ કહીને મનુએ પોતાનું આસન ગ્રહણ કર્યું.
બધા એકબીજા સામે જુએ છે કોણ પહેલ કરે તેમ વિચારી રહ્યા છે.ભીષ્મ અને રાજા ભરતે એક સાથે દુર્યોધન સામે જોયું કે કાયમ નો ટેવ્યો તે પહેલ ના કરે !પણ તેય ચુપચાપ મામા શકુની સામે જોઈ રહ્યો છે. કોઈ કશું ના બોલ્યું એટલે સોક્રેટીશ બોલ્યા ‘ મિસ્ટર મનુ તમે તમારા સેજેશન આપો પછી બીજા ઓ આપશે. ’
એટલે મનુ પણ જન્ખવાઈ ગયા કે શું બોલવું ? છતાં તેઓ બોલ્યા; ‘ આમ તો મારે ખાસ કોઈ તમન્ના કે અભિલાષા નથી પણ એક વાત નો અફસોસ જરૃર રહી ગયેલો કે મારા પુત્રો જે અહી ઉપસ્થિત છે તેમને હું સારી રીતે માર્ગદર્શન નથી આપી શક્યો.હું જયારે પૃથ્વી પર સમજતો થયો ત્યારે ચારે બાજુ કોઈજ નહોતું.કોઈ વ્યક્તિ કે ઇન્સાન !ને મારા પુત્રો કે પૌત્રો બધા પોતાની રીતે નિયમ બનાવતા ગયા ને અભિગમ મુકતા ગયા.જો સર્વે મળી ને એક આદર્શ સમાજ વ્યવસ્થા બનાવી હોત તો કદાચ આજે જીવન એક પુર્તીમંત બની જાત!ખેર, તે સમયે અમને કઈ રીતે જીવવું કે કઈ રીતે વર્તવું તેની શુધ્ધિ નહોતી. ’
‘ ખરી વાત છે પિતાશ્રી ’ તેના પુત્રે સંમતીભાવ આપ્યો.
‘તમે તમારા મુખારવિંદને તડપાવ્યા ના કરો બોલો જે કહેવું હોય તે બોલો ’ થોમસ એડીશન બાજુ જોઈ વિશ્વામિત્ર બોલ્યા.
‘ મને વિચારતો કે ઓલ્ડેર ગાયઝ બોલે પછી હું બોલું ’
‘ તમે પણ ઓલ્ડેર નથી ? ’ ધીરુભાઈ બોલ્યા કે થોડા આત્માગણ ધીમું હસ્યા.
‘ તમે બોલો એડીશનજી….તમારી શોધે તો દુનિયામાં મોટી ઉત્ક્રાંતિ સર્જેલી જે મોટો ઉપહાર છે. ’ પરશુરામ બોલ્યા.
‘ ઠીક છે, ખરી વાત છે, પણ મને બહુ અફસોસ રહી ગયો છે.હું માનું છું કે મારી શોધ પછી ઘણા ફેરફારો થયા છે. પણ જો મને થોડી વયમર્યાદા વધારી દીધી હોત તો પુથ્વી પર વીજળી એક સામાન્ય સાબિત થાત ! ’
‘ એ કેવું ? જો કે મેં તો વીજળી જોઈ નથી પણ ઘણા આત્માઓ પાસે જાણ્યું છે. ’ શકુની એ તેની કાકલુદી ભાષામાં પૂછ્યું.
‘ લાઇક, વીજળી થી લાગતો કરંટ જીવલેણ ના રહેવા દેત ! વીજળી ને તમે માચીસ જેવા નાના બોક્સમાં પણ સાથે રાખી ફરી શકેત કે કોઈ વાર ઈમર્જેન્સીમાં થોડી વાર માટે ઉપયોગી નીવડે ’
‘ વાહ વાહ તમારી જરૂર હજી પૃથ્વી પર છે. ’ છેલ્લે ઉભેલા સામાન્ય લાગતા આત્માઓના ગણ બોલ્યા.કોઈએ વધુ ધ્યાન ના આપ્યું પણ એડીશન સમજી ગયા કે તેની તરકીબો કોઈને તો સમજાઈ છે !
‘ વસવસો તો મને પણ છે ખાવીન્દો.મારી ઈચ્છા પણ એવી મિસાઈલ બનવવાની હતી કે યોજનો દુર જાય ’ રોબર્ટ ગોડાર્દ બોલ્યો.
‘ રોબર્ટ,એ મામલે મારો અર્જુન ઘણો આગળ હતો. ’ ભીષ્મ બોલ્યા.એટલે અર્જુન મલકવા લાગ્યો.
‘ મતલબ ’
‘ મતલબ સાફ હતો કે મારો અર્જુન એક મંત્ર બોલીને બાણ મારતો કે યોજનો દુર જઈને હાહાકાર મચાવતો,પૂછો વત્સ શકુની ને ’ ભીષ્મ બોલ્યા એટલે શકુની તો શરમ નો માર્યો લપાતો હોય તેમ દબાઈ ને બેસી ગયો.(મનમાં બોલ્યો ; કુરુકુળ નો સર્વનાશ કેવો કર્યો પિતામહ ?? )
‘ એથી વિશેષ, કે રોકેટ એટલી તીવ્ર ગતિથી જાત કે કપલ ઓફ મન્થમાં પાછું આવીને જ્યુપીટર કે વિનસ જેવા ગ્રહોનો અભ્યાસ વિગત વાર આપેત! ’
‘ અફસોસ ! ’ કોઈ આત્મા બોલ્યો.
‘ એવા તો ઘણા અફસોસ હજી કરવાના બાકી છે વત્સ. ’ મહર્ષિ દધિચી બોલ્યા.
‘ ડીએન એ પર ઘણા પ્રયોગ થયા, હજી થશે પણ મારે જે ડીએન એ નો ઉપયોગ કરીને માનવને ક્રોધ અને કામ પર એટલીસ્ટ વિજય થાય તેવું વિચારેલું. ’ હર ગોવિંદ ખુરાના એ હૈયા વરાળ કાઢી કે બધા સ્તબ્ધ થઇ ગયા.
‘ તને કઈ મગજમાં ઉતરે છે ? ’ કોઈ એક આત્મા એ બીજાને પૂછ્યું.
‘ આ વૈજ્ઞાનિક લોકો નવા નવા નામ આપીને આપણને ચકરાવે ચડાવે છે. ’
‘ તને નહિ સમજાય પણ તેની વાતમાં તથ્ય છે જે મારા ભેજા બહારનું છે. ’
‘ સભા કોંગ્રેસ કે ભાજપ ની છે. ? ’ નવા આવેલા એકે પૂછ્યું.
‘ કેમ ? ’ જવાબ આપવા વાળો આત્મા પણ લપલપીયો હોય તેમ લાગ્યું.
‘ મને કેમ આમંત્રણ ના આપ્યું વ્હાય ?? ’ એકદમ ફૂલાયેલા તોર્ફે હિટલર આવ્યો અને આવીને ધમપછાડા કરવા લાગ્યો.
‘ વત્સ,આ કોઈ જર્મની કે પૃથ્વી નથી,રહેવું હોય તો ચુપચાપ છેલ્લે હરોળમાં ઉભો રહે ને શાંતિથી સાંભળ ’ મનુ એ કહ્યું એટલે તે શાંત થઇ ગયો પણ એના સૈન્યના કોઈ સજ્જન આત્મા એ આસન ખાલી કરી આપ્યું ત્યાં બેસી ગયો.
થોડો સન્નાટો છવાઈ ગયો ને પાછળની હરોળમાં ઘણા આત્માઓ ભાગવા લાગ્યા.તે જોઇને મનુ એ કહ્યું ; ‘ જુઓ આ એક સનાતન ધર્મનું સંમેલન છે.કોઈએ કોઈના થી બીવાની જરૂર નથી આહી એક એકથી ચડિયાતા આત્માઓ છે કે જેમણે પૃથ્વી પર પોતાનું સામ્રાજ્ય સ્થાપેલું,પણ હવે તેઓની જે કઈ શક્તિ હતી તે હણાઈ ચુકી છે.તો મહેરબાની કરી શાંતિથી બધા આત્માઓના નિવેદન કે અભિગમ સાંભળો. ’ મનુએ કહ્યું એટલે જવા તત્પર આત્માઓ રોકાઈ ગયા.
‘ મહર્ષિ મનુ,તમે આજ્ઞા કરો તો એક એવું શુરાતન ગીત ગાઉ કે બધા જોમમાં આવી જાય ! ’ મેઘાણીએ ધીમી હાક મારીને કહ્યું.
‘ મને ગર્વ છે તમારા પર મેઘાણી, ઉપર રિયે રિયે મેં બધું નીરખેલું કે ભારત દેશ ને એ ધોળિયાવ ની ચુંગાલમાંથી છોડાવવા તમે શૌર્ય ગીતો ગાઈને રંગ રાખેલો. ’
અમુક આત્માઓ તો બોર્ડ પર રૂપાંતર વાંચે કે આત્માઓ ના હાવ ભાવ વાંચે !એ બેય વચ્ચે એકરૂપતા સાધી નથી શકતા.ને ઘણી વાર રૂપાંતર પણ એકદમ સચોટ નથી થતું.એટલે અર્ધું સત્ય,અજ્ઞાન બની જાય છે.
ત્યાં હિટલર ને એજન્ડાની ખબર પડી કે બોલ્યો ; મારા આપઘાત નું પગલું મને હજી નડી રહ્યું છે ગોડસેક, બાકી લોકો ને યાદ કરાવી દેત કે હિટલર શાહી ની પણ કોઈ મહત્તા હતી. ’
‘ શાંતિ રાખ હિટલર, કાયમ લોકોને દુનિયાને તોડવાની વાત કરેશ,પણ કદી કશુક જોડાવાની વાત યાદ છે ? ’ મહર્ષિ ગૌતમ બોલ્યા કે હિટલર ઉઠી ને નાઠો.કે કેટલાયે આત્માએ હાશ કરો કર્યો.તેને જોઇને રાવણ પણ ઉઠી ને ભાગી ગયો કે કદાચ પોતાને પણ આમ અડધુત કરે ! જેવો રાવણ ગયો કે મહર્ષિ ભૃગુ વૈશાલી સામે જોઇને મલકાયા.
‘ નારી આત્માઓ કેમ શાંત છે ? ’
‘ મને એ નથી સમજાતું કે હું કેવી રીતે કહું ? ’ મેડમ ક્યુરી એ કહ્યું તો સાથે કલ્પના ચાવલા અને કુંતી એ સાથ આપ્યો.
‘ કુંતી તારે વળી શું કહેવું છે ? ’ તેના પતિ પાંડુ એ કહ્યું.
‘ ખાસ તો કઈ નહિ પણ કર્ણ ને મરણોપર્યંત પુત્ર ના કહી શકી ને મારા ચાર પુત્રો ધર્મરાજ ની જેમ સ્વર્ગમાં ના જઈ શક્યા. ’
‘ ક્યુરી,જેવું તેવું પણ કહે ‘ તારામતી એ કહ્યું. એટલે ક્યુરી થોડી ફોર્મમાં આવી ગઈ.
‘ અફસોસ એ વાત નો છે કે પૃથ્વી પર ઘણા કિરણો છે જે અકબંધ દબાયેલા છે. વનસ્પતિમાંથી નીકળતા કિરણો અને તેનો ઉત્સર્ગી મારગ ને અનુવહન કરવા માટે ના મારો છેલ્લો પ્રયત્ન હતો.જેથી સમગ્ર મનુષ્ય જાતિને કિરણો એક આવિષ્કાર ફળીભૂત નીવડેત ! ’
‘ તો સમગ્ર માનવજાતને કદી પાણી કે પ્રાણીની સમસ્યા નો સમાનો ના કરવો પડેત ! ’
‘ એમ કેવી રીતે ? ’ સંત જ્ઞાનેશ્વરે પૂછ્યું.
‘ ઘણી વાર અકાલ પડે કે….! ’
‘ મેં ભગવાન પાસેથી એકવાર તે માંગેલું પણ સૃષ્ટિ નું ચક્ર ચલાવવા અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ અનિવાર્ય છે.’ રાજા વિક્રમ વચ્ચે બોલી પડ્યા.
‘ કટોકટી ની સમસ્યા તો કાયમ ની છે ’ ઈન્દિરાજી પણ બોલ્યા.
‘ એતો કયારેક અમારા અમેરિકામાં પણ હોય છે ’ લિંકને ટાપશી પૂરી.
‘ જબ તક સુરજ ચાંદ રહેગા ઇન્દિરા તેરા નામ રહેગા ’ એવો અવાજ પાછળ થી આવ્યો કે ” શાંતિ શાંતિ ” એમ કરી ને ભાર્ગવ ઋષિ ઉભા થઈને બધાને શાંત પાડવા લાગ્યા.થોડા શોરબકોર પછી ફરી શાંતિ થઇ ગઈ.
‘ કોઈ અકાલ કોઈ વિનાશ ની વાત કરે છે પણ વનસ્પતિ ની કોઈ વાત કરે છે ? ’ જગદીશચંદ્ર બોજ તાડૂક્યા કે પીન્ ડ્રોપ શાંતિ છવાઈ ગઈ. ‘ વનસ્પતિ થકી માનવ જીવન કેટલું સરળ બને છે તે સૌ જાણે છે. મેં તો એજ સિદ્ધ કરેલું કે તે સજીવ છે ને તેને પણ લાગણીનો અહેસાસ છે.પણ એટલાથી પૂરું નથી થતું.તેના માં ઘણી શક્તિઓ છુપાયેલી છે.કાન ને પર્ણો સાથે અડાડી તેમાં ફૂંક મારીએ ને જો જીણો સ્ત્રાવ થાય કે વિસ્તરણ થાય તો તે વનસ્પતિ આપણને ખુબ ઉપયોગી છે. પણ આપણે ક્યાં તેની પરવા કરીએ છીએ ધડ ધડ જંગલો નષ્ટ થઇ રહ્યા છે. છે કોઈ રોકવા વાળું ? ’ એક આક્રોશના ભાવે તેઓ બોલ્યા.
‘ તમારી વાત સાથે હું સહમત છું પણ આપણી વાત હવે પૃથ્વીવાસી ના સાંભળી શકે. ’ ન્યુટને કહ્યું.
‘ તમારે કઈ નથી કહેવું ન્યુટન ? ’ અર્કીમિડીઝે પૂછ્યું.
‘ ના રે ! મેં તો જે બતાવ્યું તે કુદરત ને આધીન અને અવિચળ જગતની સચ્ચાઈ હતી. ’ કહી ને તે બીજું કોઈ બોલે તેની પ્રતીક્ષા કરવા લાગ્યો.
‘ અને અનૌંગ કીલીબીલય ગનોગ્નાત્ર ઢોરમા ’ એક વિચિત્ર લાગતો આત્મા તાડૂક્યો. કે બધા બાઘા જેમ તેની સામે જોઈ રહ્યા.ચાર વાર ફરી ફરી રિપ્લે કર્યું પણ કોઈ તેની ભાષા સમજી શકતું નથી.બધા આર્યભટ્ટ, વિલીન અને ચાણક્ય સામે જોઈ રહ્યા પણ તેઓ ની હાલત પણ એવીજ હતી.એન્ગલ બર્ટ,સ્કોટ માર્ટીનવિલે, આર્યભટ્ટ તથા લેરી પેગે જેવા લોકોએ બોર્ડ સજ્જ કરેલું તેઓ મથવા લાગ્યા પણ તેની ભાષા સમજાતી નથી.મનુ પણ વિચારમાં પડી ગયા.ને ધીરે ધીરે ભીડને ઓળંગતા સંમેલન બહાર જતા રહ્યા ‘લાગે છે આતો કોઈ મારાથી પણ પ્રાચીન આત્મા છે ! ’ ગણગણતા તેઓ સભાગૃહ ને વટાવી ગયા. ત્યાંતો પાછળથી ખુરશીઓ ઉડતી હોય તેવા અવાજ આવવા લાગ્યા.
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
આ સમેલનમાં હાજર રહેવા મને આમંત્રણ મળેલ પણ આમંત્રણ કાર્ડ સમેલન પતી ગયા પછી મળેલ. કેપલર, ગેલેલીયો, એડવર્ડ જેનર, ડાર્વીન, વગેરે, વગેરેના આત્મા હજી ભટકે છે કે આ સમેલનમાં ચુપ હતા?
Ek navij sahailima raju karel post ghani gami.Soul pan sabhao bhare !!!
Thank you very much.
આ સમેલનમાં હાજર રહેવા મને આમંત્રણ મળેલ પણ આમંત્રણ કાર્ડ સમેલન પતી ગયા પછી મળેલ. કેપલર, ગેલેલીયો, એડવર્ડ જેનર, ડાર્વીન, વગેરે, વગેરેના આત્મા હજી ભટકે છે કે આ સમેલનમાં ચુપ હતા?
બીજું સમેલન કયારે છે?
વ્યંગ માં વ્યંગ !! બધા ને સમાવવા મુશ્કેલ છે અને મારી તાર્કિકતા ઘણી નાની છે. આભાર, આમજ આવીને દીપ પ્રગટાવતા જશો.
બીજા સંમેલનમાં તમારે હાજર રહેવું હોય તો તમારે ઘણી રાહ જોવી પડશે.