ઘમ્મર વલોણું-૫૯

ઘમ્મર વલોણું-૫૯

સવારે વહેલા ઉઠીને ક્ષિતિજમાં એક નજર કરી તો હજી પણ કોઈ કોઈ તારલિયા ટમટમતાં હતા. તો બીજી બાજુ સૂરજની રથ સવારીના આગમને ઉષા એ રંગોળી પણ પૂરેલી માલુમ પડી. હજી તો હું આકાશમાં ચકર વકર જોઉં છું ત્યાં તો સૂર્યના કિરણો પૃથ્વી પર પથરાવા લાગ્યા. ટમટમતાં તારલિયા બધા અલોપ !
કદાચ એવું ય હોય કે, ” તમે રાતભર ટમટમીને થાકી ગયા હશો. જાવ જઈને આરામ કરો હું એકલો જ હવે આ જગને જાકમજોળ રાખવા કાફી છું ” એકમ કહીને સૂર્ય એ મોકલી પણ આપ્યા હોય.
વળી રાત્રે ફરી આકાશ સામે જોયું તો તારલિયાના સમૂહો ફરી ટમટમવા લાગ્યા. અસંખ્ય એવા તારલિયા જોઈને મન ધરાતું નથી. એક પળે, એવોય વિચાર આવ્યો કે આ બધાને ગણવા દુનિયાનું કોઈ પણ ગણિત નકામું ! હું તો એ બધું વિચારવાનું પડતું મૂકીને આકાશમાં જામેલો નજારો જોવા લાગ્યો. કોણ જાણે કેટલે દૂર સુધી આ બધા તારલિયા પથરાયેલા હશે ?
આ સવાલ મેં મનને કર્યો કે જગતના તાતને ?
કોઈ જવાબ ના મળ્યો. આ બ્રહ્માંડમાં કોણ જાણે શું શું હશે !
અહીંથી ચંદ્ર કેટલો દૂર દેખાય છે, એ જોવા માનવ ત્યાં ગયો તો મંગળ દૂર દેખાયો. માનવ ત્યાં ગયો તો સૂર્ય દૂર દેખાયો. હવે સૂર્ય પર તો કોણ જઈ શકે? હું આમ મનોમન વિચારતો હતો કે આકાશવાણી સંભળાઈ ” હે વત્સ, જે નજીક છે તે માણી લે, અને જે દુર છે તેને જાણી ને શું પામશે ? ” હજી તો હું સ્વસ્થ થઈને કોઈ પણ પ્રતિક્રિયા આપું ત્યાં તો મન એકદમ શૂન્ય !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to ઘમ્મર વલોણું-૫૯

  1. Vimala Gohil કહે છે:

    “જે નજીક છે તે માણી લે, અને જે દુર છે તેને જાણી ને શું પામશે ? ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s