મ ન ગમતાં સંવાદો-૪

ગમતાં સંવાદો-૪

“  બેટા, આજે હું બહુ ખુશ છું ”

“ કેમ કે આજે મધર ડે છે એટલે ? ”

“ ના, ના તેં આજે શોસીયલ મીડિયા પર મને બહુ ચગાવી દીધી. તારા પપ્પા પણ કેટલાં ખુશ થતા હશે ઉપર રિયા રિયા ! ”

“ મોમ, તું ખુશ તો હું પણ ખુશ “

“ મેં તને ઉછેરીને મોટો કર્યો છે બેટા; મને ખુશ રાખવા પોતાનો ગમ છુપાવી રહ્યો છે. યા તો બનાવટી સુખ બતાવી રહ્યો છે. ”

“ મધર ડે છે ખોટું નહિ બોલું, હું ખુશ છું ” અને તેણે પોતાની મોમને બથ ભરી લીધી.

“ એક વાત પૂછું ? ”

“ બોલ, યા તો બોલ્યા વગર જ કહી દઉં ? ”

“ ના ના, મારા ચશ્મા બરાબર છે, દાંતનું ચોકઠું પણ નવું છે. તેં આપેલા હજાર રૂપિયામાંથી હજી બસ્સો જ વપરાયા છે. ”

“ સારું તો પૂછ ”

“ આજે બધી મધરો સોસીયલ મીડિયા પર છવાયેલી હોય ? ”

“ ના, મોમ આતો સોસીયલ મીડિયાનો જમાનો છે એટલે ત્યાં થોડુંક કરવું પડે. બાકી ઘણા લોકોને તો સોસીયલ મીડિયા સુધી પહોંચવા પણ ના મળે. ”

“ હા વાત ખરી, તો તો કેટલી બધી મધરો ને સોસીયલ મીડિયામાં ચમકવા પણ નહિ મળતું હોય. એ બાબતે હું લકી ખરી કેમ ? ”

“ હજી તને ડાઉબ્ટ છે ”

“ ના રે ના, બેટા…..તું તો આખા જગમાં મને ઉજીયાળી કરી રહ્યો છે. ”

“ થોડું વધારે નથી કહેતી ? ”

“ પણ તું ખુશ છે ને ? ”

“ હા, મોમ……હેપી મધર ડે તો જ સાર્થક ને ? ”

“ દિલમાં આવેલા ઉભરાને આમ સોસીયલ મીડિયા પર ઠાલવી દીધા. એમાંનો થોડો ઉભરો મારા દિલ સુધી તો લાવ ” તેના ગયા બાદ માં બબડી

 

મુખવાસ : માં ના દિલમાંથી આવતી ખુશ્બુ, સો અત્તરોની ગરજ સારે છે. 

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to મ ન ગમતાં સંવાદો-૪

  1. રીતેશ મોકાસણા કહે છે:

    Thank you ! 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s