ભમરડો (નવલિકા)

                                                                     ભમરડો
ગામના પાદરે ઘેઘુર લીમડાનું ઝાડ છે, અડીને તળાવ આવેલું છે. તળાવ ની પાળ ફરતે અનેક ઝાડ ની હાર ગામની શોભા વધારી રહ્યું છે. નાના ભૂલકાઓ જ્યાં ત્યાં રમતા દેખાય છે. ગામ તો બહુ નાનું  છે. પણ તેની શોભા ઘણી અનેરી માલુમ પડે છે. ક્યાંકથી કોયલ નો અવાજ આવેછે તો ક્યારેક વળી મોરના ટહુકા પણ સંભળાય છે.સાંજે મનોહર આરતિઓ ની ઝાલર ને ઘંટારવ નો નાદ દિલ માં અનોખી તૃપ્તિ નો ભાવ પેદા કરે છે.સર્વે લોકો એક બીજા સાથે સંપ ને સહકાર ની ભાવના થી રહે છે. આજે પણ તળાવ ની પાળ પર નાના ભૂલકાઓ રમી રહ્યા છે.

“ આજે કઈ રમત રમશું ? ” કોઈ એકે પૂછ્યું
“ આજે તો મનો કે એ જ ” રઘો બોલ્યો
“ જો હવે આપણે એને મનો નહિ મનીશ કહેવાનું ” રમેશે કીધું ત્યાતો વચ્ચે દલો કુદી પડ્યો .
“ કેમ અલ્યા મના એ તને ગુલ્ફી ખવરાવેલી, તે એને માન આપવા લાગ્યો ? ”
“ ના , મેં તો કોઈને કશું નથી આપ્યું ” મનીશ થી ના રહેવાયું ” તમે લોકો મને મનો જ કહો , મને તો ગમે છે . ને આમેય બધા મને એ નામ થી તો બોલાવે છે ”
“ મને ખબર છે પણ મને થયું કે મનો હવે શહેર માં જતો રહેવાનો છે, ને આપણા ભેળો એ બહુ ઓછા દિવસ રમશે. તો મેં કુ એને મનીશ કહીએ.” ને જરા ઝંખવાઈ ને રઘો બોલ્યો.
“ તે તનેય ક્યાં કોઈ રઘુ કહે છે , ને આને પણ ક્યાં કોઈ અશોક કહે છે. ”
“ અરે જવા દ્યો , બધાના તોછડા નામ છે, હા હા હા  ”
ને સૌ એક સાથે ખુબ હસ્યા.
“ રઘા બધું જવા દે કઈ રમત રમશું કે ? ”
“ મનો કંઈ કહેવા ત્યાર ના હોય તો બધાની માનીતી ગેમ આંબલી પીપળી…ઓકે ? ”
“ ઓકે કબુલ ” મનાએ કીધું કે બધા રાજી દઈને દાવ ચાલુ કર્યો.

કોઈ દાવ આપે છે તો બધા દાવ લઇ ને દોડે છે. કોઈ ઝાડ પરથી નીચે આવે છે તો કોઈ એને પકડવા દોડે છે. કોઈ ઝાડ ની ડાળ ને વળગી ને નીચે આવતા પડી જાય છે પણ પકડાઈ જવાની બીકે વળી પાછો એજ ડાળ પકડી ને ઉપર ચડી જાય છે. રમતની રંગત જામી છે. રઘો ને મનો બંને એકજ ડાળ પર ભેગા થઇ ગયા.

“ રઘા શહેર માં કંઈ આવી રમતું નહિ હોય ”
“ તો કેવી હોય , કેમ ત્યાં ઝાડવા ના હોય, ઈ બધું જવા દે અટાણે યાદ નો કર, ઉતર જલ્દી અશકો આવતો લાગે છે ”

ગામના ચોકમાં આજે માહોલ ઉભરાયો છે. લોકો ટોળે વળી ને ગોળ લાઈન માં ઊંભા રહેલા છે. વચ્ચે એક જાદુગર અવનવા કરતબ બતાવી રહ્યો છે.દરેક કરતબે લોકો તાલી પડેછે ને ઉમંગ માં જુમી ઊંઠે છે. નાના ભૂલકાઓ આગળ  ની હરોળ માં બેઠા છે. તેઓ પણ ખુબજ ઉત્સાહમાં તાળીઓ પડે છે. દલો , અશકો , રઘુ , મનો, તનુ ને આખી ટોળી પણ સાથે જુમે છે.

“ તને ખબર છે રઘા ? ”
“ શું ? ”
“ મારા બાપુજી કહેતા કે કદાચ આવતા અઠવાડિયે અમે લોકો શહેર માં રહેવા જતા રહીશું. ”
“ તું બઉ ખુશ છે આ ગામ છોડી ને જવામાં ? ”
“ એવું તો મેં નથી કીધું ”
“ છોડ એ , જો જો જાદુગરે રૂમાલ માંથી કબુતર ઉડાડ્યું ”

ને બધા લોકો એ ખુબ તાલી પાડી છોકરાઓ પણ જુમી ઉઠ્યા.લોકો એ ઘણા બધા રુપયા તેને આપ્યા. ખેલ પૂરો થયોકે બધા વીખરાવા લાગ્યા. બધાની સાથે મનો પણ ઘરે જતો રહ્યો. દલો ને અશોક પણ જતો હતો તો રઘા એ તમને  રોક્યા.

“ દલા , મનો કહેતોકે તે લોકો આવતા અઠવાડિયે જતા રહેવાના છે.”
“ હા, મને પણ કહેતો હતો , હં તો છું ? ”
“ કઈ નહિ, આતો આપની ટોળી માંથી એક યાર ઓછો થઇ જશે .”
“ હા યાર …પણ હું ને તું શું કરી શકીએ ..મને એવો વિચારતો આવેજ છે , ને મનો તો આપનો બધાનો માનીતો ભાઈબંધ છે ”
“ એટલેજ તો જીવ બળે છે, ને આપણે જાણીએ છે કે એ કદી કોઈની સાથે તકરાર કે ગુઈચા પણ નથી કરતો.”

ને વિલાયેલ ચહેરે તેઓ પણ પોત પોતાના ઘરે જતા રહ્યા. ગામનું જીવન સાદું ને સરળ . ગામમાં સતા આઠ દુકાન ને એક બાર્બર ની દુકાન. ખેતી ને સમાન્ય વેપાર પર ગામલોકોનું ગુજરાન ચાલતું હતું. સંતોષ ને સંયમમાં રહીને જીવન  જીવતા હતા.મનીશ ના બાપુજી  નાના મોટા મકાન બનાવવાનો ધંધો કરતા. કોઈએ શહેરમાં જઈ ધંધો વિકસવાની સલાહથી તેઓ એ ગામ છોડવાનું  નક્કી  કર્યું હતું. નાનજીભાઈ ખુબ ધગશને ખંતીલા હતા .ગામમાં બધા તેમને માનથી બોલાવતા. ગામલોકોને જયારે ખબર પડી ત્યારે બધાયે તેમને વિનવી જોયા.

“ નાનજીભાઈ , તમે અહી સુખી નથી ? ”
“ જેઠાભાઈ એવું કશું નથી હું ગામ છોડી ને નથી જતો. ને તમને તો ખબર છે કે મારું એક ખેતર પણ અહીં છે .”
“ અમને ખબર છે પણ એતો તમને પૈસાની જરૂર પડે તો વેચી પણ દો, ખરું ને જીવાકાકા ?’
“ જો નાનું તને કઈ વધારે કહેવું ઉચિત નથી પણ તને સારું સુજે તો આ ગામ શાંતિ થી  રહેવા બુરું નથી ”
“ રે જીવાકાકા , એમ કઈ ગામ સાથેનો નાતો તોડી ને નથી જતો..ને નવરાત્રી માં કે ગોકુલ આઠમ ઉજવવા બધા આવશું ”ને ગળગળા થઇ ને નાનાજી ભાઈ નીચું જોઈ ગયા.સારું થયુકે વાતને અટકાવતો તેમનો ટેણીયો આવતો દેખાયો.
“ બાપુજી , ખાવાનું થઇ ગયું છે તો મારા બા એ કીધુછે ઘરે ચાલો ”
“ ઠીક છે ચાલો ત્યારે ..” ને હાથ જોડીને તેઓ પણ મના ની  આંગળી પકડીને ઘર ભણી પગ ઉપડ્યા.

ગામના ચોકમાં એક ટ્રક આવીને ઊભોછે ને બધા ધીરે ધીરે એકત્ર થતા જાયછે.ગામ લોકો નાનજીભાઈ ના ઘરનો સમાન ચડાવે છે. યાદ કરી કરી ને એકેક ચીજ લેવાતી જાય છે. દલો, અશોક , તનુ વિગેરે જમા થઇ ગયા છે . આજ પોતાનો યાર જવાનો છે દરેક ના ચેહરા દયામણા થઇ ગયાછે. લાચાર નજરે ટ્રક માં ભરતો સમાન જોઈ રહ્યા છે .તેમની નજર મના ને ખોળી રહી રહીછે પણ તે દેખાતો નથી.ક્યાંથી દેખાય ? સવાર  પડેકે રઘો એને ઘરે આવી જાય તેને બદલે આજ તો હજી ના દેખાયો એટલે મનો એના ઘરે ગયો તો રઘો ઘરમાં ઓશિયાળો થઇ ને બેઠો હતો
 
“ રઘા , કેમ હજી આવો નહિ કલાક પછી તો અમે નીકળી જઈશું.””
“ મના તું ના જા તો  અહી રોકી જા ”
“ અહી …???? ”
“ હા , વળી મારું ઘર છે ને આપણે સાથે રહીશું ”
“ ના મારા બાપુજીને તું ઓળખે છે , ને તને ખબર છે રોજ રાત પડે ને મને  શહેરના સપના આવે છે ”
“ તું મારી વાત નહિ માન ? ” એકદમ ઓશિયાળા થઈને રઘુ એ પૂછ્યું
“ રઘા હું શું કરું ? ”  મનો પણ ભાવવાહી બની ગયો
“ મના તને ખબર છે આપણે ભમરડા દાવ રમતા ને હું બધાના ભમરડા તોડી નાખતો ? ”
“ હા , યાદ છે …તો ? ”
“ હું તને એ ભમરડો આપી દઈશ જો તું રોકાય તો ” રઘા એ  ભમરડાની  લાલચ આપી જોઈ.
“ ના મારે નથી જોઈતો ..મને ના રોક રઘા ”
“ અને મારી પાસે જેટલી લખોટી છે એ બધી તને આપી દઈશ પણ માની જા મના….મને તારી વગર રમવાનું નહિ ગોઠે ”   ને રઘો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.
“ મના ઘરે હાલ  બા તારા પર ખીજયા છે ” એને મોટા ભાઈ એ સાદ કર્યો.
“ રઘા હું તને કદી નહિ ભૂલું ….” ને રડમસ થઇ તે પણ  પોતાના ઘરે દોડી ગયો.

સમાન બધો રખાઈ ગયો .આખું ગામ નાનજીભાઈ ને વિદાય આપવા ભેગું થયુંછે.મિત્રોને હાથ મિલાવ્યા ને વડીલોને હાથ જોડી ને બધા ટ્રકમાં ગોઠવાઈ ગયા.મનોને તેના ભાઈ પાછળ ઉભા છે સજળ નેણે સૌએ વિદાય આપી.મનો બધા મિત્રો ને હાથ હલાવી આવજો કરે છે. ને બધા વચ્ચે થી ટ્રક ગામ બહાર નીકળી ગઈ. જેવી ટ્રક પાદર થી નીકળી કે એક ઝાડ નીચે આંશુ સારતો રઘા ને મના એ જોયો કે તે આનંદ માં આવી ગયો

“આવજે…… રઘા …..”

પણ રઘો તો ટ્રક પાછળ દોડી છે ને મનાને હાથ હલાવતો જાયછે.આંસુઓની ધાર રસ્તો પલાળતી જાયછે. જયારે ટ્રક દેખાતો બંધ થયોકે રઘો ઢગલો થઈને ફસકી પડ્યો. ને રસ્તા પર જતી ટ્રક ની ધૂળ છવાઈ ગઈ.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s