મારી મમ્મી ક્યાં ???

મારી મમ્મી ક્યાં   ???
ગોમલ આમતો સાતેક વર્ષનો થવા આવ્યો હતો.થોડો અનાડી ખરો ! પણ મગજ તેનું ગજબ નું ચાલે.ભણવામાં રસ, રમવામાં રસ, અને ખાવામાં તો ઓર રસ.પણ એક વાતનું તેને દુખ કે તેની મમ્મી વગર તેને એક પળ પણ ના ચાલે.જેવો સ્કુલેથી ઘરે આવેકે સીધો મમ્મીના ખોળામાં બેસી જાય.તેના દાદીમાં થોડા આકરા સ્વભાવના.થોડી વધારે વાર ગોમલને મમ્મીના ખોળામાં બેસેલો જુએ કે તરત અકળાય અને કહે કે નાનો કિકલો નથી જા રમ તારા દોસ્તારો સાથે.ત્યારે તે બહાર રમવા જાય.
સ્કૂલો ખુલી ગઈ તેને બે એક મહિના થઇ ગયા હતા.બધા છોકરાઓ દિવાળીના વેકેશનને બરાબર માણી ને પાછા ભણવામાં મશગુલ થઇ ગયા હતા.ને વળી મોટા સાહેબે પ્રવાસ ની વાત કરી કે બધા આનંદમાં આવી ગયા છે.આખો ક્લાસ ગુલતાન કરીને પ્રવાસમાં જવા માટે સ્વપનામાં રચવા લાગ્યો,પણ એકલો ગોમલ થોડો નર્વસ દેખાય છે.તેના દોસ્તારોથી આ વાત અજાણી ના રહી તો તેનો ખાસ મિત્ર નોવલ બધું જાણતો હતો. ‘ અલ્યા નોવલ, તારો  ખાસ જીગર જાન ગોમલ કેમ નથી આવવાનો પ્રવાસમાં ? ’ નોવલના બધા મિત્રો એકસાથે બોલી ઉઠયા.
‘ મને શું ખબર, લાગે છે તેના દાદી એ ના પડી હશે.ચાલો આપણે તેના ઘરે જઈને પૂછી આવીએ. ‘ નોવાલે કહ્યું એટલે ટોળું આખું ગોમલ ના ઘરે.હો હો કરતા બધા ઘૂસ્યા કે તેના દાદી એ બુમ પડી…  ‘ બુમો ના પાડો ને શાંતિથી બેસો દીકરાઓ…તમે ભલે આવ્યા પણ ગોમલ ઘરે નથી.આજે તેના પપ્પા સાથે બહાર ગયો છે.. કઈ કામ હતું કે ખાલી રમવા આવ્યા છો ??? ’  થોડા ઊંચા આવજે દાદી બોલ્યા કે બધા એકદમ ચુપ થઇ ગયા.
બધા એકબીજા સામે જોઇને દાદી ને કહેવા માટે ઈશારા કરતા હતા.બધા ચુપ થઇ ગયા એટલે દાદીમાને ખ્યાલ આવી ગયો કે નક્કી છોકરાઓ કઈ લેવા માટે આવ્યા છે.
‘ અલ્યા બોલો ને મોઢામાં માગ નો ફાકડો ભર્યો છે કે શું ?? ’
એટલે નોવલ થી ના રહેવાયું , કારણ કે ગોમલ તેનો ખાસ ફ્રેન્ડ હતો.અને પ્રવાસમાં તેના વગર મજા પણ ના આવે !
‘ દાદીમાં, ગોમાંલે પ્રવાસના પૈસા ભરી દીધા ??  ’
‘ કેવાનો પ્રવાસ, મને કઈ ખબર નથી ?? ’
‘ ચાર દિવસ પછી સ્કૂલમાંથી મીંરા ધોધ નો પ્રવાસ છે.ખાલી સીતેર રૂપિયા જ છે.તેમાં…’
‘ અલ્યા ગોમા. .. તે આ મીરા ધોધ ક્યાં આવ્યો ?? ‘ દાદીએ પૂછ્યું કે બધા ખુશ થઇ ગયા ને સોફા પર ગોઠવાઈ ગયા.
‘ તળેટી ને પેલે પાર સર અમારા કહેતા કે ઘણે દુર જંગલમાં છે.અને એય મજાનો ધોધ ને પર્વતો ને ખીણો.બહુ જોવાની મઝા આવશે દાદીમાં. તે તમે નથી જોયો ? ’
‘ ના અરે ! મારે ત્યાં જઈને કામ પણ શું છે.હું તો મજાની ઘણા યાત્રાધામો જોઈ આવ છું. ’
ને પ્રવાસે જવાનો દિવસ આવી ગયો.મમ્મી વગર સ્કુલ સિવાય કશે પણ એક ડગલું ના ભરનારો ! તેની મમ્મીએ પ્રવાસના પૈસા ભરી દીધા.ને કચવાતા મને તે બસમાં બેઠો.તેને જોઇને નોવલ તો ખુબ ખુશ થઇ ગયો ને વધુ તો તેના બીજા ફ્રેન્ડ ખીજવતા.
બે એક કલાકની બસની મુસાફરી પછી એક નાની એવી હિલ પાસે આવીને બસ ઉભી રહી ગઈ.બધા છોકરાઓ વારાફરતી ઉતરી ગયા.સર અને ટીચરે એકબીજાને હાથ પકડીને આગળ લઇ ગયા.બધા જેવા થોડા આગળ વધ્યા કે ધોધ નો નીચે પડવાનો અવાઝ આવવા લાગ્યો. ને બધા એક ઉત્સાહ સાથે પગની ઝડપ વધારવા લાગ્યા.
પવન ની ગતિ હવે તો વધી ગઈ.દુર જંગલમાંથી ચાલીને આવતો પવન એક અલગ પ્રકારની સોડમ આપે છે જેમાં વિવિધ ઝાડો અને માટીમાંથી પાણી ભળ્યા બાદની અનોખી સોડમ છે !
બધા હવે તો એકદમ ધોધના પાણી પાસે આવી ગયા.સારો એકદમ સવેચીતી પૂર્વક બધા વિદ્યાર્થીઓને સાચવીને મજા માની રહ્યા છે. બધાં છોકરાઓ પણ એકદમ આનંદમાં આવી ગયા છે. તો કોઈએ વળી એક સર ને ધોધ વિષે કોઈ હિસ્ટ્રી હોય તો જણાવવા કહ્યું.
‘ હા તો સાંભળો, એવી દંત કથા છે કે વર્ષો પહેલા ના સમયમાં મીરાબાઈ એ જંગલમાંથી પસાર થયેલા અને અહી સ્નાન કરેલું.આથી આને મીર ધોધ કહેવાય છે.’
‘ દંત કથા એટલે સર ??? ’
‘ જેનો કોઈ આધાર કે લખાણ ના હોય પણ કોઈ ની પાસે જાણેલી કે સાંભળેલી વાત ! ’
‘ હમમ…દંત એટલે દાંત ખરું ને  સર ??? વાત તો જીભથી થાય તો જીભ કથા કેમ નહિ ???  ’ કોઈ એકે ટીખળ કરી.
‘ અરે એ બધું જાણવા કરતા આ મનોરમ્ય પાણીનો આનંદ માણો….અને જેને નહાવું હોય તેને નીચે જ્યાં પાણી વહે છે ત્યાં નહિ શકે છે.’
એમ સરે કહ્યું કે બાળકો તો ખુબ ખુશ થઇ ગયા.ને નહાવા લાગ્યા.નહાતા નહાતા ગોમલ ને એક વિચાર આવ્યો કે આ પાણી દુર ક્યાં જતું હશે…?તેનાથી ના રહેવાયું એટલે તેણે તેના ફ્રેન્ડને વાત કરી.બંને છાનામાના હિલ પર ચડી ગયા ને જયાથી ધોધ વહેતો હતો ત્યાં આવી ગયા.બેય ને એટલી મજા આવી કે એકબીજા સાથે ગમ્મત કરવા લાગ્યા.ગમ્મતે એવું રૂપ ધારણ કર્યું કે ગોમલ પાણીમાં ગબડી પડ્યો ને ધોધમાં વહેવા લાગ્યો.નોવલ તો ગભરાઈને સર પાસે દોડી ગયો.ને બધા એકદમ ચિંતામાં ડૂબી ગયા.અને વિચારવા લાગ્યા કે ગોમલ નું શું થયું હશે ????
ધીરો ધીરો પવન હાથીની ફરતે વીંટળાઈને ગલી ગલી કરી રહ્યો છે.તો કોઈ ચકલી જેવા નાના પક્ષીઓ હાથી પર બેસી ને ગર્વ અનુભવી રહ્યા છે.તો કોઈ ઝાડ પર વાંદરાઓ હુપા હૂપ કરીને હાથી સામે જોઇને મજાક કરી રહ્યા છે.પણ આ તો હાથીભાઈ….અને એય વળી આજ નહાવાના મુડમાં !!સૂંઢમાં પાણી ભરી ને ગમ્મતે ચડયા છે.એવામાં તેના પગ સાથે કશું અથડાયું કે તેને થયું કે નક્કી મગર આજે મરવાની થઇ છે કે,તેની સાથે ગમ્મત કરી રહી છે.આથી તે દોડ્યો અને પાણીમાં સૂંઢ નાખી ને મગરને ને પકડી લીધી.પણ જેવી સૂંઢ બહાર આવી કે તેના પગ પાણીમાં જડાઈ ગયા.તેની સૂંઢમાં એક બાળક આવી ગયું.સૂંઢની પકડ થોડી ઢીલી કરીને તે પાણી બહાર આવ્યો.ધીરેથી તે ફુંક મારી ને પાણી સુકાવવા લાગ્યો.પણ છોકરો તો લાશની જેમ કિનારે પડ્યો છે.હાથી તો હવે મુંજાવા લાગ્યો…અરે રે હવે શું કરવું ??? તે જીવે છે કે મારી ગયો છે.કશી ખબર ના પડી..અને પોતાનાથી એક ગંભીર ભૂલ થઇ ગઈ હોય તેમ પસ્તાવા લાગ્યો.અને છોકરા ફરતે આંટા મારવા લાગ્યો.છોકરાને ઢંઢોળ્યો કે તે અવળો ફરી ગયો ને મોઢામાંથી પાણી ની ધાર નીકળી.હાથી તો બિચારો ગાભરો ગાભરો આમતેમ આંટા મારવા લાગ્યો કે એટલામાં હાથણી આવી.અને બેભાન થઈને ઢળેલા છોકરાને જોયો.પાણીમાંથી તાજીજ આવેલી તો, પાણી શારીરી પરથી વહેતું હતું.તેને હાથી ને કોણ છે આ ?? એમ પુછવા કર્યું કે સૂંઢમાં થી પાણી હતું તેની ધાર પેલા છોકરા પર થઇ કે તે સળવળ્યો.ખોં ખોં કરતો તે ઉભો થયો અને સામે જોયું તો બે હાથી દેખાયા.આથી ડરનો માર્યો તે ઉભો થઈને ધીરે ધીરે છટકવા મથી રહ્યો.કે હાથી એ તેને નીચા નમીને ધીમા આવજે જાણે સ્વાગત કરતો હોય તમે કર્યું.તેને જોઈ હાથણી એ પણ અનુકરણ કર્યું.
તે હતો ગોમલ જે ધોધ પરથી પડી ગયો હતો.ઉઠી ને તેને ચારેબાજુ નજર કરી તો એકલા જાડ અને પર્વતો સિવાય કશું નથી દેખાતું.પક્ષીઓ નો કલરવ ઘોર જંગલ ની સાક્ષી પૂરે છે. એક જાડ પરથી બીજા જાડ પર કુદકા મારતા વાંદરા નજરે પડે છે. આસપાસ કોઈ ના દેખાયું કે “ મારી મમ્મી ક્યાં ?? ”  એમ કરીને જોર જોરથી રડવા લાગ્યો. આથી બંને છોકરાને રડતા જોઇને ગભરાઈ ગયા.આથી હાથણી, હાથી ઉપર તાડૂકી  ‘ નક્કી તેં છોકરાને માર્યું છે ’
‘ ના રે ડાર્લિંગ….’ ને તેણે વિગત વાર વાત કરી.હાથી જઈને એક કેળાની લૂમ લઇ આવ્યો ને ગોમલ ને આપી.ગોમલ તો ડર નો માર્યો જડપ જડપથી કેળા ખાવા લાગ્યો.
આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા.ગોમલ તો હવે થોડી થોડી પ્રાણીઓની બોલી પણ સમજતા શીખી ગયો. જોતજોતામાં બધા પ્રાણીઓ નો વ્હાલો પણ બની ગયો.હાથીની પીઠ પર બેસી ને રોજ જંગલમાં ફરે છે.તો વળી હરણાઓ સાથે પકડ્મ દાવ ય રમે છે.દોડતા સસલાને પકડી,ખભા પર બેસાડી ને ગોળ ગોળ ફરીને જુમે છે. ઝરણા ના પાણીમાં ન્હાય છે,તો જાડ પર ઉંચે ચડી ને કોયલ સાથે રાગડા તાણે છે. ક્યારેક વાંદરાઓ સાથે જાડની ડાળીઓ પર કુદાકુદ કરે છે.ફળ ખાય છે ને નદી નું વહેતું નિર્મળ પાણી પીએ છે.
એક દિવસ ગોમલને તેની મમ્મી યાદ આવી ગઈ.આથી ઉદાસ થઇ ને એક મોટા પથ્થર પર બેઠો હતો.હાથીભાઈ એ જોયું એટલે નજીક આવીને ઇશારાથી પીઠ પર બેસી જવા કહ્યું અને હાથી નીચે બેસી ગયો.ગોમલ તો ચુપચાપ બેસી રહ્યો કે હાથી પણ થોડી ખિન્નતા અનુભવતો એમજ બેસી રહ્યો.આથી હાથીએ ઈશારો કરીને કહ્યું કે ચાલ આજે ઊંડા જંગલ માં જઈએ.તને ખુબ મજા આવશે.આથી અનિચ્છા હોવા છતાં તે હાથી ની પીઠ પર બેસી ગયો.
હાથીભાઈની સવારી આજે ઉપાડી બીજા મુકામ પર.ગીત ગાતો જાય છે ને ડોલતો જાય છે.જાળની ડાળીઓ તોડી ને નાસ્તો કરતો જાય છે.તો કયક વળી મીઠા ફાળો દેખાય કે ગોમલ ને પણ ફાળો તોડી ને આપે છે.આથી ગોમલ પણ આનંદમાં આવીને ગીત ગાવા લાગ્યો.
હાથીભાઈ તમે ધીરા ધીરા ચાલજો
જાડની ડાળીઓ ને જરા સંભાળજો
સસલા ને હરણ ને પગે ના મશળશો
                                                     મીઠા મીઠા ફળ તોડી લાવશો રે ….હાથીભાઈ તમે ધીરા ધીરા ચાલજો
વનની વનરાઈઓ લળી લળીને ગોમલ નું સ્વાગત કરે છે.ક્યાંક ફૂલોની ક્યારી તેના નાક ને અનોખી સોડમ નો પ્રવાહ મોકલે છે,તો રંગબેરંગી તિતલીઓનો ગણગણાટ ધ્યાન દોરે છે.પક્ષી ઓ ની રમત થી પાંખો નો ફફડાટ સાવચેતી આપે છે.ત્યાંજ એક નાનું ઝરણું આવ્યું કે હાથી ભાઈ તો ઉભા રહી ગયા.અને સૂંઢ ને ઉપર કરી, ગોમલને નીચે ઉતારવા કહ્યું.પાણી જોઇને તેને પણ નહાવાનું મન થઇ આવ્યું.બંને પાણીમાં પડ્યા.પાણી એકદમ નિર્મળ અને મધુરું હતું.
પાણીથી બંને એકબીજાની ઉપર છાટણા કરવા લાગ્યા.બેય ને ખુબ મજા આવી ગઈ.ગોમલ તો નાના એવા ખોબામાં પાણી બહરે છે ને હાથીભાઈ પર છાંટે છે પણ તેના આખી સૂંઢ ભરી ને પાણી નો ફુવારો થાય છે કે એવી મજા પડી કે એવી મજા તો એને બાથરૂમના શાવરમાં પણ નથી આવી !
હરખનો માર્યો તે પાણી માં દોડે છે. દોડતા દોડતા થોડો આગળ નીકળી ગયો.હાથીભાઈ તો તેના જેટલું દોડી ના શકે ને ! પાણી સાથે મસ્તી કરતો ગોમલ એક્મય બની ગયો છે.પણ કોઈ પગલાના અવાજે તેની લીંક તૂટી ગઈ.અને તેની નજર સામે કિનારે પાણી પીતા સિંહ પર પડી કે બુમ પડી ને દોડયો….. ‘ હાથીભાઈ ઈઈઇ……હાથીભાઈ ઈઈઇ……હાથીભાઈ ઈઈઇ……બચાવો બચાવો……’
‘ અરે ગોમલ….ગોમલ….શું થયું તને ??? ‘ ગોમલ ને બુમ પડતો સાંભળી ને તેની મમ્મી દોડી આવી. આવીને જોયું તો ગોમલ પરસેવે રેબજેબ થઇ ગયો હતો અને હાંફતો હતો.જલ્દીથી તેને પાણી આપ્યું.
‘ બેટા કોઈ ખરાબ સ્વપનું આવ્યું હતું ???  ’ તેના પપ્પા એ પૂછ્યું.
ગોમલે આખી વાત કહી કે બધા ખડખડાટ હસી પડ્યા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s