વિજયાદશમી-દશેરા
અટહાસ્યની વિલીનતા સામે મુસ્કુરહટની મહત્તા
તાનાશાહી ના વિનાશ સામે લોકશાહી નો વિકાસ.
બળજબરીની બાદબાકી સામે મજબુત બુનિયાદ નો સરવાળો
લુંટ ફાટ ના લઘુશેષ સામે હર્ષ અને ઉલ્લાસ ના ધામા.
કપટ અને કજીયાના ધ્વંસ સામે કીર્તિ કેરા કોટડા પર ધ્વજ.
માયાવી દનાવળ ના માત સામે મન મોહન ને માન
દૃષ્ટતાના અઘોર અંગે ડામ અને શિષ્ટતાના સંગે રામ
દુરાચારીના દાનાવળે આગ સામે સદાચારી રહી સજાગ.
કામ અને લોભના ભસ્મ સામે પ્રેમ થકી પાવન જિસ્મ.
અહંકાર ના કારમા પરાજય સામે નિર્મળ ને પવિત્રતાનો વિજય.
મુખવાસ :
ભોરીંગ દરમાં હાથ નાખીને અમૃત ની ખોજ થાય ના,
કડવાહટ ના ઘૂંટડા પી ને અમીના ઓડકાર આવે ના !