મિત્રો,
નમસ્કાર !! કુશળ હશો.
ઘમ્મર વલોણુંના અદભુત પ્રતિસાદ બાદ એક નવી સીરીઝ ચાલુ કરવાનો વિચાર આવ્યો. ચાર પાંચ દિવસ તો એમજ નીકળી ગયા કે કયા ટોપિક પર લખું ? યા તો એવું શું લખું કે જે જુનું અને જાણીતું, પણ વાંચવાનું ગમે ? મનમાં વિચાર આવે એટલે એક વાર તો લખીશ જ, આપ લોકોનો આવકાર નહિ મળે તો બંધ કરી દઈશ.( ઘરની જ ખેતી છે ને ! ) અંતે એક નવું ટાઈટલ મળ્યું છે જેનું નામ છે મ ન ગમતાં સંવાદ તમને ગમે તો મ અને ન ને ભેગું વાંચજો બાકી તો જે છે તે બરાબર લાગશે. ઘમ્મર વલોણું સીરીઝ પણ ચાલુ રાખીશ. ફરી એકવાર આપ સૌનો દિલથી આભાર.
મ ન ગમતાં સંવાદો
૧
“ બહુ ઉદાસ જણાય છે ? ”
“ હમમ… ”
“ તારા ચહેરા પર કોઈ ટેન્શન હોય એવું લાગે છે ! ”
“ હા યાર કંઈક એવું જ છે ”
“ મિત્ર પાસે દિલ ખોલવાથી ભાર હળવો કરવાનું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે. ”
“ સાચી વાત છે પણ , મિત્રને બોજારૂપ બનવું નથી ગમતું ”
“ ઠીક છે, પણ કોઈને તો તારે કહેવું જ પડશે. એનાથી મને જ કહી દે. ”
“ વ્યવહારિક કામો, ઘરની જવાદારી અને માંદગીઓને લઇ થોડી આર્થિક સંકડામણ અનુભવુ છું. ”
“ અરે યાર બહુ સેડ વાત છે. ”
“ એટેલે જ તો, પણ શું કરું ? મને કોઈ પાસે પૈસા લેવાની આદત નહિ ને ! ”
“ અરે ગાંડા, હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”
“ થેંક યુ દોસ્ત, તેં મારું અડધું ટેન્શન દુર કરી દીધું. ”
થોડા દિવસો પછી
“ આપણે થોડા દિવસ પહેલા વાત થયેલી..યાદ છે ? ”
“ અરે હા બિલકુ યાદ છે કહે, હું છું ને ! તને કોઈ પાસે પૈસા લેવાની આદત નથી; તો તારે કયા માંગવા છે, હું તારી જોડે આવીશ. હું માંગીશ; મિત્ર જો છું તારો ”
Har ek friend kamina hota he 😁😁😂 par jaruri hota he
દિલ પર નહિ લેવાનું, મિત્ર વિનાનું જીવન અધૂરું હોય છે દોસ્ત !
Yeah. Correct. I can understand, as i have only few friends in my world.
🙂
Ha ha ha… Funny…
🙂 Thank you 🙂
સંવાદ તો મનગમતો , અને રમુજી .
“હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”
એટ્લું કહેનાર મિત્ર હોય પછી શું જોઇએ?
અમુક લેખોમાં મેં લખ્યું છે , ભાઈ પર એક બંધ જેટલો ભાર વહી લે તે ભાઈબંધ !!
બે મિત્રો બેઠા હતા , અને વાતોએ વળગ્યા હતા એટલામાં એક મિત્રનો કોઈ દુશમન આવ્યો અને તેને મારવા માંડ્યો મારનારો માર ખાનારથી બળીયો હતો એટલે સામનો કર્યા વગર માર ખાધા કર્યો . એટલે એની સાથે બેઠોતો એ મિત્ર બોલ્યો એલા શા માટે માર ખાધા કર્યો એને તે કેમ ન માર્યો મિત્ર બોલ્યો હું એને પહોંચી શકું એમ ન હતો એટલે મેં તેનો સામનો ન કર્યો . એની વાત સાંભળી મિત્ર બોલ્યો જા જા માર માર હું બેઠો છુને ?
એ મારવા ગયો એટલે ફરીથી પેલાનો માર ખાધો . માર કમીને આવ્યા પછી તે ણે એના મિત્રને કીધું તું કહેતો હતોને હું બેઠો છું . તે બોલ્યો હું હ્જોય બેથોજ છુને .
હા હા હા હા
ઘમ્મર વલોણું બરાબર ગાજતું રહેશે .અને સમય આવ્યે માખણ નીકળી આવશે .
તમારા આશિષ થકી બનશે